Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હરણી એરપોર્ટ નજીક અચાનક રોડ બેસી જતા ટ્રક ફસાઈ:વ્હિલ ખાડામાં ગરકાવ થતાંએક તરફ નમી ગઈ, સદનસીબે કોઈ જાનહાની નહીં

    8 hours ago

    વડોદરામાં ચોમાસા દરમિયાન રોડ-રસ્તા ધોવાઈ જવા અને ઠેર-ઠેર ભુવા પડવાની સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે. હરણી એરપોર્ટ રોડ પર એક ગંભીર ઘટના સામે આવી છે, જ્યાં રસ્તાની સાઈડમાં પડેલા ઊંડા ખાડામાં પસાર થઈ રહેલી એક ભારે ટ્રક અચાનક ફસાઈ ગઈ હતી. અચાનક ટ્રકનું પૈડું ખાડામાં ગરકાવ થઈ જતાં ટ્રક એક તરફ નમી ગઈ હતી. જોકે, સદનસીબે આ ઘટના દરમિયાન કોઈ મોટી ઈજા કે જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ આ ઘટનાએ સ્થાનિક તંત્રની નિષ્ક્રિયતા અને કામગીરી સામે અનેક સવાલો ઊભા કર્યા છે. ખાડાઓનું યોગ્ય પુરાણ ન થયું હોવાના આક્ષેપ સ્થાનિક રહીશો અને વાહનચાલકોના જણાવ્યા અનુસાર, ચોમાસાના આગમન પહેલા વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ડ્રેનેજ લાઈન, પીવાના પાણીની લાઈનો તથા કેબલ નેટવર્ક નાખવાની વ્યાપક કામગીરી હાથ ધરવામાં આવી હતી. કામગીરી પૂર્ણ થયા બાદ જે તે કોન્ટ્રાક્ટર દ્વારા ખોદાયેલા ખાડાઓનું યોગ્ય રીતે પુરાણ (લેવલિંગ) કરવામાં આવ્યું ન હતું. માત્ર માટી અને કચરો નાખીને કામ પૂરું કરી દેવાતા વરસાદી પાણીના કારણે માટી બેસી ગઈ છે અને રસ્તાઓ પર ભુવા પડી રહ્યા છે. વિવિધ વિભાગ વચ્ચે સંકલનનો અભાવ શહેરના વિવિધ વ્યસ્ત માર્ગ પર વારંવાર બનતી આ પ્રકારની ઘટનાઓ પાછળ પાલિકાના વિવિધ વિભાગો વચ્ચેના સંકલનનો સ્પષ્ટ અભાવ જવાબદાર હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ડ્રેનેજ, રોડ પ્રોજેક્ટ અને વોટર વર્ક્સ વિભાગ વચ્ચે યોગ્ય સંકલન ન હોવાને કારણે કોન્ટ્રાક્ટરો બેદરકારી દાખવી રહ્યા છે. આ પરિસ્થિતિને કારણે માત્ર વાહનવ્યવહાર ખોરવાતો નથી પરંતુ રાહદારીઓ અને દ્વિચક્રી વાહનચાલકો માટે પણ અકસ્માતનો ગંભીર ખતરો ઊભો થયો છે. સ્થાનિક નાગરિકોએ માગ કરી છે કે તંત્ર તાત્કાલિક ધોરણે આ ખાડાઓનું યોગ્ય સમારકામ કરાવે અને બેદરકાર કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરે.
    Click here to Read More
    Previous Article
    શાહરૂખ, અજય અને ટાઈગર ભારે મુશ્કેલીમાં મુકાયા!:પાન મસાલાની જાહેરાત બદલ FDAએ કારણદર્શક નોટિસ મોકલી; 15 દિવસમાં માગ્યો જવાબ
    Next Article
    આણંદના કામધેનુ રિસોર્ટમાં બે સગા ભાઈના ડૂબવાથી મોત:માતા-પિતાએ બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યા, વડોદરાનો પરિવાર શનિ-રવિની રજા માણવા આવ્યો ને દુર્ઘટના ઘટી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment