Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પશુપાલકોને દૂધના પ્રતિ કિલો ફેટ રૂ.1003 મળશે, રૂ.20નો વધારો:દૂધસાગર ડેરીની 66મી સાધારણ સભામાં નિર્ણય, 455 કરોડનો રેકોર્ડબ્રેક નફો, 9,043 કરોડનું ટર્નઓવર

    1 day ago

    મહેસાણા સ્થિત દૂધસાગર ડેરીની 66મી વાર્ષિક સાધારણ સભા ચેરમેન અશોક ચૌધરીની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ સભામાં ડેરીના ઇતિહાસમાં સૌપ્રથમવાર રૂ.455 કરોડનો રેકોર્ડબ્રેક નફો જાહેર કરી પશુપાલકો માટે અનેક મહત્વકાંક્ષી યોજનાઓની જાહેરાત કરવામાં આવી હતી. સંસ્થાએ આ વર્ષે રૂ. 9,043 કરોડનું માતબર ટર્નઓવર નોંધાવ્યું છે. ગત વર્ષના રૂ.437 કરોડના નફાની સરખામણીએ આ વર્ષે નફામાં મોટો ઉછાળો આવ્યો છે. પશુપાલકોને આપવામાં આવતો આખરી દૂધ ફેટનો ભાવ રૂ. 983થી વધારીને રૂ.1003 પ્રતિ કિલો ફેટ કરવામાં આવ્યો છે, એટલે કે રૂ.20નો વધારો કરાયો છે, જેનાથી દૂધ ઉત્પાદકોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. દૂધની રોજિંદી આવકમાં 2.50 લાખ લીટરનો વધારો સભા દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનાર દૂધ મંડળીઓ અને ઉત્પાદકોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ડેરીની દૂધની રોજિંદી આવકમાં ગત વર્ષની સરખામણીએ 2.50 લાખ લીટરનો વધારો થયો છે, જ્યારે આવનારી શિયાળાની ઋતુમાં રોજિંદી આવક 50 લાખ લીટરે પહોંચાડવાનો લક્ષ્યાંક રખાયો છે. હવે પશુપાલકો પાસેથી છાણની પણ ખરીદી કરશે પશુપાલકોની આવક વધારવા અને પર્યાવરણ જતન માટે ડેરી હવે પશુપાલકો પાસેથી છાણની ખરીદી કરશે. મહેસાણા, ખેરાલુ અને પાટણ ખાતે આધુનિક બાયો-સીએનજી અને જૈવિક ખાતરના પ્લાન્ટ સ્થાપી સ્લરીમાંથી રાહત દરે ખાતર પૂરું પાડવામાં આવશે. 12 દૂધાળા પશુની યોજના હેઠળ 1600 અરજીઓ મંજૂર પશુપાલન ક્ષેત્રે યુવાનોને આત્મનિર્ભર કરવા અને કમર્શિયલ ફાર્મિંગને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકારની 12 દૂધાળા પશુની યોજના હેઠળ ડેરીએ 1600 અરજીઓ મંજૂર કરાવી છે. આ યોજના હેઠળ મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંક દ્વારા ધિરાણ પૂરું પાડવામાં આવશે, જેમાં રાજ્ય સરકાર મહત્તમ વ્યાજ સહાય અને શેડ તથા મશીનરી માટે સબસીડી આપશે. આગામી વર્ષે આવી 2500 અરજીઓ કરાવવાનો લક્ષ્યાંક છે. આ ઉપરાંત, દરેક મંડળી ખાતે ‘અમૂલ પાર્લર’ શરૂ કરી અમૂલની પ્રોડક્ટ્સ, મીઠાઈ અને ફરસાણનું વેચાણ કરાશે, જેનો નફો મંડળીઓને જ મળશે. સાગર ડેરીના રિયાંણ ખાતે નવા પ્લાન્ટનું આયોજન સંસ્થા દ્વારા ખડાલ ખાતે ઓર્ગેનિક ઉત્પાદનોના પેકિંગ પ્લાન્ટ અને મધ ઉત્પાદન બાદ હવે સાગર ડેરીના રિયાંણ ખાતે નવા પ્લાન્ટનું આયોજન હાથ ધરાયું છે. બોઈલરમાં ઇંધણ તરીકે કચરાના ઉપયોગ થકી કોસ્ટ કટિંગ અને પ્રદૂષણ નિયંત્રણમાં સફળતા મળી છે. આગામી 5 વર્ષમાં વ્યવસાય 10,000 કરોડ સુધી પહોંચાડવાના લક્ષ્યાંક સાથે દૂધસાગર ડેરી પશુપાલકોના સર્વાંગી વિકાસ માટે આગળ વધી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચમાં પારસી સમાજે પતેતી-નવરોઝ પર્વની ઉજવણી કરી:અગિયારીઓમાં પ્રાર્થના કરી, નવા વર્ષની શુભકામનાઓ પાઠવી
    Next Article
    મોડાસાની ઘાંચી હાઇસ્કૂલમાં 80મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી:ઉદ્યોગપતિ કાસીમ દાદુના હસ્તે ધ્વજારોહણ, ₹1 લાખનું દાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment