Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નિવૃત્ત થતાં કર્મીઓના પેન્શન, સરકારી લેણાંના પ્રશ્નોની ચર્ચા કરાઇ:મોડાસા સંકલન સમિતિની બેઠકમાં ‎ગંદકી અને રસ્તાના પ્રશ્નો રજૂ થયા‎

    1 day ago

    મોડાસામાં કલેક્ટર મિલિન્દ બાપનાની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી હતી. બેઠકમાં અરવલ્લી જિલ્લાના હિત અને પ્રશ્નોના સમાધાન માટે ચર્ચા કરાઇ હતી. આ બેઠકમાં મોડાસા ધારાસભ્ય ભીખુસિંહ પરમાર અને જિલ્લા પંચાયત પ્રમુખ મયુર પટેલે પાણી, ગંદકી, રોડ રસ્તા અંગેના પ્રશ્નો રજૂ કરાતાં તેના નિરાકરણ માટે ચર્ચા કરાઇ હતી. મોડાસા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિને મળેલી બેઠકમાં નિવૃત્ત થતાં કર્મચારીઓના પેન્શન, સરકારી લેણાં, કર્મચારીઓને મળતા લાભ, લોક અરજીના નિકાલ, કચેરી નિરીક્ષણ, સ્વાગત કાર્યક્રમના પ્રશ્નો, તમામ અધિકારી અને કર્મચારીઓના APR ભરવા અને જમીન માંગણી અંગે પણ બેઠકમાં ચર્ચા કરાઇ હતી. સાથે સાથે જિલ્લાની અન્ય કચેરીઓના આંતરિક સંકલન અંગે પણ સૂચન કર્યા હતા. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મહેક જૈન,જિલ્લા પોલીસ વડામનોહરસિંહ જાડેજા, સહિત હાજર હતા.
    Click here to Read More
    Previous Article
    પાટણ રિજનલ સાયન્સ સેન્ટરમાં 80માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી:ડિરેક્ટર ડો. સુમિત શાસ્ત્રી અને એક્ટિવ ગ્રૂપના સભ્યો ઉપસ્થિત રહ્યા
    Next Article
    તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવાઇ‎:ધનસુરામાં જિલ્લા કક્ષાના સ્વતંત્રતા‎ પર્વની ઉજવણીને લઇ અંતિમ રિહર્સલ‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment