Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી LCBએ ટંકારા-વાંકાનેર ચોરીનો ભેદ ઉકેલ્યો:₹ 4.39 લાખના મુદ્દામાલ સાથે વાંકાનેર બાઉન્ડ્રી પરથી બે રીઢા ચોર ઝપાયા

    15 hours ago

    મોરબી જિલ્લા LCB ટીમે ટંકારા અને વાંકાનેર વિસ્તારમાં બંધ મકાનોને નિશાન બનાવી થયેલી બે ઘરફોડ ચોરીના ગુનાઓનો સફળતાપૂર્વક પર્દાફાશ કર્યો છે. ઇન્ચાર્જ PI S.P. જાડેજાના માર્ગદર્શન હેઠળ PSI B.D. ભટ્ટ અને તેમની ટીમે વાંકાનેર બાઉન્ડ્રી પાસે વાહન ચેકિંગ દરમિયાન વડોદરા અને અમદાવાદના બે આરોપીઓને ₹4,39,000ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે. આરોપીઓ રાત્રિના સમયે મોબાઈલ ફોન રાખ્યા વિના અને નંબર પ્લેટ વગરના બાઈક પર આવી ચોરીને અંજામ આપતા હતા. વાંકાનેર અને ટંકારામાં સોના-ચાંદી દાગીનાની ચોરી ચોરીની પ્રથમ ઘટના વાંકાનેર નજીક જુના વઘાસીયા ગામે બની હતી, જ્યાં ફાતમાબેન ઉસ્માનભાઈ માણસિયાના બંધ મકાનમાંથી સોના-ચાંદીના દાગીના તથા રોકડ મળી કુલ ₹1,71,000ની મિલકત ચોરાઈ હતી, જે અંગે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. બીજી ઘટના ટંકારામાં ડેરી નાકા પાસે વિનોદભાઈ મૂળજીભાઈ ગોહેલના મકાનમાં ઘટી હતી, જ્યાંથી તસ્કરો ₹98,305ની મિલકત ચોરી ગયા હતા અને જે અંગે ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હતી. ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવી આરોપી ઝપાયા બંને ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા LCB ટીમ પ્રયત્નશીલ હતી. તપાસ દરમિયાન LCBના ઈશ્વરભાઈ કલોતરા, ભરતભાઈ જીલરીયા, શેખાભાઈ મોરી અને પ્રદિપસિંહ ઝાલા વાંકાનેર બાઉન્ડ્રી પાસે ચેકિંગમાં હતા, ત્યારે નંબર પ્લેટ વગરના બાઈક પર આરોપીઓ પસાર થવાના હોવાની ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી બાઈક પર આવેલા બે શખ્સોને રોકી પૂછપરછ કરતા તેમણે ગુનાની કબૂલાત કરી હતી. વડોદરા અને અમદાવાદના આરોપીઓ પાસેથી મુદ્દામાલ જપ્ત પોલીસે વડોદરાના દંતેશ્વર વિસ્તારમાં રહેતા જયસિંઘ ઉર્ફે રાણા શેરસિંઘ બાવરી (ઉં.વ. 22) અને અમદાવાદના બાવળા વિસ્તારમાં રહેતા અર્જુનસિંઘ હીરાસિંઘ પટવા (ઉં.વ. 19)ની ધરપકડ કરી છે. તેમની પાસેથી સોના-ચાંદીના દાગીના, સિક્કા, રોકડ રકમ અને બાઈક મળી કુલ ₹4,39,000નો મુદ્દામાલ કબ્જે કરાયો છે. આ પૈકી ટંકારા પોલીસ સ્ટેશનના ગુનાનો ₹1,03,000નો મુદ્દામાલ રિકવર કરી ટંકારા પોલીસને સોંપાયો છે, જ્યારે બંને આરોપીઓનો કબ્જો વાંકાનેર સિટી પોલીસને સોંપવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    જાફરાબાદમાં સગીરા પર દુષ્કર્મ બાદ ગર્ભપાત:આરોપી અલ્પેશ વાઘેલા વિરુદ્ધ પોક્સો દાખલ; જાફરાબાદ પોલીસે આરોપીને ઝડપવા કાર્યવાહી હાથ ધરી
    Next Article
    કમલીવાડાથી પાટણ નવી બસ સેવા શરૂ કરવા રજૂઆત:તાલુકા પંચાયત સભ્ય ફુલેશ દેસાઈએ બસ ડેપો મેનેજરને લેખિત આવેદનપત્ર આપ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment