Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વ્યારા ખાતે જિલ્લા કક્ષાના સ્વતંત્ર પર્વની ઉજવણી:પૂર્ણેશ મોદીના હસ્તે ધ્વજવંદન, બાળકોએ દેશભક્તિના તાલે સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી

    18 hours ago

    તાપી જિલ્લાના વ્યારા ખાતે 80માં જિલ્લા કક્ષાના સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વ્યારાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદીએ દેશ માટે શહીદી વહોરનારા વીર સપૂતો અને સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં ગુજરાત અને કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મુકાયેલી લોક કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતી આપી હતી. આ ઉજવણી દરમિયાન વિવિધ શાળાઓના બાળકો દ્વારા દેશભક્તિના તાલે સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જે આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ ઉપરાંત, જિલ્લામાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર વ્યક્તિઓનું બહુમાન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કરીને દેશને હરિયાળો રાખવાનો સકારાત્મક સંદેશ પાઠવવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    સુરતના ફાર્મ હાઉસમાં કોણ-કેટલો દારુ પીશે એવી ‘ગેમ’:8 મહિલા સહિત 22 લોકો ઝડપાયા; પો.સ્ટેશનથી 300 મીટર- વ્યસન મુક્તિ કેન્દ્રથી 50 મીટર દૂર દારુ પાર્ટી
    Next Article
    મોડાસાની શાળામાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી:ગામના મુખીએ શાળાના આચાર્ય અશ્વિન પટેલને 'પ્રતિભાશાળી શિક્ષક' પ્રમાણપત્ર અર્પણ કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment