Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ખેડૂતો માટેની મોબાઈલ એપ લોન્ચ:15 દિવસ પહેલા હવામાન - 7 દિવસ પહેલા રોગની જાણકારી, ખેતરના પાકની હેલ્થ, ઇરીગેશન મેનેજમેન્ટથી ખેતી સ્માર્ટ અને ટકાઉ બનશે

    1 day ago

    સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા એડવિક એજ્યુવેન્ચર પ્રાઇવેટ લિમિટેડના સહયોગથી ખેડૂતો માટેની ખાસ મોબાઈલ એપ્લિકેશન બનાવવામાં આવી છે. જેમાં સેટેલાઇટ આધારિત 15 દિવસ પહેલા હવામાનની જાણકારી, ખેતરના પાકની હેલ્થ, 7 દિવસ પહેલા જીવાત કે રોગની જાણકારી અને ઇરીગેશન મેનેજમેન્ટ જેવી બાબતો અંગેની સેવા પૂરી પાડવામાં આવે છે. જેનાથી ખેડૂતો પોતાના ઉત્પાદનમાં 20 ટકા જેટલો વધારો કરી શકે છે. જેનાથી ખેતી સ્માર્ટ અને ટકાઉ બની શકે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું સ્ટાર્ટઅપ એન્ડ એન્ટરપ્રિનિયરશિપ કાઉન્સિલ રાજ્યમાં નવીનતા, સંશોધન અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે સતત કાર્યરત છે. SUSEC દ્વારા વિદ્યાર્થીઓ, સંશોધકો, નવપ્રવર્તકો અને સ્ટાર્ટઅપ્સને મેન્ટરશિપ, કો-વર્કિંગ સ્પેસ, પ્રોટોટાઇપિંગ સુવિધાઓ, સરકારી ગ્રાન્ટ, ઉદ્યોગ નિષ્ણાતોનું માર્ગદર્શન, રોકાણકારો સાથે જોડાણ તેમજ વિવિધ ક્ષમતાવર્ધન કાર્યક્રમો દ્વારા સર્વાંગી સહયોગ પૂરો પાડવામાં આવે છે. એડવિક એજ્યુવેન્ચર પ્રાઇવેટ લિમિટેડના કો ફાઉન્ડર પારુલ ટાંકે જણાવ્યું હતું કે, અમારું જે સ્ટાર્ટઅપ છે તે એગ્રીટેક રિલેટેડ છે. તેમાં અમે એપ્રિલ 2023 થી સેટેલાઇટ બેઝ્ડ પ્રિસિઝન ફાર્મિંગ ઉપર કામ કરી રહ્યા છીએ.આજની પરિસ્થિતિ પ્રમાણે આજની જે યંગ જનરેશન છે તે ખેતીથી દૂર ભાગી રહી છે. તેમાં ઘણા કારણો જવાબદાર છે. પહેલાં તો મોસમની અનિશ્ચિતતા, જમીનની ગુણવત્તા, પાક ઉપર રોગ અને જીવાતનો ખતરો તેમજ યોગ્ય સમયે યોગ્ય નિર્ણયનો અભાવ.આ બધાં કારણોથી ખેતીમાં જે ઉત્પાદન થવું જોઈએ તે થતું નથી અને ખેતીનો જે ખર્ચ છે તે વધી જાય છે. આજની જે જનરેશન છે તે ખેતીથી દૂર ભાગી રહી છે.તો તેના સોલ્યુશનમાં અમે લોકો સેટેલાઇટમાંથી રો ફોર્મમાં ડેટા લઈ તેનું એનાલિસિસ અને પ્રોસેસિંગ કરીએ છીએ અને ખેડૂતોને એ પ્રમાણે અલગ અલગ 9 સર્વિસીસ દ્વારા પ્રોવાઇડ કરીએ છીએ. તેના માટે અમે એક મોબાઇલ એપ્લિકેશન બનાવેલી છે અને તેમાં પહેલાં તો સોઇલ એનાલિસિસ, સોઇલ મોઇશ્ચર, વેધર ફોરકાસ્ટિંગ આવે છે. તેમાં અમે 15 દિવસ અગાઉ વેધરની જાણકારી આપીએ છીએ. ક્રોપ કેલેન્ડર, ક્રોપ હેલ્થ મોનિટરિંગમાં ફાર્મર જ્યાં પણ હોય (ઓફિસમાં, ઘરે કે બહાર) તો મોબાઇલ દ્વારા તેને ખબર પડી જાય છે કે તેના ખેતરના કયા ખૂણે તેના પાકની હેલ્થ કેવી છે. આ ઉપરાંત પેસ્ટ એન્ડ ડિસીઝ ફોર વોર્નિંગમાં અમે 7 દિવસ પહેલાં જ કહી દઈએ છીએ કે તેના પાકમાં આ જીવાત અથવા તો આ રોગ આવી શકે છે કે આવી ગયો છે. જેથી તે શરૂઆતથી જ એને નષ્ટ કરી શકે. આ સાથે જ ઈમેજ એડવાઇઝરી કે જેમાં ફાર્મરને કયો રોગ કે કઈ જીવાત છે તે ખબર ન હોય તો તે ફોટો ખેંચીને પણ મોકલી શકે છે. અમે તેનું સોલ્યુશન પ્રોવાઇડ કરીએ છીએ. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ઇરિગેશન મેનેજમેન્ટમાં અમે પૂરેપૂરું ઇરિગેશનનું શેડ્યૂલ બનાવીને જ આપીએ છીએ જેથી પાણીનો બગાડ ઓછો થાય.તો આ 9 સર્વિસીસના ઉપયોગથી ફાર્મર પોતાના ઇનપુટ કોસ્ટ છે તે 15 થી 18% સુધી ઘટાડી શકે છે અને તેનું ઉત્પાદન છે તે 20% સુધી વધારી શકે છે.અમારું જે વિઝન છે કે આ આધુનિક ટેક્નોલોજી છે તે દરેક ખેડૂત સુધી પહોંચે અને ખેતી છે તે સ્માર્ટ અને ટકાઉ બને. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ક્યુબેશન સેન્ટરે રાજ્યના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. SUSEC હેઠળના એડવિક એજીવેન્ચર પ્રાઈવેટ લિમિટેડ સ્ટાર્ટઅપને ગુજરાત સરકારની સ્ટાર્ટઅપ/ઈનોવેશન પોલિસી - 2020 અંતર્ગત યોજાયેલી 22 મી સ્ટેટ લેવલ એમ્પાવર્ડ કમિટીની બેઠકમાં ₹25 લાખની સિડ સપોર્ટ ફંડ સહાય મંજૂર કરવામાં આવી છે. આ મંજૂરી દ્વારા સ્ટાર્ટઅપને તેની નવીનતા તથા ટેક્નોલોજી આધારિત કૃષિ ઉકેલ માટે રાજ્ય સ્તરે મહત્વપૂર્ણ માન્યતા પ્રાપ્ત થઈ છે. એડવિક એજ્યુવેન્ચર પ્રાઈવેટ લિમિટેડ દ્વારા વિકસાવવા આવેલી સેટેલાઇટ આધારિત ખેતી કૃષિ એપ્લિકેશન આધુનિક ઉપગ્રહ આધારિત ટેક્નોલોજી અને ડેટાના ઉપયોગ દ્વારા ખેડૂતોને પાક વ્યવસ્થાપન, જમીનની સ્થિતિનું વિશ્લેષણ, ઉપજમાં વધારો તેમજ પાણી, ખાતર અને અન્ય કૃષિ સંસાધનોના કાર્યક્ષમ ઉપયોગ અંગે વૈજ્ઞાનિક અને ડેટા આધારિત નિર્ણયો લેવામાં મદદરૂપ બનશે. આ ટેક્નોલોજી સ્માર્ટ, કાર્યક્ષમ અને ટકાઉ કૃષિને પ્રોત્સાહન આપવાની દિશામાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે. આ સિદ્ધિ Advick AgVenture Private Limited, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તથા SU Startup and Entrepreneurship Council (SUSEC) માટે ગૌરવની બાબત છે. આ પ્રસંગે SUSECના કો - ઓર્ડિનેટર ડૉ.મહેશ જીવાણી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડૉ.એ.કે.જાડેજા તથા કુલપતિ ડૉ.ઉત્પલ જોશીએ સમગ્ર ટીમને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે, યુનિવર્સિટીમાં સંશોધન, નવીનતા અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવાના પ્રયાસોને આવી સફળતાઓ વધુ વેગ આપે છે.નવીન તથા ટકાઉ કૃષિને પ્રોત્સાહન આપશે તેવી આશા વ્યક્ત કરી હતી.SUSEC દ્વારા નવીન વિચારોને સતત પ્રોત્સાહન આપી સ્ટાર્ટઅપ્સને પ્રોટોટાઇપથી લઈને બજારલક્ષી ઉત્પાદનો અને સેવાઓ વિકસાવવા માટે જરૂરી માર્ગદર્શન અને સહયોગ આપવામાં આવી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    મોડાસાની ઘાંચી હાઇસ્કૂલમાં 80મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી:ઉદ્યોગપતિ કાસીમ દાદુના હસ્તે ધ્વજારોહણ, ₹1 લાખનું દાન
    Next Article
    મોરબીના મોટા દહીસરામાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી:મંત્રી ત્રિકમભાઈ છાંગાએ ધ્વજવંદન કર્યું, માળિયાને ₹25 લાખનો ચેક આપ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment