Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    30 જુલાઈથી વધુ એક વરસાદનો રાઉન્ડ, છોટાઉદેપુર-નર્મદામાં રેડ એલર્ટ:આજે 15 તાલુકામાં સામાન્ય ઝાપટા, અમદાવાદમાં વરસાદનો વિરામ, સિઝનનો 55.17% વરસાદ

    17 hours ago

    રાજ્યમાં આજે સવારના 6 વાગ્યા સુધીમાં સિઝનનો કુલ સરેરાશ વરસાદ 501.47 મિમી (19.74 ઇંચ) નોંધાયો છે, જે મોસમના સરેરાશ વરસાદના 55.17% જેટલો થાય છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 27 જિલ્લાના 155 તાલુકામાં સરેરાશ 08.16 મિમી વરસાદ પડ્યો છે. સૌથી વધુ વરસાદ છોટાઉદેપુરના જેતપુર પાવીમાં 2.68 ઇંચ, દાહોદના લીમખેડામાં 2.09 ઇંચ અને મહીસાગરના સંતરામપુરમાં 1.93 ઇંચ નોંધાયો છે. રાજ્યમાં વરસાદનું જોર ઘટતા સવારથી માત્ર 15 જેટલા તાલુકામાં 1 મિમીથી લઇને અડધા ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. અમદાવાદમાં વરસાદે વિરામ લેતા તડકો નીકળ્યો છે. હાલમાં રાજ્ય પર એકસાથે ચાર સિસ્ટમ સક્રિય હોવાથી આજે પંચમહાલ-દાહોદ સહિત ચાર જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જારી કરાયું. જ્યારે આવતીકાલે એટલે કે, 29 જુલાઈના રોજ રાજ્યમાં કોઈ ભારે વરસાદની આગાહી નથી. 30 જુલાઈ રાજ્યમાં ફરી ભારે વરસાદનો રાઉન્ડ શરૂ થશે. જળાશયો અને ડેમોની પરિસ્થિતિ રાજ્યના મુખ્ય જળાશયોની વાત કરીએ તો સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલ 2,31,504 mcft પાણીનો સંગ્રહ છે, જે તેની કુલ ક્ષમતાના 69.30% જેટલો છે. તે સિવાયના રાજ્યના અન્ય 206 જળાશયોમાં કુલ સંગ્રહ ક્ષમતાના 45.71% પાણી ઉપલબ્ધ છે. રાજ્યના 13 ડેમ 100% ભરાઈ ગયા છે, જ્યારે 26 ડેમ 70%થી 100% વચ્ચે ભરાયેલા છે. સુરક્ષાના ભાગરૂપે 20 ડેમ માટે હાઈ એલર્ટ, 06 ડેમ માટે એલર્ટ અને 13 ડેમ માટે વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. રાજ્યમાં હજુ 17 NDRFની ટીમો અને 33 SDRFની પ્લાટુન્સ તૈનાત વરસાદી પૂર અને વિપરીત પરિસ્થિતિને પહોંચી વળવા માટે સમગ્ર રાજ્યમાંથી અત્યાર સુધીમાં કુલ 53,525 લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે અને 9,650 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. સ્થળાંતર અને રેસ્ક્યૂ કામગીરીમાં વલસાડ, નવસારી અને સુરત જિલ્લા સૌથી વધુ અસરગ્રસ્ત રહ્યા છે. આપત્તિ વ્યવસ્થાપન માટે રાજ્યમાં 17 NDRFની ટીમો અને 33 SDRFની પ્લાટુન્સ તૈનાત કરવામાં આવી છે. 11 સ્ટેટ હાઈવે સહિત 164 રસ્તાઓ બંધ વરસાદના કારણે વાહનવ્યવહાર પર પણ અસર પડી છે, જેમાં હાલ કુલ 164 રસ્તાઓ બંધ છે. બંધ રસ્તાઓમાં 11 સ્ટેટ હાઈવે, 18 અન્ય માર્ગો, 133 પંચાયત હસ્તકના રસ્તાઓ અને 1 નેશનલ હાઈવેનો સમાવેશ થાય છે. એસ.ટી. નિગમ (GSRTC) ની 595 ટ્રીપ અને 135 રૂટ રદ કરવામાં આવ્યા છે. બીજી તરફ વીજ ક્ષેત્રે રાહતની વાત એ છે કે અસરગ્રસ્ત તમામ 4,616 ગામડાઓમાં વીજ પુરવઠો પૂર્વવત કરી દેવામાં આવ્યો છે. સોયાબીનનું સૌથી વધુ વાવેતર ચોમાસાની સાથે રાજ્યમાં ખરીફ પાકોનું વાવેતર પણ ઝડપથી આગળ વધી રહ્યું છે. 27 જુલાઈ 2026 ની સ્થિતિએ રાજ્યના સામાન્ય વાવેતર વિસ્તાર સામે કુલ 59,26,195 હેક્ટરમાં એટલે કે 69.47% વાવેતર પૂર્ણ થઈ ગયું છે. જેમાંથી મુખ્યત્વે કપાસનું વાવેતર 83.95%, મગફળીનું વાવેતર 91.41% અને સોયાબીનનું વાવેતર 99.24% ક્ષેત્રફળમાં પૂરું થયું છે. નાદરવા ગામે ખેતરમાં વીજળી પડતાં વૃદ્ધાનું મોત, બે ગંભીર પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના નાદરવા ગામે 27 જુલાઈના બપોરે ડાંગરની રોપણી કરતી વખતે અચાનક વીજળી પડતાં એક જ પરિવારની ત્રણ મહિલા તેની લપેટમાં આવી ગઈ હતી. આ હોનારતમાં 65 વર્ષીય સંતોકબેન બામણીયાનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે મહિલા ગંભીર રીતે દાઝી જતાં તેમને સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. એક જ પરિવારની મહિલાઓ સાથે બનેલી આ દુર્ઘટનાથી સમગ્ર નાદરવા ગામમાં ભારે શોકની કાલિમા છવાઈ ગઈ છે. 27 જુલાઈના વરસાદની પળેપળની અપડેટ દરિયાપુરના ડગરવાડમાં જર્જરીત મકાન ધરાશાયી, વૃદ્ધાનું મોત અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલ ડગરવાડના મન્સૂરી મોહલ્લામાં 27 જુલાઈની મોડીરાત્રે ભારે વરસાદના કારણે એક જર્જરીત મકાન ધરાશાયી થયું હતું. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમે સ્થળ પર પહોંચી કાટમાળ નીચે દબાયેલા બે લોકોને બહાર કાઢ્યા હતા. આ દુર્ઘટનામાં એક વૃદ્ધ મહિલાનું કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતાં તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. પીપળી- વટામણ હાઇવે બંધ, સુરતસ જતાં વાહનો માટે ડાઈવર્ઝન અમદાવાદ જિલ્લાના પીપળી- વટામણ હાઇવે પર પીપળી ગામ નજીક વરસાદી નાળું તૂટી ગયું હોવાથી હાઈવે બંધ કરવામાં આવ્યો છે. વાહનચાલકોને વૈકલ્પિક માર્ગ તરીકે ધોલેરા એક્સપ્રેસવે અને ધંધુકા હાઇવેનો ઉપયોગ કરવા જણાવવામાં આવ્યું છે. સુરત તરફ જતા અને વટામણથી પીપળી આવતા વાહનચાલકોએ ધોલેરા એક્સપ્રેસવેનો ઉપયોગ કરવા તેમજ વટામણથી ધંધુકા જતા વાહનચાલકોએ ધોલેરા થઈને ધંધુકા તરફ જવાનું રહેશે. 30 જુલાઈથી વરસાદનો વધુ એક રાઉન્ડ આવશે, 31 જુલાઈએ ‘રેડ એલર્ટ’ હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ.કે. દાસના જણાવ્યા અનુસાર, આજે (28 જુલાઈ) પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર અને નર્મદામાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે આવતીકાલે એટલે કે, 29 જુલાઈના રોજ રાજ્યમાં કોઈ આગાહી નથી. 30 જુલાઈથી વરસાદનું જોર વધશે. 30 જુલાઈના દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 31 જુલાઈના દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર મધ્યમ પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 1 ઓગસ્ટના રોજ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અત્યારે રાજ્યમાં 4 સિસ્ટમ, જેમાં 1. ડીપ ડિપ્રેશન, 2. મોન્સૂન ટ્રફ, 3. અપર એર સાકલોનીક સર્ક્યુલેશન અને 4. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે. અત્યાર સુધી રાજ્યમાં આ સિઝનનો કુલ 371.8 મિમી વરસાદ નોંધાયો છે, જે સામાન્ય 342.8 મિમી કરતા વધુ છે. રાજ્યમાં સક્રિય સિસ્ટમો અને તેની વરસાદ પર અસર 1. ડીપ ડિપ્રેશન 2. મોન્સૂન ટ્રફ 3. અપર એર સરક્યુલેશન સરક્યુલેશન
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં પતિએ ગળું પકડીને પત્નીને ઢોર માર માર્યો, CCTV:પરિણીતાએ કહ્યું-મારા પતિનું દીકરીની ટ્યુશન શિક્ષિકા સાથે અફેર, વિરોધ કર્યો તો મારી સાથે મારઝૂડ કરી
    Next Article
    અમદાવાદની પતંગ હોટેલના માલિક ઉમંગ ઠક્કરની સુરતમાં ધરપકડ:કામરેજમાં ટાઇટલ ક્લિયર વગર પ્રોજેક્ટ શરૂ કરી 15 લોકો પાસેથી પ્લોટના નામે 1.56 કરોડ પડાવ્યાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment