Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આણંદના કામધેનુ રિસોર્ટમાં બે સગા ભાઈના ડૂબવાથી મોત:માતા-પિતાએ બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યા, વડોદરાનો પરિવાર શનિ-રવિની રજા માણવા આવ્યો ને દુર્ઘટના ઘટી

    8 hours ago

    શનિ-રવિવારની રજાઓ પરિવાર સાથે આનંદપૂર્વક વિતાવવા માટે ગયેલા વડોદરાના તાદલજા વિસ્તારના એક પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. ઉમેટા નજીક આવેલા કામધેનુ રિસોર્ટના સ્વિમિંગ પુલમાં ડૂબવાથી 9 વર્ષ અને 7 વર્ષની વયના બે સગા માસૂમ ભાઈઓના કરુણ મોત નીપજ્યા છે, જેના કારણે સમગ્ર પરિવાર અને વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ​પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાના તાદલજા વિસ્તારમાં રહેતો એક પરિવાર શનિ-રવિવારની રજાઓ માણવા માટે ઉમેટા નજીક આવેલા એક રિસોર્ટમાં આવ્યો હતો. પરિવાર ખુશનુમા માહોલમાં રજાઓ વિતાવી રહ્યો હતો, તે દરમિયાન અચાનક આ મોટી દુર્ઘટના ઘટી હતી. રિસોર્ટના સ્વિમિંગ પુલમાં બંને માસૂમ બાળકો ડૂબી ગયા હતા. ​માતા-પિતાએ બાળકોને બહાર કાઢ્યા ​બાળકો પાણીમાં ડૂબી રહ્યા હોવાની જાણ થતાં જ માતા-પિતા અને પરિવારજનોમાં દોડધામ મચી ગઈ હતી. હત્પ્રભ થઈ ગયેલા માતા-પિતાએ તાત્કાલિક પોતાની નજરે જ બંને બાળકોને પૂલમાંથી બહાર કાઢ્યા હતા. ​હોસ્પિટલ પહોંચાડ્યા પરંતુ મોડું થઈ ગયું ​પરિવાર દ્વારા તાત્કાલિક 112 જનરક્ષક (ઈમરજન્સી હેલ્પલાઈન)ની મદદ લેવામાં આવી હતી અને તેની મદદથી બંને બાળકોને સારવાર માટે તાત્કાલિક આંકલાવ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ બંને બાળકોને મૃત જાહેર કર્યા હતા. ​પરિવારમાં શોકનું મોજું ​એકસાથે બે સગા માસૂમ પુત્રોના મોતથી પરિવાર પર આભ ફાટ્યું છે. હસતો-રમતો પરિવાર ક્ષણવારમાં શોકમાં ગરકાવ થઈ ગયો છે. માસૂમ બાળકોના અચાનક વિદાયથી વડોદરાના તાદલજા વિસ્તારમાં પણ ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ છે. ​આ ગંભીર દુર્ઘટના અંગે આંકલાવ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે કે રિસોર્ટમાં સેફ્ટીના શું ધોરણો હતા અને આ દુર્ઘટના કેવી રીતે ઘટી.
    Click here to Read More
    Previous Article
    હરણી એરપોર્ટ નજીક અચાનક રોડ બેસી જતા ટ્રક ફસાઈ:વ્હિલ ખાડામાં ગરકાવ થતાંએક તરફ નમી ગઈ, સદનસીબે કોઈ જાનહાની નહીં
    Next Article
    વડનગરમાં પારિવારિક તકરારમાં સાવકા પુત્રનો પિતા-બહેન પર હુમલો:કડું મારી પિતાનું માથું ફોડી નાખતા ટાંકા આવ્યાં, પોલીસ આવે તે પહેલાં ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment