Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોડાસામાં દિવ્યાંગ શાળામાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી:ડો. ટી.બી. પટેલના હસ્તે ધ્વજવંદન, વિદ્યાર્થીઓને યુનિફોર્મ અને બેગ અપાયા

    2 days ago

    મોડાસા ખાતે શ્રી વા. હી. ગાંધી બહેરા મૂંગા શાળા અને લાયન્સ આઈ.ટી.આઈ. દિવ્યાંગો માટે ૮૦મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી. સંસ્થાના પ્રમુખ ડો. ટી.બી. પટેલના વરદ્ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોડાસા શહેરના શ્રેષ્ઠ દાતા રાજુભાઈ અરુણભાઈ શાહ અને શ્રીમતી પદ્મિનીબેન રાજુભાઈ શાહ તરફથી સંસ્થાના તમામ ૨૦૪ દિવ્યાંગ વિદ્યાર્થીઓને શાળા યુનિફોર્મ અર્પણ કરવામાં આવ્યા હતા. રોટરી ક્લબ ઓફ મોડાસાના સહયોગથી મહાલક્ષ્મી હોસ્પિટલ, મોડાસાના ડો. રવિભાઈ પ્રજાપતિ દ્વારા સંસ્થાના ૨૦૪ દિવ્યાંગ બાળકોને સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, લિઓ ક્લબ મોડાસા દ્વારા બાળકોને ફળફળાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ દાતાઓ અને આમંત્રિત મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    પોરબંદરમાં જૂના મકાનનો સ્લેબ ધરાશાયી, પરિવારનો બચાવ:મોડી રાત્રે સ્લેબ તૂટતાં ઘરવખરીને ભારે નુકસાન; અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા કામગીરી ટાળવાનો આક્ષેપ
    Next Article
    શ્રીરંગ કોલેજમાં 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણી:તાલીમાર્થી તેજલ પટેલના હસ્તે ધ્વજવંદન કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment