Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાર્યવાહી:માલપુર પંથકમાં લોકોના આરોગ્યથી ચેડાં કરનારો નકલી તબીબ પકડાયો

    1 day ago

    માલપુર વિસ્તારમાં મેડિકલ ડિગ્રી વગર એલોપેથિક પ્રેક્ટિસ કરતાં શખ્સને અરવલ્લી SOGએ રંગેહાથ ઝડપી 3200ની દવાઓનો મુદ્દામાલ પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અરવલ્લી જિલ્લામાં સામાન્ય પ્રજાના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરતા બોગસ ડૉક્ટરો પર કાયદાનો ગાળિયો કસવા પોલીસ તંત્ર દ્વારા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશ અંતર્ગત, અરવલ્લી SOG પોલીસને બાતમી મળી હતી કે, અણિયોરથી ઉભરાણ જતાં રોડ પર આવેલા ગામોમાં એક વ્યક્તિ કોઈપણ પ્રકારની માન્ય મેડિકલ ડિગ્રી કે સર્ટિફિકેટ વગર દર્દીઓને એલોપેથિક દવાઓ અને ઇન્જેક્શન આપી ગેરકાયદેસર સારવાર કરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી અણિયોર-ઉભરાણ રોડ પરથી દોલાભાઈ સુફરાભાઈ ખાટાં (રહે. વાળીનાથના મુવાડા, તા. માલપુર) નામના શખ્સને ઝડપી પાડ્યો હતો. આરોપીની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે તે કોઈપણ લાયકાત વગર ડૉક્ટર તરીકે વર્તીને બીમાર લોકોના જીવ સાથે જોખમ ઊભું કરી રહ્યો હતો. પોલીસે તેની પાસેથી રૂ.3230.70ની વિવિધ એલોપેથિક દવાઓ અને મેડિકલ સાધનોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે માલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવાઇ‎:ધનસુરામાં જિલ્લા કક્ષાના સ્વતંત્રતા‎ પર્વની ઉજવણીને લઇ અંતિમ રિહર્સલ‎
    Next Article
    Surat Crime News | ડુમસના ફાર્મ હાઉસમાં જન્મદિવસની ઉજવણી પાર્ટી પર દરોડા| Gujarati Samachar | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment