Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાની મુખર્જીને ઓસ્ટ્રેલિયામાં સન્માન મળતાં ભાવુક થઈ:શાહરુખ ખાન પછી પ્રતિષ્ઠિત લા ટ્રોબ યુનિવર્સિટીનું સર્વોચ્ચ સન્માન મેળવનારી બીજી ભારતીય એક્ટર બની

    8 hours ago

    બોલિવૂડ એક્ટ્રેસ રાની મુખર્જીને ઓસ્ટ્રેલિયાની લા ટ્રોબ યુનિવર્સિટી દ્વારા 'ડોક્ટર ઓફ લેટર્સ' (D.Litt.)ની માનદ ડોક્ટરેટ પદવીથી સન્માનિત કરવામાં આવી છે. સ્ટેજ પર આ સન્માન લેતી વખતે રાની મુખર્જી ભાવુક દેખાઈ હતી. મેલબોર્નના ફેડરેશન સ્ક્વેરમાં ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબોર્ન (IFFM) 2026 દરમિયાન 14 ઓગસ્ટના રોજ આયોજિત સમારોહમાં તેને આ સન્માન આપવામાં આવ્યું હતું. ત્રણ દાયકાના કરિયર અને સામાજિક મુદ્દાઓ પર બનેલી ફિલ્મોમાં યોગદાન બદલ રાનીને આ સર્વોચ્ચ પદવી મળી છે. તે શાહરૂખ ખાન પછી લા ટ્રોબ યુનિવર્સિટીમાંથી આ સન્માન મેળવનાર બીજી ભારતીય કલાકાર બની છે. શાહરૂખ પછી સન્માન મેળવનાર બીજી ભારતીય કલાકાર લા ટ્રોબ યુનિવર્સિટીએ આ પહેલાં વર્ષ 2019માં શાહરૂખ ખાનને સિનેમા અને સામાજિક કાર્યોમાં યોગદાન બદલ માનદ ડોક્ટરેટ આપી હતી અને તેના નામ પર પીએચડી સ્કોલરશિપની જાહેરાત કરી હતી. યુનિવર્સિટીના ચાન્સેલર જોન બ્રમ્બી એઓએ કહ્યું કે, 'રાની મુખર્જીના કામ માત્ર મનોરંજન પૂરતા સીમિત ન રહેતા સામાજિક ન્યાય, સમાનતા અને સમાવેશ જેવા વિષયો પર ચર્ચા શરૂ કરી છે.' યુનિવર્સિટીએ મહિલાઓ, બાળકો અને વંચિત સમુદાયો માટે તેના સતત કામની પ્રશંસા કરી. શરૂઆતથી જ જોખમી ભૂમિકાઓ પસંદ કરી: રાની મુખર્જી સમારોહમાં સન્માન સ્વીકારતા રાની મુખર્જીએ કહ્યું કે, આ તેના જીવનની સૌથી નમ્ર અને ભાવુક ક્ષણોમાંની એક છે. બાળપણમાં તે પોતાના માતા-પિતા અને દેશને ગૌરવ અપાવવા માંગતી હતી અને સિનેમા તે સ્વપ્નને પૂરું કરવાનું માધ્યમ બની ગયું. રાનીએ જણાવ્યું કે, તેણે કારકિર્દીની શરૂઆતથી જ જોખમી ભૂમિકાઓ પસંદ કરી છે. તે હંમેશા એવી વાર્તાઓનો ભાગ બની, જેણે સૌથી પહેલા તેના હૃદયને સ્પર્શ કર્યો અને લોકોને પ્રેરિત કર્યા. એક્ટિંગમાં એક્સલન્સ માટે પણ વિશેષ સન્માન IFFM 2026માં રાની મુખર્જીને તેની ઉત્કૃષ્ટ એક્ટિંગ અને વૈશ્વિક ઓળખ માટે એક વિશેષ પ્રશસ્તિ પત્ર પણ આપવામાં આવ્યો. ફેસ્ટિવલ ડિરેક્ટર મિતુ ભૌમિક લાંગેએ કહ્યું કે, આ સન્માન રાનીની કલા અને સિનેમાની એ શક્તિની ઉજવણી છે, જે બે દેશોને જોડે છે. 13 થી 23 ઓગસ્ટ સુધી ચાલનારા આ ફેસ્ટિવલમાં ભારતીય ફિલ્મો અને વાર્તાઓના પ્રભાવને દર્શાવવામાં આવી રહ્યો છે. ત્રણ દાયકાની કારકિર્દી અને સામાજિક મુદ્દાઓ પરની ફિલ્મો રાની મુખર્જીએ 1990ના દાયકામાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે 'ગુલામ', 'કુછ કુછ હોતા હૈ', 'સાથિયા', 'હમ તુમ', 'બંટી ઔર બબલી' અને 'યુવા' જેવી હિટ ફિલ્મો આપી. ત્યારબાદ તેણે 'બ્લેક', 'મર્દાની' ફ્રેન્ચાઇઝી, 'નો વન કિલ્ડ જેસિકા', 'હિચકી' અને 'મિસિસ ચેટર્જી વર્સિસ નોર્વે' જેવી ફિલ્મો દ્વારા લૈંગિક ન્યાય, મહિલાઓના અધિકારો, દિવ્યાંગોના સમાવેશ અને સામાજિક પરિવર્તન જેવા મુદ્દાઓને મોટા પડદા પર મજબૂતીથી રજૂ કર્યા.
    Click here to Read More
    Previous Article
    બહુ ખરાબ રીતે આઉટ થયો યશસ્વી જયસ્વાલ:રન લેવા માટે દોડ્યો ને બોલર સાથે અથડાતા પીચ પર પડ્યો; પડિકલ ફિફ્ટી ફટકારી; સ્કોર 122/1
    Next Article
    હિંમતનગરના આગીયોલની સી.એમ.શાહ સ્કૂલમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી:ટ્રસ્ટ પ્રમુખ જશુભાઈ શાહે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો;વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ દ્વારા દેશભક્તિનો સંદેશ આપ્યો

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment