Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાંતેજ નજીકની સિંઘલ ઈન્ડસ્ટ્રીઝમાં કલાકો બાદ પણ આગ યથાવત:ફાયરે મેજર કોલ જાહેર કર્યો, આગ પર કાબૂ મેળવવા ફાયરની 15થી વધુ ગાડીઓ ઘટનાસ્થળ પર

    15 hours ago

    અમદાવાદ-ગાંધીનગર સરહદ નજીક આવેલા કારોલી પાસે સાંતેજ ઔદ્યોગિક વિસ્તારમાં ‘સિંઘલ ઈન્ડસ્ટ્રીઝ’ નામની ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ઘટના સમયે ફેક્ટરીમાં શ્રમિકો અને કર્મચારીઓ હાજર હોવાથી જીવ બચાવવા માટે દોડધામ મચી ગઈ હતી. ફોમ સીટો હોવાના કારણે જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા દૂર-દૂર સુધી ધુમાડાના કાળા ડિબંગ ગોટા ઊડતા નજરે પડ્યા હતા, જેના કારણે આસપાસના ઔદ્યોગિક એકમોમાં પણ ફાળ પડી હતી. કલાકો બાદ પણ આગ પર કાબૂ મેળવાયો નથી. ફાયરની 15થી વધુ ગાડીઓ ઘટનાસ્થળ પર પાણીનો મારો ચલાવી રહી છે. કલોલ ફાયર બ્રિગેડના ઇન્ચાર્જ ફાયર ઓફિસર અસલમ ચૌહાણે કહ્યુ કે, મેજર કોલ જાહેર કરીકલોલની ત્રણ ગાડી, કડીની બે ગાડી ઉપરાંત ગાંધીનગરથી બે ગજરાજ ગાડી આગ પર કાબૂ મેળવવા કામે લગાવવામાં આવી હતી. વધુ જરૂર જણાતા માણસા, અમદાવાદ અને વડસરથી પણ ફાયરની ગાડીઓ મંગાવવામાં આવી છે.હાલના તબક્કે જોઈ જાનહાનિ થઇ હોય એવું સામે આવ્યું નથી. કર્મચારીઓની પ્રાથમિક પૂછપરછમાં આગ લાગતા જ તમામ લોકો દોડીને બહાર નીકળી ગયા હતા. હાલમાં સ્થળ પર મામલતદાર સહિતના અધિકારીઓ પણ પહોંચી ગયા છે. આગ કાબૂમાં આવે પછી વધુ માહિતી સામે આવશે. તપાસ બાદ જાનહાનિ વિશે ખબર પડશેઃ PI આ ઘટના અંગે સાંતેજ પોલીસ મથકના પીઆઈ એસ. આર. ચૌધરીએ જણાવ્યું કે, ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના અંગેની જાણ થતાં જ પોલીસ કાફલાને તાત્કાલિક સ્થળ પર મોકલી આપવામાં આવ્યો છે. સ્થાનિક પોલીસ ટુકડી અને ફાયર ફાઈટરો ઘટનાસ્થળે પહોંચીને કંટ્રોલ મેળવવાની પ્રક્રિયામાં જોતરાઈ ગયા છે. સ્થળ પર જઈને વિગતવાર તપાસ કર્યા પછી જ કોઈ જાનહાનિ થઈ છે કે નહીં? તેમજ આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ શું છે? તે સહિતની વધુ વિગતો સ્પષ્ટ થઈ શકશે. હાલમાં આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ પ્રાથમિક તબક્કે ફેક્ટરીમાં રહેલા કાચા ફોમ સીટો વાળા જ્વલનશીલ માલસામાનના કારણે આગ ઝડપથી પ્રસરી હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. ધૂમાડાના કારણે ફાયર ફાઈટરોને આગ પર કાબૂ મેળવવામાં મુશ્કેલી પડી રહી હતી, પરંતુ બનાવ સ્થળે બચાવ કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. હાલ પોલીસ દ્વારા સુરક્ષાના ભાગરૂપે આસપાસનો વિસ્તાર કોર્ડન કરવામાં આવ્યો છે અને કાયદો વ્યવસ્થા જાળવવા સાથે આગ પર કાબૂ મેળવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ અંગે ફાયર બ્રીગેડના સૂત્રોએ કહ્યું કે, ફેકટરીની આગ હજી કાબુ આવી શકી નથી. અત્યાર સુધીમાં કલોલ, માણસા, દહેગામ ગાંધીનગર , વડસર એરફોર્સ , અમદાવાદ સહિત પંદરથી વધુ ફાયર નો ગાડીઓ ધ્વારા આગ પર કાબુ મેળવવવા પ્રયાસ કરાઈ રહ્યો છે. પરંતુ ફેક્ટરીમાં પ્લાસ્ટિક રો મટીરિયલ અને ફોમ સીટો વધુ પ્રમાણમાં હોવાથી આગ પર કાબુ મેળવવામાં સમય લગી રહયો છે. સામાન્ય રીતે પ્લાસ્ટિક રો મટીરિયલ પીગળીને ઠંડુ પડી ઉપરથી કઠણ થઈ જતું હોય છે. પરંતુ અંદર ક્યાંક ને ક્યાંક આગ પ્રજ્વલિત રહેતી હોય છે. જેના લીધે સમય લાગી રહ્યો છે.અગમચેતી પગલાં ના ભાગરૂપે ફેકટરીની આસપાસ લેબર કોલોની ખાલી કરી દેવાઈ છે. આ આગ પ્રસરી રહી નથી. તેમ છતાં સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    मस्जिद में अजान देते हुए गिरफ्तार होने वाले फैजान के घर पहुंचे चंद्रशेखर, पूरे मामले पर जताई आपत्ति
    Next Article
    કચ્છના દરિયાકાંઠે મરીન ટાસ્ક ફોર્સની ખાસ ચેકિંગ ડ્રાઈવ:યક્ષ મંદિર, પિંગલેશ્વર સહિતના વિસ્તારોમાં બોટો તપાસી, માછીમારોને એલર્ટ કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment