Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    NSUIએ કચ્છ યુનિવર્સિટીમાં નકલી નોટો ઉડાવી:હોસ્ટેલમાં પીવાના પાણીની અછત અને સફાઈના અભાવે રજિસ્ટ્રાર સામે વિરોધ પ્રદર્શન

    1 day ago

    કચ્છ યુનિવર્સિટી સંચાલિત બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને પ્રાથમિક સુવિધાઓના અભાવ મુદ્દે આજે નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઇન્ડિયા (NSUI)ના કચ્છ જિલ્લા એકમ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધ દરમિયાન NSUIના કાર્યકરોએ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પર નકલી નોટો ઉડાવીને અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. NSUI એ આક્ષેપ કર્યો હતો કે હોસ્ટેલમાં પીવાના શુદ્ધ પાણીની અછત અને સફાઈના અભાવે વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય જોખમાઈ રહ્યું છે. કાર્યકરોએ ભારે સૂત્રોચ્ચાર સાથે જણાવ્યું હતું કે જો યુનિવર્સિટી તંત્ર પાસે વિદ્યાર્થીઓને પાયાની સુવિધાઓ પૂરી પાડવા માટે ગ્રાન્ટ કે ભંડોળ ન હોય, તો NSUI તે ગ્રાન્ટ આપવા તૈયાર છે. સંગઠને સ્પષ્ટ કર્યું કે વિદ્યાર્થીઓના ભવિષ્ય અને સ્વાસ્થ્ય સાથે ચેડાં ચલાવી લેવામાં નહીં આવે. હોસ્ટેલમાં લાંબા સમયથી પીવાના શુદ્ધ પાણીની ગંભીર અછત પ્રવર્તી રહી છે. આ ઉપરાંત, હોસ્ટેલ પરિસરમાં સફાઈની કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોવાથી ચારેતરફ ગંદકી ફેલાયેલી છે, જે અસ્વચ્છતાનું મુખ્ય કારણ બની રહી છે. વિદ્યાર્થી સંગઠને ચીમકી ઉચ્ચારતા જણાવ્યું છે કે જો આગામી દિવસોમાં તાત્કાલિક ધોરણે આ બંને મુખ્ય સમસ્યાઓનું કાયમી નિરાકરણ લાવવામાં નહીં આવે, તો NSUI દ્વારા યુનિવર્સિટી કેમ્પસમાં આનાથી પણ વધુ ઉગ્ર અને આક્રમક આંદોલન છેડવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    કોલકાતામાં TMC મુખ્યાલય પર બળવાખોર જૂથનો કબજો:તાળા બદલ્યા, પણ મમતાનો ફોટો હટાવ્યો નથી; એક દિવસ પહેલા પાર્ટી સિમ્બોલ પર દાવો કર્યો હતો
    Next Article
    ત્રણ મહિનામાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ 7 હજારથી વધુ ઈ-ચલણ:CCTV કેમેરાની મદદથી જૂન માસમાં ગુનાખોરી પર લગામ, 12 પ્રોહિબિશનના કેસો અને અકસ્માતોમાં ત્વરિત મદદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment