Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદની પતંગ હોટેલના માલિક ઉમંગ ઠક્કરની સુરતમાં ધરપકડ:કામરેજમાં ટાઇટલ ક્લિયર વગર પ્રોજેક્ટ શરૂ કરી 15 લોકો પાસેથી પ્લોટના નામે 1.56 કરોડ પડાવ્યાં

    12 hours ago

    સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં જમીન અને પ્લોટના નામે નાગરિકો સાથે લાખો-કરોડો રૂપિયાની છેતરપિંડીના કેસમાં કામરેજ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. અમદાવાદની જાણીતી પતંગ હોટેલના માલિક ઉમંગ હરીભાઈ ઠક્કરની ધરપકડ કરીને તેને જેલના હવાલે કરવામાં આવ્યો છે. આરોપી દ્વારા ખોટા પ્રોજેક્ટના નામે લોકોને વિશ્વાસમાં લઈને કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ટાઇટલ ક્લિયર વગર શરૂ કર્યો 'નિર્વાણા' પ્રોજેક્ટ કામરેજ પોલીસ સ્ટેશનમાં એપ્રિલ 2026માં નોંધાયેલા ગુના મુજબ ઉમંગ ઠક્કરે કામરેજના ખોલવડ ગામમાં 'નિર્વાણા' નામનો પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. જોકે, જે જમીન પર પ્રોજેક્ટ દર્શાવવામાં આવ્યો હતો તે જમીન વર્ષ 2018માં જ અન્ય વ્યક્તિને વેચાઈ ચૂકી હતી. જમીનનું ટાઇટલ ક્લિયર ન હોવા છતાં આરોપીએ ખુલ્લા પ્લોટના વેચાણ અને બુકિંગ શરૂ કરીને લોકોને ગેરમાર્ગે દોર્યા હતા. 15થી વધુ લોકોને બનાવ્યા ભોગ, ₹1.56 કરોડ ઉઘરાવ્યા પોલીસ તપાસ અનુસાર આરોપીએ 15થી વધુ ફરિયાદીઓને પ્લોટ આપવાના વાયદા કરીને તેમની પાસેથી કુલ ₹1 કરોડ 56 લાખ વસૂલ્યા હતા. પરંતુ ન તો પ્લોટની ફાળવણી કરવામાં આવી અને ન તો ફરિયાદીઓના નાણાં પરત આપવામાં આવ્યા. લાંબા સમય સુધી રાહ જોયા બાદ ભોગ બનનારાઓએ પોલીસનો આશરો લીધો હતો. ફરિયાદ બાદ પોલીસે ઝડપી કાર્યવાહી કરી ભોગ બનનાર મહિલા સહિત અન્ય નાગરિકોની લેખિત ફરિયાદના આધારે કામરેજ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. આરોપી લાંબા સમયથી પોતાના પ્રભાવ અને રાજકીય પહોંચનો ઉપયોગ કરીને પોલીસથી બચવાનો પ્રયાસ કરતો હતો. જોકે, આખરે પોલીસે તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અને જેલના હવાલે કર્યો છે. 15થી 16 જેટલા ફરિયાદીઓ પાસેથી કુલ ₹1.56 કરોડ વસૂલ્યા કામરેજ પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.બી. ગોજિયાના જણાવ્યા મુજબ, એપ્રિલ 2026માં બી.એન.એસ.ની કલમ 316 અને 318 હેઠળ ગુનો નોંધાયો હતો. તપાસ દરમિયાન ઉમંગ હરીભાઈ ઠક્કરે ખોલવડ ગામમાં ટાઇટલ ક્લિયર ન હોય તેવી જમીન પર 'નિર્વાણા' પ્રોજેક્ટના નામે પ્લોટ વેચાણ શરૂ કરીને 15થી 16 જેટલા ફરિયાદીઓ પાસેથી કુલ ₹1.56 કરોડ વસૂલ્યા હોવાનું બહાર આવ્યું છે. હાલ આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને તપાસ આગળ વધતા અન્ય મહત્વના ખુલાસા થવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.
    Click here to Read More
    Previous Article
    30 જુલાઈથી વધુ એક વરસાદનો રાઉન્ડ, છોટાઉદેપુર-નર્મદામાં રેડ એલર્ટ:આજે 15 તાલુકામાં સામાન્ય ઝાપટા, અમદાવાદમાં વરસાદનો વિરામ, સિઝનનો 55.17% વરસાદ
    Next Article
    Parliament Monsoon Session 2026 Live Updates: "Systemic Failure Under BJP": Trinamool's Abhishek Banerjee On Paper Leaks

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment