Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો અમેરિકા-કેનેડા પ્રવાસ:ઉદ્યોગપતિઓ અને રોકાણકારોને વાઈબ્રન્ટ સમિટમાં રોકાણ માટે આમંત્રિત કરશે

    2 days ago

    ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 17થી 24 ઓગસ્ટ દરમિયાન અમેરિકા અને કેનેડાના પ્રવાસે જશે. તેઓ આવતીકાલે, 16 ઓગસ્ટની વહેલી સવારે 4:40 કલાકે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી અમેરિકા જવા રવાના થશે.મુખ્યમંત્રી દુબઈ થઈને અમેરિકાના કેલિફોર્નિયા પહોંચશે. આ પ્રવાસ દરમિયાન તેઓ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત વિદેશી ઉદ્યોગકારો અને રોકાણકારોને ગુજરાતમાં રોકાણ માટે આમંત્રણ આપશે. ગુજરાતમાં ઉદ્યોગો અને રોકાણ વધારવા માટેના વિવિધ અવસર અંગે વિદેશી ઉદ્યોગજગત સાથે ચર્ચા કરવામાં આવશે. મુખ્યમંત્રીનો ચાર્જ કોને સોંપાશે? મુખ્યમંત્રીના વિદેશ પ્રવાસ દરમિયાન તેમનો ચાર્જ અન્ય કોઈને સોંપવામાં આવશે નહીં. સરકારના સૂત્રોના જણાવ્યા મુજબ, આ સત્તાવાર સરકારી પ્રવાસ હોવાથી મુખ્યમંત્રીનો ચાર્જ સોંપવાની જરૂરિયાત રહેશે નહીં. જોકે, મુખ્યમંત્રી હસ્તકના કેટલાક વિભાગોનો વહીવટી ચાર્જ અન્ય મંત્રીને સોંપવામાં આવી શકે છે. મુખ્યમંત્રીનો બંધારણીય ચાર્જ કોઈને સોંપવા માટે ચોક્કસ બંધારણીય પ્રક્રિયા જરૂરી હોય છે અને ઇન્ચાર્જ મુખ્યમંત્રીને શપથ લેવડાવવાની પ્રક્રિયા પણ કરવી પડે છે. આથી મુખ્યમંત્રીના અમેરિકા-કેનેડા પ્રવાસ દરમિયાન તેઓ મુખ્યમંત્રી તરીકેની બંધારણીય જવાબદારીઓ ચાલુ રાખશે અને તેમની ગેરહાજરીમાં જરૂરી વહીવટી કામગીરી માટે સંબંધિત વિભાગોનો ચાર્જ સોંપવાની વ્યવસ્થા કરવામાં આવી શકે છે.
    Click here to Read More
    Previous Article
    યુવતી પર ટ્રકના આગળ-પાછળના વ્હિલ ફરી વળ્યા, શોકિંગ CCTV:વડોદરામાં ચાલીને જઈ રહેલી યુવતી અકસ્માતનો ભોગ બની, ચાલકની અટકાયત
    Next Article
    સોમનાથમાં આખલા યુદ્ધથી અફરાતફરી:હમીરજી સર્કલ પર 10 મિનિટ દોડધામ; યાત્રિકોમાં ભાગદોડ, જાનહાનિ ટળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment