Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધનપુરા પંચાયત મકાન નિર્માણ, નબળી ગુણવત્તાના ગંભીર આક્ષેપો:₹25 લાખના ખર્ચે બનતા બાંધકામમાં બેદરકારીનો દાવો

    1 day ago

    બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ધનપુરા (ઢોલિયા) ગામે ₹25 લાખના ખર્ચે નિર્માણાધીન ગ્રામ પંચાયત મકાનની કામગીરી સામે નબળી ગુણવત્તાના ગંભીર આક્ષેપો થયા છે. સ્થાનિકોએ આ કામગીરીમાં બેદરકારી દાખવવામાં આવી રહી હોવાનું જણાવ્યું છે. ગ્રામજનોના મતે, આ પંચાયત મકાનના બાંધકામમાં હલકી ગુણવત્તાવાળી સામગ્રીનો ઉપયોગ થઈ રહ્યો છે. ઉપ સરપંચ અરવિંદભાઈ ઠાકોરે જણાવ્યું કે, ધાબા અને આરસીસી કામમાં બીમના તમામ લોખંડના સળિયા દેખાય છે અને તેમાં પૂરતો માલ પણ નાખવામાં આવ્યો નથી. તેમણે બીમ પણ નબળા હોવાનું ઉમેર્યું હતું. આ નબળી કામગીરીને કારણે સ્થાનિક ગ્રામજનોમાં નારાજગી પ્રવર્તી રહી છે. તેઓ આ અંગે સત્વરે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. સ્થાનિક આગેવાનોએ સંબંધિત અધિકારીઓને વહેલી તકે તપાસ હાથ ધરીને જવાબદારો સામે કડક પગલાં ભરવા રજૂઆત કરી છે. ઉપ સરપંચ ઠાકોરે ગુજરાત સરકાર અને બનાસકાંઠા જિલ્લાના સંબંધિત તંત્રને આ કામગીરી સંભાળતા કોન્ટ્રાક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમણે એવી પણ વિનંતી કરી છે કે આ કોન્ટ્રાક્ટરને ફરીથી કામગીરી સોંપવામાં ન આવે, કારણ કે અમીરગઢ તાલુકામાં આવી અંદાજિત પાંચ ગ્રામ પંચાયતો બની રહી છે. તેમણે કલેક્ટર અને ડીડીઓ સહિતના અધિકારીઓને આવા કોન્ટ્રાક્ટરો સામે કડક પગલાં ભરવા અપીલ કરી છે, જેથી ભવિષ્યમાં આવા કૌભાંડ ન થાય. તેમણે તાત્કાલિક ધોરણે કામગીરી બંધ કરવા અને કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ રદ કરવાની માંગ કરી છે. આ અંગે માર્ગ અને મકાન વિભાગના જિલ્લા અધિકારી એમ. જે. ઠાકોરે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, ધનપુરાના ઉપ સરપંચની રજૂઆત મળી છે. તેના અનુસંધાને તાત્કાલિક ટીમ મોકલી દેવામાં આવી છે અને ટીમ દ્વારા તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    CG રોડના ટીમ હોર્ટન્સ કાફેમાં વહેલી પરોઢે 60 હજારની ચોરી:બીજા બનાવમાં રાણીપમાં જ્વેલર્સના માણસ બની રોકડ-દાગીના લઈ ગઠીયા ફરાર
    Next Article
    Riots Break Out In Argentina After WC Final Loss. Police Takes Major Step

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment