Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટોકરવા આદર્શ પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય પર્વની ઉજવણી:ધ્વજવંદન બાદ ગ્રામસભા અને વાલી મીટિંગ યોજાઈ

    11 hours ago

    ટોકરવા આદર્શ પ્રાથમિક શાળા ખાતે રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગ્રામ પંચાયતના હોદ્દેદારો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉજવણીનો પ્રારંભ સવારે પ્રભાતફેરીથી થયો હતો, જે શાળાથી ટોકરવા બસ સ્ટેન્ડ સુધી જઈ પરત શાળા ખાતે આવી હતી. ત્યારબાદ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં ધ્વજવંદનનો કાર્યક્રમ સંપન્ન થયો હતો. આ પ્રસંગે ગામના સરપંચ સવિતાબેન ધર્મેશભાઈ ગામીત, માજી સરપંચ ધર્મેશભાઈ બાબુભાઈ ગામીત, ગ્રામજનો અને શાળાના ભૂતપૂર્વ આચાર્ય સવિતાબેન ગમનભાઈ ગામીત હાજર રહ્યા હતા. સરપંચ સવિતાબેન ગામીતે જણાવ્યું હતું કે, ગ્રામજનોના સહકાર વિના ગામ અને શાળાનો સર્વાંગી વિકાસ શક્ય નથી. સામૂહિક પ્રયાસોથી જ વિકાસના લક્ષ્યો સિદ્ધ થઈ શકે છે. ધ્વજવંદન બાદ શાળાના પ્રાંગણમાં ગ્રામસભા અને વાલી મીટિંગનું આયોજન કરાયું હતું. જેમાં શાળાકીય પ્રશ્નોના નિરાકરણ અને આગામી શૈક્ષણિક તથા સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી. આ સમગ્ર કાર્યક્રમમાં ગ્રામજનો અને વાલીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    કામરેજમાંથી નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ:ગેટમાં તાળું મારીને બનાવતા, 5,157 લીટર ઘી અને 1,770 કિલો તેલ જપ્ત;ડીસામાંથી 987 લીટર શંકાસ્પદ ઘી મળ્યું
    Next Article
    મલ્લિકાર્જૂન ખડગેના અપમાનને લઈ હેલમેટ સર્કલે NSUIનો દેખાવો:ઓવરબ્રિજ પરથી ફાંસી આપી ભાજપના નેતાનું પૂતળું લટકાવ્યું, પોલીસે કાર્યકરોની ટીંગાટોળી કરીને અટકાયત કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment