Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જાફરાબાદમાં સગીરા પર દુષ્કર્મ બાદ ગર્ભપાત:આરોપી અલ્પેશ વાઘેલા વિરુદ્ધ પોક્સો દાખલ; જાફરાબાદ પોલીસે આરોપીને ઝડપવા કાર્યવાહી હાથ ધરી

    16 hours ago

    અમરેલીના જાફરાબાદ પંથકમાં એક સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યા બાદ તેનો ગર્ભપાત કરાવાયો હોવાની ગંભીર ઘટના સામે આવી છે. વાડી વિસ્તારમાં બનેલી આ ઘટનામાં આરોપી અલ્પેશ બાબુભાઈ વાઘેલાએ સગીરાનું શારીરિક શોષણ કર્યું હતું. આ અંગે જાફરાબાદ પોલીસ સ્ટેશનમાં BNS અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી PI એમ.એ. દેસાઈના માર્ગદર્શન હેઠળ પોલીસે આરોપીને ઝડપી પાડવા સઘન તપાસ હાથ ધરી છે. વાડી વિસ્તારમાં શારીરિક શોષણ બાદ ગર્ભપાત જાફરાબાદ તાલુકાના એક ગામની સીમમાં આવેલા વાડી વિસ્તારમાં આ ઘટના બની હતી. સગીરાના પરિવાર દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, આરોપીએ સગીરા સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા, જેના પરિણામે તે ગર્ભવતી બની હતી. ત્યારબાદ ગુપ્ત રીતે સગીરાનો ગર્ભપાત કરાવવામાં આવ્યો હતો. સગીરાને જાનથી મારી નાખવાની ધમકી ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આરોપીએ સમગ્ર મામલો બહાર ન આવે તે માટે સગીરાને જો કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ શરમજનક કિસ્સાને કારણે સ્થાનિક લોકોમાં આરોપી પ્રત્યે ભારે નારાજગી અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. જિલ્લા પોલીસ વડા દ્વારા કેસનું મોનિટરિંગ આ ગંભીર મામલાની તપાસ જાફરાબાદ પોલીસ સ્ટેશનના PI એમ.એ. દેસાઈના માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા દ્વારા પણ આ કેસનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસે સગીરાના નિવેદન લેવા સહિત સમગ્ર ઘટનાની સાચી હકીકતો ચકાસવાની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી અલ્પેશ વાઘેલાની શોધખોળ તેજ ઘટના બાદ ફરાર આરોપી અલ્પેશભાઈ બાબુભાઈ વાઘેલાને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. સગીરાની સુરક્ષા અને સમગ્ર ઘટનાનું સત્ય બહાર લાવવા માટે પોલીસ દ્વારા સઘન તપાસ ચાલી રહી છે, અને આરોપીની ધરપકડ બાદ વધુ વિગતો સામે આવશે.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં દારૂના ગુનામાં ઝડપાયેલા આરોપીની પાસા હેઠળ અટકાયત:વારંવાર ગુના આચરનારને વડોદરા મધ્યસ્થ જેલ હવાલે કરાયો
    Next Article
    મોરબી LCBએ ટંકારા-વાંકાનેર ચોરીનો ભેદ ઉકેલ્યો:₹ 4.39 લાખના મુદ્દામાલ સાથે વાંકાનેર બાઉન્ડ્રી પરથી બે રીઢા ચોર ઝપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment