Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોડાસાની ઘાંચી હાઇસ્કૂલમાં 80મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી:ઉદ્યોગપતિ કાસીમ દાદુના હસ્તે ધ્વજારોહણ, ₹1 લાખનું દાન

    1 day ago

    મોડાસાની ઘાંચી હાઇસ્કૂલ ખાતે 15 ઓગસ્ટ, 2026ના રોજ 80મા સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મોડાસાના ઉદ્યોગપતિ જનાબ મ. કાસીમ ઇસ્માઇલ ભાઈ દાદુ (આવકાર)ના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ સિકંદર ભાઈ વાય. સુથાર (રાજાબાબુ), સેક્રેટરી હનીફ ભાઈ સિધવા, ઉપપ્રમુખ અબ્દુલરજજાકભાઇ ખાનજી, જોઈન્ટ સેક્રેટરી રહીમભાઈ બાંડી, શિક્ષણ સમિતિના ચેરમેન સઈદભાઈ ભૂરા સહિત કારોબારી સભ્યો અને જમાતના ભૂતપૂર્વ પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય મહેમાન શ્રી કાસીમ દાદુનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, કોમ્પ્યુટર રૂમ અને લાઇબ્રેરીના દાતા ઇકબાલ ભાઈ ટાઢાનું પણ સન્માન કરાયું હતું. મુખ્ય મહેમાન કાસીમભાઈ દાદુએ સંસ્થાને રૂપિયા 1,00,000/- (એક લાખ)નું દાન જાહેર કર્યું હતું. તેમણે ભવિષ્યમાં પણ સંસ્થાને મદદરૂપ થવાની ખાતરી આપી હતી અને બાળકોને તેમના તરફથી અલ્પાહાર પણ પૂરો પાડવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય ઈર્શાદ હુસેન કાજી, સોહીલ એમ. મલેક અને કન્વીનર મહંમદ રિયાઝ બાયડીયાની દોરવણી હેઠળ કરવામાં આવ્યું હતું. શાળાના શિક્ષિકા મુસ્તકીમાબેન લીમડાએ એનાઉન્સર તરીકેની જવાબદારી નિભાવી હતી. આ પ્રસંગે શાળાનો તમામ સ્ટાફગણ હાજર રહ્યો હતો અને બાળકોને અલ્પાહાર આપી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    પશુપાલકોને દૂધના પ્રતિ કિલો ફેટ રૂ.1003 મળશે, રૂ.20નો વધારો:દૂધસાગર ડેરીની 66મી સાધારણ સભામાં નિર્ણય, 455 કરોડનો રેકોર્ડબ્રેક નફો, 9,043 કરોડનું ટર્નઓવર
    Next Article
    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ખેડૂતો માટેની મોબાઈલ એપ લોન્ચ:15 દિવસ પહેલા હવામાન - 7 દિવસ પહેલા રોગની જાણકારી, ખેતરના પાકની હેલ્થ, ઇરીગેશન મેનેજમેન્ટથી ખેતી સ્માર્ટ અને ટકાઉ બનશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment