Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોરબંદરમાં જૂના મકાનનો સ્લેબ ધરાશાયી, પરિવારનો બચાવ:મોડી રાત્રે સ્લેબ તૂટતાં ઘરવખરીને ભારે નુકસાન; અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા કામગીરી ટાળવાનો આક્ષેપ

    2 days ago

    પોરબંદરમાં મોડી રાત્રે આશરે 2:00 થી 2:30 વાગ્યાના સુમારે એક જૂના મકાનનો સળી ગયેલો સ્લેબ અચાનક ધરાશાયી થયો હતો. સદનસીબે પરિવારજનોનો આબાદ બચાવ થયો હતો, પરંતુ ઘરવખરીને ભારે નુકસાન પહોંચ્યું હતું. નિદ્રાધીન પરિવારનો બચાવ, સામાનને વ્યાપક નુકસાન ઘટના સમયે પરિવારજનો સૂતા હતા ત્યારે પાછળના ભાગે આવેલો સ્લેબ અચાનક તૂટી પડ્યો હતો. કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ ઘરવખરી અને અન્ય સામાનને વ્યાપક નુકસાન થયું હતું. હાલનું રહેણાંક મકાન પણ અત્યંત જોખમી સ્થિતિમાં સ્થાનિક રહીશ ઉપેનભાઈએ જણાવ્યું હતું કે તેમનું રહેણાંક મકાન પણ જોખમી છે. રસોડા અને સૂવા-બેસવાના રૂમની નળિયાવાળી છતમાં 7 થી 8 ટુકડા થઈ ગયા હોવાથી તે ગમે ત્યારે ધરાશાયી થવાનો ભય છે. તંત્રની ઢીલી નીતિ સામે મકાનમાલિકનો આક્રોશ મકાનમાલિકે આક્રોશ વ્યક્ત કર્યો હતો કે જર્જરિત મકાનના સમારકામ માટે વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર "ઉપર દરખાસ્ત મૂકી છે" તેવા જવાબો આપીને મામલો ટાળી રહ્યું છે. જાનહાનિ અટકાવવા તાત્કાલિક રીપેરીંગની માગણી પરિવારજનોએ તંત્ર સમક્ષ તાત્કાલિક રીપેરીંગ મંજૂર કરી કામગીરી પૂર્ણ કરવા માગ કરી છે, જેથી કોઈ મોટો અકસ્માત કે જાનહાનિ સર્જાય તે પહેલાં સ્થિતિ સુધારી શકાય.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં ઉમિયા ટ્રસ્ટનો 15મો મહારક્તદાન કેમ્પ:નાણાં મંત્રી કનુ દેસાઈએ મુલાકાત લીધી, રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો
    Next Article
    મોડાસામાં દિવ્યાંગ શાળામાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી:ડો. ટી.બી. પટેલના હસ્તે ધ્વજવંદન, વિદ્યાર્થીઓને યુનિફોર્મ અને બેગ અપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment