Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કામરેજમાંથી નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ:ગેટમાં તાળું મારીને બનાવતા, 5,157 લીટર ઘી અને 1,770 કિલો તેલ જપ્ત;ડીસામાંથી 987 લીટર શંકાસ્પદ ઘી મળ્યું

    10 hours ago

    રાજ્યમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા તત્વો સામે આરોગ્ય વિભાગે કડક કાર્યવાહી શરૂ કરી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની સૂચનાના પગલે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સુરતના કામરેજ અને બનાસકાંઠાના ડીસામાં દરોડા પાડવામાં આવ્યા હતા. રૂ.35 લાખથી વધુ કિંમતનો શંકાસ્પદ ઘી તથા ભેળસેળ માટે વપરાતું તેલ જપ્ત કરવામાં આવ્યું છે. કામરેજમાં બહારથી તાળું મારી નકલી ઘીનું ઉત્પાદન કરતાં સુરત ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમે કામરેજ તાલુકાના ધોરણ પારડી ખાતે આવેલા હિન્દવા ડ્રીમ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ‘કેવલ ફૂડ પ્રોડક્ટ’ નામની ફેક્ટરી પર દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન ફેક્ટરીના માલિક પાસે કાયદેસરનું લાઇસન્સ ન હોવાનું સામે આવ્યું હતું. ફેક્ટરીને બહારથી તાળું મારી અંદર અસલીના નામે નકલી અને ભેળસેળયુક્ત ઘીનું ઉત્પાદન તથા પેકિંગ કરવામાં આવતું હતું. 5,157 લીટર ઘીનો જથ્થો સીઝ કરાયો દરોડા દરમિયાન સ્થળ પરથી ‘શ્રી અનમોલ રતન કાઉ ઘી’ના વિવિધ પેકિંગમાં રહેલો કુલ 5,157 લીટર ઘીનો જથ્થો મળી આવ્યો હતો, જેની અંદાજિત કિંમત રૂ.26.12 લાખ છે. આ સમગ્ર જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. ભેળસેળ માટેનું પામોલીન અને સોયાબીન તેલ પણ મળ્યું ફેક્ટરીમાંથી ઘીમાં ભેળસેળ માટે રાખવામાં આવેલ 1,485 કિલો પામોલીન તેલ અને 285 કિલો સોયાબીન તેલ પણ મળી આવ્યું હતું. બંનેનો કુલ જથ્થો 1,770 કિલો થાય છે અને તેની અંદાજિત કિંમત રૂ.3.63 લાખ છે. ટીમે ઘી અને તેલના સેમ્પલ લઈને લેબોરેટરીમાં તપાસ માટે મોકલ્યા છે. ડીસામાં બે પેઢીઓમાંથી 987 લીટર શંકાસ્પદ ઘી જપ્ત બીજી તરફ પાલનપુર વર્તુળની ટીમે બનાસકાંઠાના ડીસા શહેરમાં વિવિધ પેઢીઓમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન શંકાસ્પદ જણાયેલું કુલ 987 લીટર ઘી જપ્ત કરવામાં આવ્યું હતું. આ જથ્થાની અંદાજિત કિંમત રૂ.6.22 લાખ છે. આ મામલે પણ ઘીના કાયદેસરના નમૂના લેવામાં આવ્યા છે અને તેને લેબોરેટરી તપાસ માટે મોકલવામાં આવ્યા છે. રૂ.35 લાખથી વધુનો જથ્થો જપ્ત સેમ્પલ રિપોર્ટના આધારે કાર્યવાહી કરાશે સુરત અને ડીસામાં કરાયેલી કાર્યવાહી દરમિયાન લેવામાં આવેલા તમામ સેમ્પલની લેબોરેટરીમાં ચકાસણી કરવામાં આવશે. સેમ્પલના રિપોર્ટના આધારે જવાબદાર વ્યક્તિઓ અને પેઢીઓ સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ-2006 હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ભેળસેળ કરાનારાઓને આરોગ્ય મંત્રીની ચેતવણી આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું છે કે નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર કોઈપણ વ્યક્તિ કે વેપારી પેઢીને બક્ષવામાં આવશે નહીં. ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા તત્વો સામેની ઝુંબેશ આગામી દિવસોમાં વધુ કડક બનાવવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરના આગીયોલની સી.એમ.શાહ સ્કૂલમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી:ટ્રસ્ટ પ્રમુખ જશુભાઈ શાહે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો;વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ દ્વારા દેશભક્તિનો સંદેશ આપ્યો
    Next Article
    ટોકરવા આદર્શ પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય પર્વની ઉજવણી:ધ્વજવંદન બાદ ગ્રામસભા અને વાલી મીટિંગ યોજાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment