Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ત્રણ મહિનામાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ 7 હજારથી વધુ ઈ-ચલણ:CCTV કેમેરાની મદદથી જૂન માસમાં ગુનાખોરી પર લગામ, 12 પ્રોહિબિશનના કેસો અને અકસ્માતોમાં ત્વરિત મદદ

    1 day ago

    ભાવનગર પોલીસ દ્વારા ‘VISWAS’ પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં ઠેર-ઠેર લગાવવામાં આવેલા CCTV કેમેરાનો ઉપયોગ કરીને ગુનાખોરી ડામવામાં અને કાયદો-વ્યવસ્થા જાળવવામાં પોલીસને મોટી સફળતા મળી છે જેમાં ભાવનગર રેન્જ આઈ.જી. રાજેન્દ્ર વી. અસારી અને પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ પોલીસ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને પ્રજાની સુરક્ષા માટે સતત કાર્યરત છે. નેત્રમના સી.સી.આર. ઈન્ચાર્જ પો.હેડ.કોન્સ અને તેમની ટીમે જૂન-2026 મહિના દરમિયાન કેમેરાના લાઈવ મોનિટરિંગ દ્વારા ગુનેગારો પર બાજ નજર રાખી હતી, જેમાં ચિત્રા જી.આઈ.ડી.સી. અને દીપક ચોક વિસ્તારમાં કેમેરાના માધ્યમથી દેશી દારૂનું વેચાણ થતું હોવાનું સામે આવતા નેત્રમની ટીમે તુરંત સંબંધિત પોલીસ સ્ટેશનને જાણ કરી હતી. જેના પગલે બોરતળાવ પોલીસ દ્વારા 9 અને ઘોઘારોડ પોલીસ દ્વારા 3 મળીને કુલ 12 ગુના દાખલ કરી આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. એક કિસ્સામાં વેપારીની દુકાનેથી સામાન ખરીદીને ભૂલથી પૈસા ચૂકવ્યા વગર જતા રહેલા અજાણ્યા શખ્સની કાર GJ 04 FA 4511 નેત્રમ દ્વારા શોધી કાઢવામાં આવી હતી. પરિણામે વેપારીના 2700 રૂપિયા પરત અપાવી પોલીસની માનવીય અભિગમની કામગીરી જોવા મળી હતી, તેમજ રૂવાપરી, આંબાવાડી ચોક, શ્રીનાથજી અને સિહોર સુરકાના ડેલો વિસ્તારમાં થયેલા ઝઘડાઓ કે અકસ્માતોની ઘટનાઓમાં CCTV દ્વારા તાત્કાલિક જાણકારી મેળવી પોલીસ કાફલો રવાના કરવામાં આવ્યો હતો, જેથી મોટી દુર્ઘટનાઓ ટળી હતી. ​ટ્રાફિક નિયમોના ભંગ બદલ 7 હજારથી વધુ ઈ-ચલણ માત્ર ગુનાઓ જ નહીં પરંતુ ટ્રાફિક નિયમોના પાલન માટે પણ નેત્રમ પ્રોજેક્ટ ખૂબ જ અસરકારક સાબિત થઈ રહ્યો છે, જેમાં 1 એપ્રિલ થી 30 જૂન 2026 સુધીના ત્રણ મહિનાના ગાળામાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો વિરુદ્ધ કુલ 7074 ઈ-ચલણ જનરેટ કરવામાં આવ્યા છે, ​ભાવનગર પોલીસની આ ટેકનોલોજી આધારિત કામગીરીથી શહેરીજનોમાં સુરક્ષા મજબૂત બની છે અને ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
    Click here to Read More
    Previous Article
    NSUIએ કચ્છ યુનિવર્સિટીમાં નકલી નોટો ઉડાવી:હોસ્ટેલમાં પીવાના પાણીની અછત અને સફાઈના અભાવે રજિસ્ટ્રાર સામે વિરોધ પ્રદર્શન
    Next Article
    Bengaluru Woman Shares Why Viewing Expenses Differently Changed Her Financial Mindset

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment