Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં પતિએ ગળું પકડીને પત્નીને ઢોર માર માર્યો, CCTV:પરિણીતાએ કહ્યું-મારા પતિનું દીકરીની ટ્યુશન શિક્ષિકા સાથે અફેર, વિરોધ કર્યો તો મારી સાથે મારઝૂડ કરી

    10 hours ago

    રાજકોટ શહેરમાં પતિ, પત્ની ઔર વોનો કિસ્સો સામે આવ્યો છે. પતિ શિક્ષિકાના પ્રેમમાં પડતા પત્નીએ વિરોધ નોંધાવ્યો હતો. જેને કારણે પતિએ તેને માર માર્યો હતો. આ માર મારવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. આ વીડિયોમાં દેખાતી પરિણીતા સીસીટીવી વાઇરલ કરી આજે મીડિયા સમક્ષ આવી ન્યાયની માંગ કરી રહી છે. આ અંગે અગાઉ પણ અરજી કરવામાં આવી હતી. ત્યાર બાદ સમાધાન કરી લીધું હતું અને ફરી પતિ શિક્ષિકા સાથે જ ફરતો હોવાથી વિરોધ નોંધાવતા શનિવારે એક કારખાનામાં પતિએ માર માર્યો હતો. પતિ દ્વારા પત્નીને માર મારવાની ત્રણ તસવીર મારો પતિ વિડીયો ડિલિટ કરવા ત્રણ વર્ષ જેલમાં પૂરવાની ધમકી આપે છે: પરિણીતા આ અંગે પરિણીતાએ જણાવ્યું હતું કે, તેમના દ્વારા એક વિડીયો વાઇરલ કરવામાં આવ્યો છે. જેમાં તેને પતિ દ્વારા માર મારવામાં આવી રહ્યો છે. આ પછી તેઓ સારવાર લેવા માટે હોસ્પિટલ ગયા હતા. પતિ દ્વારા માર મારવામાં આવતો તેના વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ કરતા હવે મારો પતિ ધમકી આપી રહ્યો છે કે આ વિડીયો ડીલીટ કરી નાખ નહીં તો તારા વિરુધ્ધ કાર્યવાહી કરી 3 વર્ષ સુધી જેલમાં પુરાવી દઈશ. પરિણીતાએ વધુમાં જણાવ્યું હતું કે, ચાર વર્ષ પહેલા મારી દીકરી ધોરણ 12માં અભ્યાસ કરતી હતી. આ સમયે પર્સનલ ટ્યુશન રાખ્યા હતા. જેમાં શિક્ષિકા મારી દીકરીને ભણાવવા આવતી હતી. મને આ શિક્ષિકા આન્ટી અને મારા પતિને અંકલ કહેતી હતી. કોઈ વાર મોડું થાય તો એવું પણ કહેતી કે આન્ટી અંકલને કહો મને ઘરે મૂકી જાય. આ સમયે મને ખબર ન હતી કે તેની વચ્ચે અફેર છે. આ પછી જ્યારે મને અફેરની જાણ થઇ ત્યારે મેં મહિલા પોલીસમાં ફરિયાદ પણ કરી હતી. આ સમયે તેઓ બન્ને ભાઈ બહેન છે કહી સમાધાન કરાવ્યું હતું. જો કે ત્યાર બાદ પણ બન્ને વચ્ચે અફેર ચાલુ રહેતા ગત સપ્તાહ દરમિયાન 80 ફૂટ રોડ પર મને એક કારખાના મારી હતો. મારા પિતાનું નવ મહિના પહેલા અવસાન થયું છે અને બે ભાઈ છે તેઓ મારા પતિ સામે લડી શકે તેમ નથી. તેઓ પણ મને એવું કહે છે અમે હવે થાકી ગયા છીએ. મારા પતિના ઘરના પણ કોઈ મને સાથ આપતા નથી. તે બધા લોકો પણ મારા પતિને જ સપોર્ટ કરી રહ્યા છે અને આવુ ચાલ્યા રાખે તેમ કહી મારી વાત ઉડાવી દે છે. જો કે હાલમાં આ મામલે મહિલાએ કોઈ પોલીસ ફરિયાદ નોંધાવી નથી. પરંતુ પતિ દ્વારા માર મારવામાં આવતા હોવાનો વિડીયો વાયરલ કરી પતિ સામે આક્ષેપ કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    અખિલેશે કહ્યું- પ્રધાનને હટાવીને પ્રધાનમંત્રીને બચાવી લીધા:કોંગ્રેસના સવાલ- વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ, પેલેટ ગનના આદેશ કોણે આપ્યા?; સરકાર જવાબ આપે
    Next Article
    30 જુલાઈથી વધુ એક વરસાદનો રાઉન્ડ, છોટાઉદેપુર-નર્મદામાં રેડ એલર્ટ:આજે 15 તાલુકામાં સામાન્ય ઝાપટા, અમદાવાદમાં વરસાદનો વિરામ, સિઝનનો 55.17% વરસાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment