Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ઇન્વેસ્ટિગેશનની મોટી અસર:બેટ દ્વારકા મંદિરના ટ્રસ્ટીઓએ સરકારી જમીન પર દબાણ બદલ નગરપાલિકાની નોટિસ, માલિકાના પુરાવા આપવા આદેશ

    एक दिन पहले

    દિવ્ય ભાસ્કર દ્વારા પબ્લિશ કરવામાં આવેલા ઇન્વેસ્ટિગેશન રિપોર્ટની બહુ મોટી અસર જોવા મળી છે. બેટ દ્વારકા મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા પોતાના અંગત સ્વાર્થ માટે ગૌચર અને સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે દબાણ કરવામાં આવ્યું હોવાનો પર્દાફાશ થયો હતો. આ અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ સરકારી તંત્ર હરકતમાં આવ્યું છે. દિવ્ય ભાસ્કરે 27 જુલાઈના રોજ આ અહેવાલ પ્રકાશિત કર્યો હતો. ત્યાર બાદ દ્વારકાની મામલતદાર કચેરીએ ઓખા નગરપાલિકાના ચીફ ઓફિસરને આ સંબંધે કાર્યવાહી કરવા માટે સૂચન કર્યું હતું. હવે સંબંધિત ટ્રસ્ટીઓ સામે કડક કાર્યવાહીના ભાગરૂપે માલિકી હકના પુરાવા માગતી નોટિસ ફટકારવામાં આવી છે. ઓખા નગરપાલિકાએ બેટ દ્વારકા વિસ્તારમાં ગૌચર તથા સરકારી જમીન પર દબાણ કરવા બદલ બે મુખ્ય ટ્રસ્ટીઓ હેમંતસિંહ ઉર્ફે હેમુભા વાઢેર અને પ્રમોદરાય ભટ્ટને નોટિસ પાઠવીને 7 દિવસમાં તેમની મિલકતના માલિકી હકના તમામ આધાર-પુરાવા રજૂ કરવાનો આદેશ આપ્યો છે. ઓખા નગરપાલિકા દ્વારા પંચજન્ય પર્યાવરણ ટ્રસ્ટના સંયોજક હેમંતસિંહ મનુભા વાઢેરને નોટિસ પાઠવવામાં આવી છે. આ નોટિસમાં જણાવ્યા મુજબ, બેટ દ્વારકા વિસ્તારમાં ગૌચર તથા સરકારી જમીન પર દબાણ કરવામાં આવ્યું હોવાનું ધ્યાન પર આવ્યું છે. દિવ્ય ભાસ્કરના ઇન્વેસ્ટિગેશન રિપોર્ટમાં સામે આવ્યું હતું કે હેમંતસિંહ વાઢેરે દરિયાકાંઠા નજીકની જમીન પર મરીન નેચર કેમ્પ બનાવ્યું છે. આવી જ રીતે ઓખા નગરપાલિકા દ્વારા અન્ય એક ટ્રસ્ટી પ્રમોદભાઈ ભટ્ટને નોટિસ ફટકારવામાં આવી છે. આ નોટિસમાં જણાવ્યા મુજબ, બેટ દ્વારકામાં VIP પાર્કિંગ પાછળ આવેલી ગૌચર તથા સરકારી જમીન પર દબાણ કરવામાં આવ્યું હોવાનું કચેરીના ધ્યાન પર આવ્યું છે. તેમણે આ જમીન પર બંગલો બાંધી દીધો છે. 4 મુખ્ય પુરાવા મંગાવ્યા, 7 દિવસનો સમય ઓખા નગરપાલિકાના ચીફ ઓફિસરે મિલકતોની ખરાઈ કરવા માટે 7 દિવસનો સમય આપ્યો છે. બંને ટ્રસ્ટીઓએ પોતાના સ્થળ પર કરેલા બાંધકામના માલિકી હક સંબંધિત નીચે મુજબના 4 મહત્વના પુરાવાઓ રજૂ કરવાના રહેશે. ઓખા નગરપાલિકાના ચીફ ઓફિસરે નોટિસમાં સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો 7 દિવસમાં આ અંગેના જરૂરી માલિકી હકના આધાર-પુરાવા રજૂ કરવામાં નહીં આવે તો નગરપાલિકા દ્વારા નિયમાનુસારની આગળની કાર્યવાહી કરવામાં આવશે. દિવ્ય ભાસ્કરના ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ બાદ તંત્ર દ્વારા લેવાયેલા આ કડક પગલાંથી બેટ દ્વારકામાં ગૌચર અને સરકારી જમીન પર દબાણ કરનારાઓમાં ભારે હડકંપ મચી ગયો છે. ધાર્મિક ટ્રસ્ટ કે અંગત હોદ્દાનો ઉપયોગ કરીને સરકારી જમીનો પર કબજો જમાવનારાઓ સામે આ કાર્યવાહીથી સ્થાનિક કક્ષાએ અહેવાલનો મોટો પ્રભાવ જોવા મળ્યો છે. હવે 7 દિવસની સમયમર્યાદા પૂર્ણ થયા બાદ નગરપાલિકા અને મહેસૂલ વિભાગ દ્વારા કેવા આકરા પગલાં ભરવામાં આવે છે તેના પર સૌની નજર મંડાયેલી છે. જે ઇન્વેસ્ટિગેશન રિપોર્ટથી તંત્ર દોડતું થયું એ આખો રિપોર્ટ વાંચવા માટે અહીં ક્લિક કરો. બેટ દ્વારકાના મંદિરની 200 કરોડની ઝવેરાતમાં રામમંદિરવાળી થઈ?:40 વર્ષ પહેલાં ટ્રકમાં ખજાનો અમદાવાદ મોકલ્યો; પૂર્વ મહેતાજી પાસે હિસાબ નથી; ટ્રસ્ટીઓના ગોળગોળ જવાબ
    Click here to Read More
    Previous Article
    બહુ ખરાબ રીતે આઉટ થયો યશસ્વી જયસ્વાલ:રન લેવા માટે દોડ્યો ને બોલર સાથે અથડાતા પીચ પર પડ્યો; પડિકલ પછી રાહુલે ફિફ્ટી ફટકારી; સ્કોર 156/1
    Next Article
    જામનગરના હડમતીયામાં સિંહણ દેખાતા ફફડાટ, વીડિયો વાઈરલ:વનવિભાગે લોકેશન શોધી લીધું, સિંહણના પગલાંના નિશાન ન મળ્યાં, સર્ચ ઓપરેશન જારી, નાઈટ પેટ્રોલિંગ કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment