Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડનગરમાં પારિવારિક તકરારમાં સાવકા પુત્રનો પિતા-બહેન પર હુમલો:કડું મારી પિતાનું માથું ફોડી નાખતા ટાંકા આવ્યાં, પોલીસ આવે તે પહેલાં ફરાર

    7 hours ago

    વડનગરના લોટીયાનો માઢ વિસ્તારમાં રહેતા 46 વર્ષીય દુષ્યન્તભાઈ શાહ પર તેમના જ સાવકા પુત્ર દ્વારા જાનલેવા હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. ઘરેથી મહારાષ્ટ્ર પરત જવાનું કહેતાં ઉશ્કેરાયેલા સાવકા પુત્રએ બહેન અને પિતા પર હુમલો કરી પિતાના માથામાં કડું મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. આ મામલે વડનગર પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઘર છોડી જવાનું કહેતાં ઉશ્કેરાઈને માર માર્યો દુષ્યન્તભાઈ શાહની પત્નીના અગાઉના લગ્નથી થયેલો પુત્ર શુભમ છેલ્લા બે મહિનાથી મહારાષ્ટ્રથી આવીને તેમની સાથે રહેતો હતો. રાત્રે પોણા દસ વાગ્યાના સુમારે દુષ્યન્તભાઈની દીકરી યાતીએ શુભમને "તારા કારણે ઘરમાં રોજ ઝઘડા થાય છે, તું મહારાષ્ટ્ર પાછો જતો રહે" તેમ કહેતાં શુભમે ઉશ્કેરાઈને બહેનને ગાળો આપી ગડદાપાટુનો માર મારવાનું શરૂ કર્યું હતું. કડું મારી પિતાનું માથું ફોડ્યું અને ધમકી આપી દીકરીને બચાવવા માટે જ્યારે દુષ્યન્તભાઈ વચ્ચે પડ્યા ત્યારે શુભમે પોતાના હાથમાં પહેરેલું કડું દુષ્યન્તભાઈના માથામાં ફટકારી દીધું હતું, જેના કારણે તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા. હુમલો કર્યા બાદ આરોપી શુભમ જાનથી મારી નાખવાની ધમકી આપીને સ્થળ પરથી ભાગી છૂટ્યો હતો. માથામાં ટાંકા આવ્યાં, પોલીસ ફરિયાદ ઘટનાની જાણ થતાં પોલીસે સ્થળ પર પહોંચી ઈજાગ્રસ્ત પિતા-પુત્રીને 108 એમ્બ્યુલન્સ મારફતે વડનગર સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં તબીબોએ દુષ્યન્તભાઈના માથામાં ટાંકા લીધા હતા. વડનગર પોલીસે આરોપી શુભમ ભોજને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    આણંદના કામધેનુ રિસોર્ટમાં બે સગા ભાઈના ડૂબવાથી મોત:માતા-પિતાએ બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યા, વડોદરાનો પરિવાર શનિ-રવિની રજા માણવા આવ્યો ને દુર્ઘટના ઘટી
    Next Article
    Tukaram Mundhe के निशाने पर Shahrukh Khan, Ajay Devgan, Tiger Shroff | FDA Notice to Bollywood

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment