Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શું કોલેસ્ટ્રોલ ખરેખર આપણો દુશ્મન છે?:ડૉક્ટર પાસેથી સમજો ગુડ-બેડ કોલેસ્ટ્રોલનું વિજ્ઞાન, જાણો ક્યારે હાર્ટ એટેક અને સ્ટ્રોકનું કારણ બની શકે

    1 day ago

    કોલેસ્ટ્રોલનું નામ સાંભળતા જ ઘણીવાર મનમાં એક જ વાત આવે છે કે, તે શરીર માટે નુકસાનકારક છે. પરંતુ વાર્તા એટલી સીધી નથી. કોલેસ્ટ્રોલ આપણા કોષો, હોર્મોન્સ અને વિટામિન D ના નિર્માણ માટે જરૂરી છે. મુશ્કેલી ત્યારે શરૂ થાય છે, જ્યારે શરીરમાં તેનું સંતુલન બગડે છે અને ખાસ કરીને LDL એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલ વધવા લાગે છે. સૌથી મોટી મુશ્કેલી એ છે કે હાઈ કોલેસ્ટ્રોલ ઘણીવાર ચૂપચાપ વધતું રહે છે. ન કોઈ દુખાવો થાય છે, ન કોઈ ખાસ લક્ષણ દેખાય છે. ઘણીવાર પ્રથમ ચેતવણી હાર્ટ એટેક અથવા સ્ટ્રોકના રૂપમાં સામે આવે છે. ‘ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ’ (ICMR) ના તાજેતરના અભ્યાસ મુજબ, દેશના 87.3% પુખ્ત વયના લોકોમાં લિપિડ પ્રોફાઇલમાં કોઈને કોઈ ગડબડ જોવા મળી. આમાંથી લગભગ 35.5 કરોડ લોકો એવા છે, જેમને ન તો ડાયાબિટીસ છે, ન હાઈ બ્લડ પ્રેશર અને ન તો સ્થૂળતા. આવી સ્થિતિમાં, એ સમજવું જરૂરી છે કે, કોલેસ્ટ્રોલ શું છે અને તેના વધવાનો અર્થ શું છે. તેથી આજે ‘કામના સમાચાર’માં કોલેસ્ટ્રોલ પર વિસ્તૃત ચર્ચા કરીશું. સાથે જ જાણીશું કે- નિષ્ણાત- ડૉ. અમિત સિંહ, કન્સલ્ટન્ટ, કાર્ડિયોલોજી, કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલ, મુંબઈ પ્રશ્ન- કોલેસ્ટ્રોલ શું છે? જવાબ- કોલેસ્ટ્રોલ એક ફૅટી સબસ્ટન્સ છે, જે મીણ જેવું હોય છે. તે શરીરના દરેક કોષમાં જોવા મળે છે. તે હોર્મોન્સ, વિટામિન D અને પિત્ત એસિડ (ખોરાક પચાવનાર એસિડ) ના ઉત્પાદન માટે જરૂરી છે. પ્રશ્ન- ગુડ કોલેસ્ટ્રોલ અને બેડ કોલેસ્ટ્રોલ વચ્ચે શું ફરક છે? જવાબ- કોલેસ્ટ્રોલ ચરબી છે. તે લોહીમાં એકલું ફરી શકતું નથી. તેથી, તે પ્રોટીન સાથે મળીને 'લિપોપ્રોટીન' બનાવે છે. આ સ્વરૂપમાં તે આખા શરીરમાં પહોંચે છે. લિપોપ્રોટીન મુખ્યત્વે બે પ્રકારના હોય છે- 1. LDL (લો-ડેન્સિટી લિપોપ્રોટીન) 2. HDL (હાઈ-ડેન્સિટી લિપોપ્રોટીન) ગ્રાફિકમાં ગુડ અને બેડ કોલેસ્ટ્રોલનો તફાવત જોઈએ- પ્રશ્ન- શરીરમાં કોલેસ્ટ્રોલ ક્યાંથી આવે છે? જવાબ- તેના બે મુખ્ય સ્ત્રોત છે- પ્રશ્ન- શું કોલેસ્ટ્રોલ શરીરનો દુશ્મન છે? જવાબ- ના, સત્ય તેનાથી વિપરીત છે. સમસ્યા કોલેસ્ટ્રોલથી નહીં, પરંતુ તેના સંતુલન બગડવાથી થાય છે. જ્યારે બ્લડમાં બેડ કોલેસ્ટ્રોલ જરૂરિયાત કરતાં વધી જાય છે, ત્યારે તે ધમનીઓમાં જમા થવા લાગે છે. તેનાથી હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ વધી જાય છે. પ્રશ્ન- કોલેસ્ટ્રોલ શરીરમાં કયા જરૂરી કાર્યો કરે છે? જવાબ- સંતુલિત માત્રામાં કોલેસ્ટ્રોલ શરીરના ઘણા જરૂરી કાર્યોમાં મદદ કરે છે. ગ્રાફિકમાં તેના બધા કાર્યો જોઈએ- પ્રશ્ન- કોલેસ્ટ્રોલ કેવી રીતે ચેક કરવામાં આવે છે? જવાબ- તેનો ખ્યાલ મેળવવા માટે 'લિપિડ પ્રોફાઇલ' બ્લડ ટેસ્ટ કરવામાં આવે છે. ટેસ્ટમાં બ્લડના 4 મુખ્ય ઘટકો માપવામાં આવે છે- પ્રશ્ન- લિપિડ પ્રોફાઇલની સામાન્ય રેન્જ શું છે? જવાબ- કાર્ડિયોલોજિસ્ટ ડો. અમિત સિંહના મતે, પુખ્ત વયના લોકોમાં લિપિડ પ્રોફાઇલની સામાન્ય રેન્જ સામાન્ય રીતે આ પ્રમાણે છે- કુલ કોલેસ્ટ્રોલ: 200 mg/dL (મિલિગ્રામ પ્રતિ ડેસિલિટર)થી ઓછું. LDL (ખરાબ કોલેસ્ટ્રોલ): 100 mg/dLથી ઓછું. HDL (સારું કોલેસ્ટ્રોલ): 40-80 (પુરુષો), 50-80 (મહિલાઓ) ટ્રાઇગ્લિસરાઇડ્સ: 150 mg/dLથી ઓછું. પ્રશ્ન- કોલેસ્ટ્રોલ ક્યારે જોખમી બની જાય છે? જવાબ- જ્યારે લોહીમાં કોલેસ્ટ્રોલનું સ્તર લાંબા સમય સુધી સામાન્ય કરતાં વધુ રહે છે, ત્યારે તે સ્વાસ્થ્ય માટે જોખમી બની જાય છે. શરૂઆતમાં તેના કોઈ લક્ષણો દેખાતા નથી. પરંતુ ધીમે ધીમે ધમનીઓને નુકસાન થાય છે અને હાર્ટ એટેક અથવા સ્ટ્રોકનું જોખમ વધી જાય છે. પ્રશ્ન- આપણી કઈ આદતો હાઈ કોલેસ્ટ્રોલનું જોખમ વધારે છે? જવાબ- રોજિંદા જીવનની ઘણી ખરાબ આદતો બેડ કોલેસ્ટ્રોલ વધારી શકે છે. જેમ કે- પ્રશ્ન- કયા ખોરાક બેડ કોલેસ્ટ્રોલ વધારે છે? જવાબ- સેચ્યુરેટેડ અને ટ્રાન્સ ફેટવાળા ખોરાક લોહીમાં બેડ કોલેસ્ટ્રોલ વધારે છે. સંપૂર્ણ યાદી ગ્રાફિકમાં જોઈએ- પ્રશ્ન- શું ખાવાથી સારું કોલેસ્ટ્રોલ વધે છે? જવાબ- હા, હેલ્ધી ફેટ અને ફાઈબરથી ભરપૂર વસ્તુઓ ખાવાથી ગુડ કોલેસ્ટ્રોલ વધારવામાં મદદ મળી શકે છે. તેની યાદી ગ્રાફિકમાં જોઈએ- પ્રશ્ન- કોલેસ્ટ્રોલ સાથે સંકળાયેલા સામાન્ય મિથ્સ અને તેની સચ્ચાઈ શું છે? જવાબ- કોલેસ્ટ્રોલને લઈને ઘણી ખોટી માન્યતાઓ છે. આના કારણે ઘણીવાર લોકો સમયસર તપાસ કરાવતા નથી અથવા જીવનશૈલીમાં જરૂરી ફેરફારો કરતા નથી. કોલેસ્ટ્રોલ સાથે સંકળાયેલા સામાન્ય મિથ્સ અને તેની સચ્ચાઈ જોઈએ- પ્રશ્ન- જો કોલેસ્ટ્રોલ વધી જાય તો શું કરવું? જવાબ- સૌ પ્રથમ ડૉક્ટરની સલાહ લો અને તેમને લિપિડ પ્રોફાઇલનો રિપોર્ટ બતાવો. સાથે જ ખાનપાન અને લાઇફસ્ટાઇલમાં જરૂરી ફેરફારો કરો. જો આ ફેરફારોથી કોલેસ્ટ્રોલ નિયંત્રિત ન થાય, તો ડૉક્ટર ‘સ્ટેટિન’ જેવી દવાઓ આપી શકે છે. આ દવાઓ હંમેશા ડોક્ટરની સલાહ પર જ લેવી જોઈએ. પ્રશ્ન- સ્ટેટિન ડ્રગ શું હોય છે? જવાબ- આ એવી દવાઓ છે, જે લિવરમાં કોલેસ્ટ્રોલ બનવાની પ્રક્રિયાને ઓછી કરે છે. તેનાથી બ્લડમાં ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં અને હાર્ટ એટેક તથા સ્ટ્રોકનું જોખમ ઓછું કરવામાં મદદ મળે છે. તેમને ડોક્ટરની સલાહ પર જ લેવા જોઈએ. પ્રશ્ન- શું સ્ટેટિન વિના પણ કોલેસ્ટ્રોલ કંટ્રોલ થઈ શકે છે? જવાબ- હા, કેટલાક લોકોમાં હેલ્ધી ડાયટ, નિયમિત કસરત અને વજન નિયંત્રણથી કોલેસ્ટ્રોલ ઓછું થઈ શકે છે. પ્રશ્ન- આ માટે જીવનશૈલીમાં કયા ફેરફારો જરૂરી છે? જવાબ- તેને પોઈન્ટર્સથી સમજીએ-
    Click here to Read More
    Previous Article
    સામાન્ય મહિલાઓના અસાધારણ સાહસની વાર્તા:'છૂ લો આસમાન'માં મહિલા સશક્તિકરણનું વાસ્તવિક ચિત્ર; જીવન જીવવાનો નવો દૃષ્ટિકોણ આપશે
    Next Article
    આ સપ્તાહ કેવું રહેશે?:સિંહ, મકર અને મીન જાતકો માટે ગ્રહ સ્થિતિ શુભ રહેશે, કુંભ જાતકોએ કોઈ અન્ય લોકોના મામલે દખલ ન કરવી

    Related લાઈફ સ્ટાઈલ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment