Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આ સપ્તાહ કેવું રહેશે?:સિંહ, મકર અને મીન જાતકો માટે ગ્રહ સ્થિતિ શુભ રહેશે, કુંભ જાતકોએ કોઈ અન્ય લોકોના મામલે દખલ ન કરવી

    17 hours ago

    16 ઓગસ્ટ 2026 રવિવારથી 22 ઓગસ્ટ 2026 શનિવાર ​​​​​​સુધીના દિવસો તમારા માટે કેવા રહેશે એ અંગે જાણીતા જ્યોતિષાચાર્ય ડો. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબ… પોઝિટિવઃ આ સપ્તાહ સુખમય રહેશે. તમારા નજીકના વ્યક્તિની મદદ કરીને તમને સુખનો અનુભવ થશે. વિદ્યાર્થીઓને પણ પ્રતિયોગિતા સંબંધિત પરીક્ષામાં સફલાત મળવાના યોગ છે. પ્રોપર્ટી ખરીદીની યોગ્ય સંભાવના બની રહી છે. નેગેટિવઃ કોઈ બેદરકારીના કારણે વડીલો ગુસ્સો કરી શકે છે. આળસ અને સુસ્તીના કારણે તમારી કાર્યપ્રણાલીમાં મંદી આવી શકે છે. આ સમયે કોઈપણ પ્રકારની લેવડ-દેવડ અથવા ઉધારીનું કામ ન કરો. વ્યવસાયઃ વેપારમાં હાલ મન પ્રમાણે કામ થઈ શકશે નહીં. વર્તમાન પરિસ્થિતિઓને જોઈને ધૈર્ય અને સંયમ રાખવું યોગ્ય રહેશે. લવઃ જીવનસાથી સાથે થોડો મતભેદ રહેશે, જેની અસર તેમના સ્વાસ્થ્ય ઉપર પણ પડી શકે છે. સ્વાસ્થ્યઃ નસમાં તથા સાંધાઓમાં દુખાવો વગેરે જેવી સમસ્યાઓ અનુભવ થઈ શકે છે. વ્યાયામ અને યોગ કરો. શુભ કલરઃ ગુલાબી શુભ નંબરઃ 2 પોઝિટિવઃ પ્રોપર્ટીની ખરીદી-વેચાણ સંબંધિત ચાલી રહેલી કોઈ ડીલ આ સમયે ફાઇનલ થઈ શકે છે. માત્ર અન્ય લોકોની સલાહ લેવાની જગ્યાએ પોતાના નિર્ણયને જ સર્વોપરિ રાખો. ઘરની દેખરેખ સંબંધી વસ્તુઓ માટે ઓનલાઇન શોપિંગ પણ થશે. નેગેટિવઃ થોડાં એવા ખર્ચ પણ આવશે કે જેના ઉપર કામ કરવો મુશ્કેલ થશે. એટલે પોતાના બજેટ પ્રત્યે બેદરકારી ન કરો. ક્યારેક-ક્યારેક તમારો ગુસ્સો અને ઉતાવળ તમારા તથા તમારા પરિવાર માટે પરેશાની ઊભી કરી શકે છે. વ્યવસાયઃ વેપારના ક્ષેત્રમાં તમારા સ્પર્ધીઓની ગતિવિધિઓને ઇગ્નોર ન કરો. કોઈપણ પરેશાની આવવા પર શાંતિથી સમસ્યાનો ઉકેલ લાવવાની કોશિશ કરો. આ સમયે ઓફિસમાં નાની ભૂલ પણ તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. લવઃ પારિવારિક મામલે બહારના વ્યક્તિઓની દખલ ન થવા દો. નાની-મોટી નકારાત્મક વાતોને ઇગ્નોર કરવી જ યોગ્ય છે. સ્વાસ્થ્યઃ તણાવ તમારી પાચન પ્રણાલી પર પડશે. યોગની મદદ લેવી તથા હેલ્ધી ખાનપાન રાખવું. શુભ કલરઃ વાદળી શુભ નંબરઃ 5 પોઝિટિવઃ ગતિવિધિઓને યોગ્ય રીતે ચલાવવામાં તમારું ખાસ યોગદાન રહેશે. સાથે જ કોઈ ખાસ યોજનાને યોગ્ય રૂપ દેવામાં તમે સફળ પણ રહેશો. સંતાનના અભ્યાસ પ્રત્યે તન્મયતા જોઈને રાહત રહેશે. નેગેટિવઃ ભાવુકતામાં આવીને ઉતાવળમાં કોઈપણ નિર્ણય ન લેવો. સાસરિયા પક્ષ સાથે સંબંધ જાળવી રાખવામાં તમારી કોશિશ રહેશે. ફોન અને મિત્રોમાં જ વ્યસ્ત રહીને તમારો સમય ખરાબ ન કરો. વ્યવસાયઃ વ્યાવસાયિક સ્થળ પર કર્મચારીઓ વચ્ચે વિવાદ થઈ શકે છે. કોઈ ઇન્ક્વાયરી પણ બેસી શકે છે. લવઃ પતિ-પત્નીના સંબંધ મધુર રહેશે. પ્રેમ સંબંધોમાં અંતર જાળવી રાખો. તેના કારણે પરિવારમાં તણાવ ઊભો થઈ શકે છે. સ્વાસ્થ્યઃ માથાનો દુખાવો તથા માઇગ્રેન પરેશાન કરી શકે છે. પરેશાનીઓને શાંતિથી ઉકેલવાની કોશિશ કરો. શુભ કલરઃ લીલો શુભ નંબરઃ 8 પોઝિટિવઃ આ સપ્તાહ ગ્રહ સ્થિતિ અને ભાગ્ય તમારા પક્ષમાં છે, તમને તમારી મહેનત અને પરાક્રમના યોગ્ય પરિણામ પ્રાપ્ત થઈ શકે છે. છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓથી રાહત મળશે અને અટવાયેલાં કામ પણ ગતિ પકડશે. નેગેટિવઃ કોઈ મિત્ર કે સંબંધીની વ્યક્તિગત સમસ્યાને લઈને પરેશાન રહેશો. તેમને તેમના માર્ગદર્શન અને સલાહથી યોગ્ય સમાધાન પણ મળી શકે છે. પરંતુ વાતચીત કરતી સમયે શબ્દો ઉપર ખાસ ધ્યાન રાખવું. વ્યવસાયઃ કાર્યક્ષેત્રમાં પબ્લિક ડીલિંગ અને માર્કેટિંગ સંબંધિત કાર્યમાં વ્યસ્તતા રહી શકે છે. મોટાભાગના કામ ફોન દ્વારા જ સંપન્ન થઈ જશે. લવઃ ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે. પ્રેમ સંબંધો પણ સારા રહેશે. સ્વાસ્થ્યઃ બ્લડ પ્રેશર અને થાયરોઇડને લગતી તપાસ કરાવો. આ સમયે આ પ્રકારની કોઈ પરેશાની થવાની શક્યતા છે. શુભ કલરઃ કેસરી શુભ નંબરઃ 4 પોઝિટિવઃ સપ્તાહના બીજા પક્ષમાં ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. એટલે શરૂઆતમાં જ તમારા મહત્ત્વપૂર્ણ કામની રૂપરેખા બનાવી લો. પોઝિટિવ તથા સંતુલિત વિચાર દ્વારા યોજનાબદ્ધ રીતે કામ પૂર્ણ થઈ જશે. નેગેટિવઃ જો પારિવારિક અથવા વ્યક્તિગત કોઈ સમસ્યા ચાલી રહી છે તો તેનો ઉકેલ લાવવામાં ગુસ્સાની જગ્યાએ સમજદારીથી કામ લેવું. બાળકો ઉપર વધારે કંટ્રોલ કરવો નહીં. વડીલોનું માન-સન્માન જાળવી રાખવું. વ્યવસાયઃ વ્યવસાય સંબંધિત ગતિવિધિઓમાં પાર્ટીઓ સાથે પારદર્શિતા રાખવી જરૂરી છે. અનુભવી તથા વડીલોનો સહયોગ તમારા કાર્યક્ષેત્રમાં ઉન્નતિદાયક રહેશે. લવઃ લગ્ન સંબંધોમાં થોડો મનમુટાવ રહેશે. આ સમયે એકબીજાનો સહયોગ તથા તાલમેલ જાળવી રાખવું જરૂરી છે. સ્વાસ્થ્યઃ કોઈપણ પ્રકારનું જોખમ લેવાનું ટાળો તથા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન દાખવો. શુભ કલરઃ કેસરી શુભ નંબરઃ 1 પોઝિટિવઃ તમે તમારા સંતુલિત વ્યવહાર દ્વારા શુભ-અશુભ બંને પક્ષમાં યોગ્ય તાલમેલ જાળવી રાખશો. આવું કરવાથી તમારી કાર્ય ક્ષમતામાં સારું પરિણામ જોવા મળી શકે છે. કોઈ નજીકના મિત્રની સલાહ તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. નેગેટિવઃ યુવા વર્ગ ખાસ કરીને ધ્યાન રાખે કે કોઈપણ વિપરીત પરિસ્થિતિ બને તો પોતાના પર કંટ્રોલ રાખે. ક્યારેક-ક્યારેક મુદ્દા પર વધારે ચર્ચા-વિચારણા કરવાથી તમારા હાથમાંથી કોઈ મહત્ત્વપૂર્ણ સફળતા સરકી શકે છે. વ્યવસાયઃ વ્યવસાયિક ગતિવિધિઓ થોડી સામાન્ય રહેશે. તમારી યોજનાઓને પૂર્ણ રીતે શરૂ કરવામાં થોડી મુશ્કેલીઓ આવી શકે છે. આ સમય શાંતિપૂર્ણ પસાર થશે. લવઃ પારિવારિક સભ્યોનું ધ્યાન રાખવું પણ તમારી જરૂરિુયાત છે. થોડો સમય પરિવાર સાથે પસાર કરવાથી સુખ અનુભવ થશે. સ્વાસ્થ્યઃ સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન રાખો. વર્તમાન વાતાવરણથી તમને પોતાને બચાવો. શુભ કલરઃ કાળો શુભ નંબરઃ 6 પોઝિટિવઃ અનુભવી લોકોના સંપર્કમાં રહેવાથી તમને નવા-નવા અનુભવ મળશે. સંપત્તિ સંબંધિત વિવાદ કોઈની દખલથી ઉકેલાઈ શકે છે, એટલે કોશિશ કરતા રહો. થોડો સમય પ્રકૃતિ સાથે રહેવાથી તમને માનસિક સુકૂન પણ મળશે. નેગેટિવઃ તમારા ગુસ્સા અને આવેશ પર કાબુ રાખવો જરૂરી છે. યુવાઓને પોતાના કાર્યમાં વિઘ્ન આવે એવી શંકાઓ જાગશે. પંરતુ ચિંતા ન કરો અને ફરીથી પોતાની એનર્જીને એકઠી કરીને કામમાં લગાવો. વ્યવસાયઃ વ્યાવયાસિક ગતિવિધિઓ વ્યવસ્થિત રહેશે તથા બધા કામ યોજનાબદ્ધ પૂર્ણ થઈ જશે. નોકરિયાક લોકોને કોઈ મહત્ત્વપૂર્ણ અથોરિટી મળવાની શક્યતા છે. લવઃ થોડો સમય પારિવારિક સભ્યો સાથે વિચારો આદાન-પ્રદાનમાં પણ પસાર કરો. તેનાથી તમારો તાલમેલ યોગ્ય જળવાયેલો રહેશે. સ્વાસ્થ્યઃ ઉધરસ, તાવ અને ગળાને લગતી કોઈપણ પરેશાની બેદરકારી ન કરો. શુભ કલરઃ ઓફ વ્હાઇટ શુભ નંબરઃ 3 પોઝિટિવઃ આ સપ્તાહ કોઈ વ્યક્તિગત કાર્ય સંપન્ન થઈ જવાથી તમે તે ગતિવિધિઓમાં પણ ધ્યાન આપી શકશો જે ઘણાં સમયથી અધૂરી હતી. ઘરના વડીલોના આશીર્વાદ અને સ્નેહ તમારા માટે સંજીવનીનું કામ કરશે. નેગેટિવઃ કોઈપણ વાદ-વિવાદ જેવી સ્થિતિથી દૂર રહો. પોલીસ સંબંધિત કાર્યવાહી પણ થવાની શક્યતા છે. વારસા સંબંધિત કોઈ મામલો ચાલી રહ્યો છે તો ખૂબ જ સાવધાની જાળવવાની જરૂરિયાત છે. વ્યવસાયઃ કારોબારી ગતિવિધિઓ મન પ્રમાણે ચાલશે. સાથે જ કોઈ નવા કામને શરૂ કરવાને લગતી યોજનાઓ બનશે. નોકરિયાત લોકોને બોનસ કે ઉન્નતિના યોગ પણ બની રહ્યા છે. લવઃ પારિવારિક વાતાવરણ યોગ્ય તથા સુખમય રહેશે. વિપરિક લિંગના લોકો સાથે વ્યવહાર કરતી સમયે અંતર જાળવી રાખો. સ્વાસ્થ્યઃ સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. માનસિક તણાવથી દૂર રહેવું. તેના કારણે સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીઓ આવી શકે છે. શુભ કલરઃ લાલ શુભ નંબરઃ 9 પોઝિટિવઃ તમારી સંપર્ક સીમા વધશે. લોકપ્રિયતા પણ બની રહેશે. યુવાઓમાં દરેક કાર્ય કરવાની ઇચ્છા રહેશે. થોડાં રાજકારણ સાથે જોડાયેલાં લોકો સાથે લાભદાયી મુલાકાત પણ થશે. ઘરમાં ધાર્મિક કાર્ય સંપન્ન કરાવવા હેતુ યોજનાઓ બની શકે છે. નેગેટિવઃ કોઈ સાથે વિવાદની સ્થિતિ બની શકે છે. એકબીજા સાથે સંબંધોમાં અંતર જાળવી રાખો. પરિવાર સંબંધી ગતિવિધિઓમાં થોડાં વિઘ્ન આવી શકે છે. સમય આવવા પર પરિસ્થિતિ અનુકૂળ પણ થઈ જશે. વ્યવસાયઃ આ સમયે અનેેક ગતિવિધિઓમાં વ્યસ્ત રહેવાના કારણે વેપાર પર વધારે ધ્યાન આપી શકશો નહીં. માર્કેટિંગ સંબંધિત કાર્યોમાં યોગ્ય સફળતા પણ મળશે. લવઃ ઘરમાં તાલમેલ અને શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે. સ્વાસ્થ્યઃ સ્વાસ્થ્ય સારું રહેશે. યોગ વ્યાયામ વગેરે નિયમતિ રાખો. શુભ કલરઃ પીળો શુભ નંબરઃ 7 પોઝિટિવઃ આ સપ્તાહ ઉત્તમ ગ્રહ સ્થિતિ બનેલી છે. ફોન કોલ અથવા સંપર્ક સૂત્રોના માધ્યમથી કોઈ ખાસ જાણકારી પણ મળી શકે છે. કોઈપણ કાર્ય તથા મહેનતનું યોગ્ય પરિણામ પણ મળશે. વિદ્યાર્થીઓ તથા યુવા વર્ગનું શિક્ષા અને કરિયર સંબંધિત કાર્ય સંપન્ન થશે. નેગેટિવઃ કોઈપણ નવા કાર્ય તરફ પગલું આગળ વધારવાથી તેને લગતી યોગ્ય જાણકારી મળી શકે છે. કેમ કે કોઈ તમારી ગેરસમજનો ખોટો ફાયદો ઉઠાવી શકે છે. વિદ્યાર્થી અને યુવા વર્ગ મોજમસ્તીના ચક્કરમાં પોતાના કરિયર સાથે સમજોતો ન કરે. વ્યવસાયઃ વેપારમાં નવી સફળતા સામે આવશે. જો પાર્ટનરશિપ કરવાનું વિચારી રહ્યા છો તો તેના સંદર્ભે તમારે ચર્ચા-વિચારણા કરવાની જરૂરિયાત છે. નોકરિયાત લોકો પોતાના લક્ષ્યને પૂર્ણ કરવામાં સક્ષમ રહેશે. લવઃ ઘરની વ્યવસ્થા યોગ્ય રહેશે અને શાંતિપૂર્ણ વાતાવરણ ઘરના સભ્યોની ઊર્જાને વધારશે. સ્વાસ્થ્યઃ સર્વાઇકલ કે ખભાના દુખાવાથી પરેશાન રહેશો. આ સમયે કસરત અને યોગને પોતાની દિનચર્ચામાં સામેલ કરો. શુભ કલરઃ કેસર શુભ નંબરઃ 1 પોઝિટિવઃ તમારી કાર્યશૈલીમાં પરિવર્તન લાવવાથી તમે સારી રીતે તમારા કામને પૂર્ણ કરી શકશો. જો તમે પ્રોપર્ટીની ખરીદી-વેચાણ સંબંધિત કાર્ય કરવા જઈ રહ્યા છો તો સમય અનુકૂળ છે. નજીકના સંબંધીઓ સાથે ચાલી રહેલી ગેરસમજ દૂર થશે. નેગેટિવઃ અન્યના મામલે દખલ ન કરો, તેનો નકારાત્મક પ્રભાવ તમારા માન-સન્માન પર પડશે. જો કોઈ સરકારી મામલો અટવાયેલો છે તો તેને સંબંધિત કાર્ય સંપન્ન થવાની આશા નથી. એટલે શાંતિ જાળવી રાખવી જરૂરી છે. વ્યવસાયઃ વ્યવસાયિક કાર્ય મન પ્રમાણે સંપન્ન થતા જશે. આ સમયે રોકાણ તથા બેંકના કાર્ય જેવી ગતિવિધિઓમાં પસાર થશે. નોકરીમાં મનગમતો કાર્યભાર મળશે. લવઃ પારિવારિક વાતાવરણ વ્યવસ્થિત અને સુખમય જાળવી રાખવા માટે તમે તમારા વ્યસ્ત સમયમાંથી થોડો સમય પરિવાર માટે પણ કાઢશો. સ્વાસ્થ્યઃ એક્સીડન્ટ અથવા ઈજા થવાની સ્થિતિ બની શકે છે. થોડી સાવધાની જાળવી રાખવાની જરૂરિયાત છે. શુભ કલરઃ નેવી બ્લૂ શુભ નંબરઃ 9 પોઝિટિવઃ છેલ્લાં થોડા સમયથી અટવાયેલું કામ આ સપ્તાહ પૂર્ણ થઈ જશે, જેનાથી મનમાં સુકૂન મળી શકશે. પોઝિટિવ પ્રવૃત્તિના લોકો સાથે મેલજોલ વધશે. આ સંપર્ક તમારા માટે ફાયદાકારક પણ સાબિત થઈ શકે છે. વિદ્યાર્થી પોતાના કોઈ પ્રોજેક્ટને લઈને સફળ રહેશે. નેગેટિવઃ આ સમયે કોઈપણ પ્રકારની યાત્રા કરવું સમય અને રૂપિયાની બદબાદી જ રહેશે. પર્સનલ લાઈફ સાથે સંબંધિત કોઈપણ પ્રકારનું રિસ્ક લેવાનું ટાળવું. મનમાં થોડા નકારાત્મક વિચાર ઉઠી શકે છે. તમે તમારા લક્ષ્ય પ્રત્યે એકાગ્ર રહો. વ્યવસાયઃ તમારો મોટાભાગનો સમય બહારની ગતિવિધિઓમાં તથા માર્કેટિંગ સંબંધિત કાર્યોમાં પસાર થશે અને તેનાથી તમને લાભદાયક કરાર પણ પ્રાપ્ત થશે. લવઃ તમારા મનમોજી સ્વભાવમાં ગંભીરતા લાવો. પરિવાર પ્રત્યે તમારી જવાબદારીને સમજો. સ્વાસ્થ્યઃ સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂરિયાત નથી. શુભ કલરઃ પીળો શુભ નંબરઃ 5
    Click here to Read More
    Previous Article
    શું કોલેસ્ટ્રોલ ખરેખર આપણો દુશ્મન છે?:ડૉક્ટર પાસેથી સમજો ગુડ-બેડ કોલેસ્ટ્રોલનું વિજ્ઞાન, જાણો ક્યારે હાર્ટ એટેક અને સ્ટ્રોકનું કારણ બની શકે
    Next Article
    મહિલાઓ શિવલિંગને સ્પર્શી શકે?:શિવલિંગ પર ચઢાવેલો પ્રસાદ ખાવાય? જાણો શિવપુરાણ અનુસાર તમામ પ્રશ્નોના જવાબ

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment