Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવાઇ‎:ધનસુરામાં જિલ્લા કક્ષાના સ્વતંત્રતા‎ પર્વની ઉજવણીને લઇ અંતિમ રિહર્સલ‎

    1 day ago

    અરવલ્લી જિલ્લા કક્ષાના 15મી ઓગસ્ટ સ્વાતંત્ર પર્વની ઉજવણી આ વર્ષે ધનસુરા સહકારી જીન ખાતે યોજાશે. ઉજવણીના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરીને કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ઉજવણીના ભાગરૂપે સહકારી જીન પરિસરમાં પોલીસ પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આખરી રિહર્સલ યોજાયું હતું. કાર્યક્રમ સ્થળે જિલ્લા કલેક્ટર મિલિંદ બાપનાએ ઉપસ્થિત રહીને તમામ તૈયારીઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમણે પરેડ તથા સાંસ્કૃતિક રજૂઆતો નિહાળી જરૂરી સૂચનાઓ આપી હતી. આ સાથે જ કલેક્ટરે જુદા જુદા વિભાગોના અધિકારીઓ સાથે બેઠક યોજી કાર્યક્રમનું સુચારુ આયોજન થાય તે અંગે વિસ્તૃત સમીક્ષા કરી હતી. મહોત્સવમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને 15મી ઓગસ્ટના આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં ઉત્સાહભેર સહભાગી થવા માટે ભાવભીનું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    નિવૃત્ત થતાં કર્મીઓના પેન્શન, સરકારી લેણાંના પ્રશ્નોની ચર્ચા કરાઇ:મોડાસા સંકલન સમિતિની બેઠકમાં ‎ગંદકી અને રસ્તાના પ્રશ્નો રજૂ થયા‎
    Next Article
    કાર્યવાહી:માલપુર પંથકમાં લોકોના આરોગ્યથી ચેડાં કરનારો નકલી તબીબ પકડાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment