Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરના હડમતીયામાં સિંહણ દેખાતા ફફડાટ, વીડિયો વાઈરલ:વનવિભાગે લોકેશન શોધી લીધું, સિંહણના પગલાંના નિશાન ન મળ્યાં, સર્ચ ઓપરેશન જારી, નાઈટ પેટ્રોલિંગ કરાશે

    1 day ago

    જામનગરના હડમતીયા ગામમાં સવારના સમયે એક સિંહણ દેખાતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ગ્રામજનોએ તાત્કાલિક સરપંચ દિવ્યેશ સભાયાને જાણ કરી હતી, જેમણે વન વિભાગને માહિતી આપી. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ હડમતીયા ગામે પહોંચી હતી. ટીમે સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ કરીને સિંહણની શોધખોળ અને તપાસ શરૂ કરી હતી. સિંહણ દેખાયાની જગ્યાની પુષ્ટિ કરી છે. પરંતુ પગલાંના નિશાન મળ્યાં નથી. વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે વાયરલ વીડિયોમાં સિંહણ જે લોકેશન પર દેખાઈ રહી છે, તે સ્થળ જામનગરના આ જ વિસ્તારનું છે. જોકે, હજુ સુધી ત્યાંથી સિંહણના પંજાના કે પગલાંના નિશાન (ફૂટમાર્ક) મળી આવ્યા નથી. વન વિભાગના ફોરેસ્ટર વિપુલકુમાર પી.બોપાલિયાએ પરિસ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું કે, 'વાયરલ વીડિયોમાં જે લોકેશન દર્શાવવામાં આવ્યું છે, ત્યાં વન વિભાગની ટીમે પહોંચીને પ્રાથમિક ચકાસણી કરી છે. વીડિયોમાં દેખાતું પ્રાણી સિંહણ (માદા સિંહ) જ છે તે બાબત સાચી છે.' તેમણે વધુમાં જણાવ્યું કે, 'પરંતુ અત્યાર સુધી સ્થળ તપાસ દરમિયાન વન વિભાગને ત્યાંથી કોઈ ફૂટમાર્ક (પગલાંના નિશાન) મળ્યા નથી. હાલ વન વિભાગની ટીમ દ્વારા આસપાસના સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન અને નાઇટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે.'
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર ઇન્વેસ્ટિગેશનની મોટી અસર:બેટ દ્વારકા મંદિરના ટ્રસ્ટીઓએ સરકારી જમીન પર દબાણ બદલ નગરપાલિકાની નોટિસ, માલિકાના પુરાવા આપવા આદેશ
    Next Article
    બોટાદ ટાઉન પોલીસ સ્ટેશને વૃક્ષારોપણ:80માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઈ, PI વસાવાએ વૃક્ષ વાવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment