Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાપીમાં 10 વિકાસકાર્યોને મંજૂરી: ફાયર સ્ટેશન, વાલ્વ અને ઓવરબ્રિજને લીલીઝંડી:દિવાળી પહેલાં રસ્તાના ખાડા પૂરવા સૂચના, સરદાર પટેલનું નવું સ્ટેચ્યુ મુકાશે

    1 day ago

    વાપી મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં શહેરના વિકાસ અને નાગરિકોની સુવિધાઓને લગતા 10 મહત્વપૂર્ણ મુદ્દાઓ પર નિર્ણય લેવામાં આવ્યા હતા. સમિતિના અધ્યક્ષ સતીશ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં પાણી પુરવઠો સુધારવા 500 મિ.મી.નો નવો વાલ્વ સ્થાપિત કરવા, પૂર્વ વિસ્તારમાં ફાયર સ્ટેશન માટે જમીન ફાળવણીની દરખાસ્ત કરવા, બે કોમ્યુનિટી હોલ માટે જમીન મેળવવા તેમજ દમણગંગા નદી પર ચંડોરગામથી મોહનગામને જોડતા ઓવરબ્રિજના કામને મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત ચોમાસામાં ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓનું પેચવર્ક દિવાળી પહેલાં પૂર્ણ કરવા સૂચના અપાઈ હતી. બેઠકમાં ડુંગરા ફિલ્ટર પ્લાન્ટથી નુતનનગર સુધી પાણી પહોંચાડવા જીઆઈડીસી કચેરી નજીક મામુ ચા પાસે 500 મિ.મી. વ્યાસનો વાલ્વ સ્થાપિત કરવાના કામને મંજૂરી અપાઈ હતી. જાહેર કાર્યક્રમોમાં શૌચાલયની સુવિધા મળી રહે તે માટે બે આધુનિક મોબાઇલ ટોઇલેટ બ્લોક ખરીદવા અને રખડતાં પશુઓને પકડવાની કામગીરી વધુ અસરકારક બનાવવા નવું કેટલ કેચિંગ કેજ ખરીદવાનો પણ નિર્ણય લેવાયો હતો. વાપીના પૂર્વ વિસ્તારમાં ઔદ્યોગિક એકમોની સંખ્યા વધુ હોવા છતાં ફાયર સ્ટેશનની સુવિધા ઉપલબ્ધ ન હોવાથી કરવડમાં આવેલી જમીન પૈકી 3,000 ચો.મી. જમીન ફાળવવા સરકારમાં દરખાસ્ત કરાશે. પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં કોમ્યુનિટી હોલ બનાવવા માટે વટાર ખાતે 4,707 ચો.મી. અને કરવડ ખાતે 2,500 ચો.મી. જમીન ફાળવવાની દરખાસ્ત પણ કરવામાં આવશે. વાપી અને ઉમરગામ તાલુકા વચ્ચેની કનેક્ટિવિટી મજબૂત કરવા દમણગંગા નદી પર ચંડોરગામથી મોહનગામને જોડતા ઓવરબ્રિજના કામને મંજૂરી આપી જરૂરી સરકારી મંજૂરી મેળવવાની કાર્યવાહી હાથ ધરાશે. શહેરમાં સફાઈ વ્યવસ્થાનું નિયમિત મોનિટરિંગ કરવા પાંચ નવા સબ-સેનિટરી ઇન્સ્પેક્ટરની નિમણૂક કરવાનો નિર્ણય લેવાયો હતો. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને સ્વિમિંગ પૂલની નવી એજન્સી નિયુક્ત ન થાય ત્યાં સુધી બંને સુવિધાઓનું સંચાલન મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે. ચોમાસા બાદ રસ્તાઓ પર પડેલા ખાડા અને તૂટેલા માર્ગોનું ડામરથી પેચવર્ક તાત્કાલિક શરૂ કરી દિવાળી પહેલાં પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી હતી. બીજી તરફ, બજાર રોડ પર આવેલા સરદાર સર્કલનો પુનર્વિકાસ કરી હાલની જગ્યાએ નવું સર્કલ અને સરદાર વલ્લભભાઈ પટેલનું નવું સ્ટેચ્યુ સ્થાપિત કરવાના કામને પણ મંજૂરી અપાઈ હતી. બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર એન.એફ. ચૌધરી, નાયબ મ્યુનિસિપલ કમિશનર વિશાલ પટેલ અને કિરણસિંહ રાણા, સિટી ઇજનેર જતીન પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં શહેરના પાયાના માળખા અને નાગરિક સુવિધાઓને વધુ સુદૃઢ બનાવવા વિવિધ વિકાસકાર્યોને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:રંગસુજલમ સોસાયટીમાં કુષ્માંડા દેવીની પૂજા કરાઈ, નવરાત્રીના ચોથા દિવસે ભક્તિમય માહોલમાં સભ્યોએ ભાગ લીધો
    Next Article
    બ્લૂ ડ્રમ અને પિંક પ્રેમની દર્દનાક દાસ્તાન:મુસ્કાન-સાહિલને ફાંસી, પત્નીના હાથે 785 પતિની હત્યા બાદ પુરુષોમાં ફફડાટ, ભારતની લગ્ન વ્યવસ્થામાં ખૂની ખેલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment