Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં પારસી સમાજે પતેતી-નવરોઝ પર્વની ઉજવણી કરી:અગિયારીઓમાં પ્રાર્થના કરી, નવા વર્ષની શુભકામનાઓ પાઠવી

    1 day ago

    ભરૂચ જિલ્લામાં પારસી સમાજે શનિવારે પતેતી પર્વ અને પારસી નૂતન વર્ષ 'નવરોઝ'ની પરંપરાગત રીતે ઉજવણી કરી હતી. વહેલી સવારથી જ શહેરની વિવિધ અગિયારીઓમાં પારસી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. તેમણે પવિત્ર અગ્નિ સમક્ષ પ્રાર્થના કરી એકબીજાને 'નવરોઝ મુબારક' પાઠવી નવા વર્ષની શુભકામનાઓ આપી હતી. પારસી પરંપરા અનુસાર, પતેતીનો દિવસ આત્મમંથન અને ભૂલોના પશ્ચાતાપ દ્વારા મનને શુદ્ધ કરવાનો દિવસ મનાય છે. આ પર્વ નિમિત્તે પારસી પરિવારોએ ઘરો અને અગિયારીઓને પરંપરાગત રીતે શણગાર્યા હતા. ઘરઆંગણે રંગબેરંગી રંગોળીઓ કરવામાં આવી હતી અને આસોપાલવના તોરણોથી સજાવટ કરાઈ હતી. ભરૂચ શહેરના વેજલપુર પારસીવાડ અને કોટ પારસીવાડ વિસ્તારમાં આવેલી ચાર અગિયારીઓમાં વહેલી સવારથી જ ધાર્મિક માહોલ છવાયો હતો. પારસી પરિવારો નવા વસ્ત્રો પરિધાન કરી અગિયારીઓ ખાતે પહોંચ્યા હતા અને ધાર્મિક વિધિઓમાં ભાગ લીધો હતો. પૂજા-પ્રાર્થના બાદ તેમણે પરિવારજનો, મિત્રો અને સ્વજનોને મળી નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે શહેરના આગેવાનોએ બંબાખાના વિસ્તારમાં સ્વ. શ્યામ શેઠના નિવાસસ્થાને એરિક શેઠનાના પરિવારની મુલાકાત લીધી હતી. તેમણે પારસી સમાજને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. એરિક શેઠનાના પરિવારે જિલ્લાવાસીઓનો તેમના સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો. ઈરાનથી વેપાર અર્થે ભારતના સંજાણ બંદરે આવેલા પારસી સમાજે વર્ષોથી ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓ સાથે એકરૂપ થઈ દેશના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. પોતાની આગવી ધાર્મિક પરંપરા અને સંસ્કૃતિને જાળવી રાખીને પારસી સમાજ દ્વારા પતેતી અને નવરોઝની ઉજવણી આજે પણ પરંપરાગત રીતે કરવામાં આવે છે. ભરૂચમાં પણ આ પર્વ દરમિયાન સમાજમાં એકતા અને પરંપરા જાળવવાની ભાવના જોવા મળી હતી.
    Click here to Read More
    Previous Article
    બોટાદ ટાઉન પોલીસ સ્ટેશને વૃક્ષારોપણ:80માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઈ, PI વસાવાએ વૃક્ષ વાવ્યું
    Next Article
    પશુપાલકોને દૂધના પ્રતિ કિલો ફેટ રૂ.1003 મળશે, રૂ.20નો વધારો:દૂધસાગર ડેરીની 66મી સાધારણ સભામાં નિર્ણય, 455 કરોડનો રેકોર્ડબ્રેક નફો, 9,043 કરોડનું ટર્નઓવર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment