Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતના ફાર્મ હાઉસમાં કોણ-કેટલો દારુ પીશે એવી ‘ગેમ’:8 મહિલા સહિત 22 લોકો ઝડપાયા; પો.સ્ટેશનથી 300 મીટર- વ્યસન મુક્તિ કેન્દ્રથી 50 મીટર દૂર દારુ પાર્ટી

    21 hours ago

    સુરતના ડુમસ વિસ્તારમાં આવેલા એક ફાર્મ હાઉસમાં 14 ઓગસ્ટની મોડીરાત્રે જન્મદિવસની ચાલી રહેલી હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલ પર પોલીસે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન દારૂ અને બિયરની મહેફિલ માણી રહેલા 8 મહિલાઓ સહિત 22 લોકોની પોલીસે અટકાયત કરી છે, જે બાદ તમામ લોકોને મેડિકલ તપાસ માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે. ડુમ્મસમાં બાપુજીની વાડી સ્થિત ‘જશ્ન વિલા 12-એ’માં એક યુવતીનો બર્થ ડે સેલિબ્રેટ કરવા હાઈ-પ્રોફાઈલ દારૂની મહેફિલ જામી હતી. આ પાર્ટીમાં યુવક-યુવતીઓ મોંઘીદાટ લક્ઝરી ગાડીઓ લઇને પહોંચ્યા હતા. ફાર્મ હાઉસમાં વિદેશી દારૂની બોટલો સાથે સેલિબ્રેશન ચાલી રહ્યું હતું. ફાર્મ હાઉસની બહાર દારૂની ખાલી અને ભરેલી બોટલોને સળગાવી દેવાનો પ્રયાસ કરાયો હતો. આરોપીઓના નામ અને વિગત દારૂ કોણ અને કેટલો પીશે તે નક્કી કરવા ‘ગેમ’ દારૂની મહેફિલમાં નશો પીરસવા માટે ‘લુડો’ જેવી ગેમ ગોઠવવામાં આવી હતી. કોણ કેટલો દારૂ પીશે તેનો નિર્ણય ડાઈસ (પાસો) ફેંકીને આવતા નંબરના આધારે કરવામાં આવતો હતો. પાસા પર આવતા અંક મુજબ કોણે ઓછો પેગ (શોર્ટ ડ્રિંક) પીવો અને કોણે વધારે દારૂ પીવો તે આ ગેમ દ્વારા નક્કી થતું હતું. ગેમ બોર્ડ પર 'શોર્ટ ડ્રિંક'થી લઈને 'લેડીઝ ડ્રિંક' જેવા નિયમો આ લુડો બોર્ડ પર એક-એક ડ્રિંક કઈ રીતે અને કોણે લેવાનું છે તેના નિયમો અગાઉથી જ લખેલા હતા. બોર્ડ પર 'શોર્ટ ડ્રિંક', 'બે શોર્ટ ડ્રિંક્સ', 'યંગસ્ટર્સ ડ્રિંક', 'એવરીવન ડ્રિંક' તેમજ ખાસ કરીને 'લેડીઝ ડ્રિંક' જેવા વિવિધ ટાસ્ક હતા. રમતમાં જે ખાનામાં પાસો પડે તે મુજબ યુવાનો અને યુવતીઓને દારૂ પીવડાવવામાં આવી રહ્યો હતો. પાર્ટીમાં વિદેશી કલ્ચર, દારૂ પીવા-પીવડાવવા માટે 'BLACK OUT' ડ્રિંકિંગ ગેમ બોર્ડ હાઈપ્રોફાઈલ પાર્ટીમાં પકડાયેલા મુદ્દામાલમાંથી એક 'BLACK OUT' નામનું ડ્રિંકિંગ બોર્ડ મળ્યું છે, જે દર્શાવે છે કે પાર્ટીમાં દારૂની મહેફિલ કોઈ સામાન્ય રીતે નહીં પરંતુ ખાસ ગેમ રમીને માણવામાં આવી રહી હતી. આ બોર્ડ ગેમ પર વિદેશી ક્લબ કલ્ચરની જેમ વિવિધ ટાસ્ક અને નિયમો લખેલા જોવા મળ્યા છે, જેમાં પાસા (Dice) ફેંકીને આગળ વધતાં 'Take a Shot', 'Spin for 5 Seconds', 'Finish Your Drink', 'Guys Drink', 'Ladies Drink' જેવા દારૂ પીવાના આદેશો તથા 'Slap Someone', 'Truth/Dare', 'Group Selfie' અને 'Rap for 10 Seconds' જેવા ફની ટાસ્ક્સ આપેલા છે. આ ગેમ દ્વારા મહેફિલમાં હાજર યુવક-યુવતીઓને અલગ-અલગ નિયમો હેઠળ શોર્ટ્સ અને પેગ પીવડાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાપસીડીની તર્જ પર ‘શોટ્સ એન્ડ લેડર્સ’ સાથે જ પાર્ટીમાંથી પરંપરાગત સાપસીડીની રમતની તર્જ પર તૈયાર કરાયેલું અનોખું 'SHOTS AND LADDERS' ડ્રિંકિંગ બોર્ડ ગેમ પણ મળી આવ્યું છે. આ બોર્ડ ગેમ 1થી 49 અંકનું બનેલું છે, જેમાં પાસા ફેંકીને આગળ વધતાં ખેલાડીઓએ વિવિધ નિયમોનું પાલન કરવાનું રહેતું હતું. બોર્ડ પર દર્શાવેલા નિયમો મુજબ ચોક્કસ ખાનામાં આવતાં 'Take a Shot' (દારૂનો પેગ પીવો), 'Give a Shot' (બીજાને પેગ પીવડાવવો), તેમજ વિવિધ ક્રમાંકો પર 'TRUTH OR DARE' જેવા ટાસ્ક કરવાના નિર્દેશ હતા. આ ઉપરાંત સીડી મળે તો ઉપર ચઢવાનું અને સાપના મોઢા પર આવતાં નીચે સરકવા જેવા નિયમો સાથે આખી મહેફિલને એક ઓર્ગેનાઇઝ્ડ ડ્રિંકિંગ ગેમ બનાવીને દારૂનું સેવન કરવામાં આવી રહ્યું હતું. પોલીસ સ્ટેશન અને વ્યસન મુક્તિ કેન્દ્ર નજીક ચાલતી દારૂની મહેફિલ પોલીસ સ્ટેશનથી માત્ર 300 મીટર અને વ્યસન મુક્તિ કેન્દ્રથી 50 મીટરના અંતરે આવેલા ફાર્મ હાઉસમાં યુવાનો દ્વારા બર્થ-ડે પાર્ટીના નામે બિન્દાસ્તપણે દારૂની હાઈ-પ્રોફાઈલ મહેફિલ માણવામાં આવી રહી હતી. જોકે, આ અંગે ડુમસ પોલીસને ચોક્કસ બાતમી મળતાં જ પોલીસે તાત્કાલિક સ્થળ પર દરોડા પાડ્યા હતા. પોલીસે પાર્ટીમાં દારૂના નશામાં ચૂર તમામ યુવક-યુવતીઓને રંગેહાથ ઝડપી પાડી તેમની વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી આગળની કડક કાર્યવાહી હાથ ધરી છે. પાના પર દારૂ પીવડાવવા તૈયાર કરાયો હતો 'કાર્ડ રૂલેટ' ગેમ ચાર્ટ મહેફિલમાં દારૂ પીરસવા માટે પત્તાની કેટ આધારિત એક ખાસ ‘કાર્ડ રૂલેટ’ નામનો ડ્રિંકિંગ ગેમ ચાર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો, જેમાં પત્તાના દરેક નંબર મુજબ દારૂ પીવાના અનોખા નિયમો દર્શાવ્યા હતા. આ ચાર્ટ અનુસાર એક્કો (A) આવે તો 'ખુદ સિવાય બાકીના તમામે દારૂ પીવો', રાણી (Q) આવે તો 'તમામ યુવતીઓએ દારૂ પીવો', બાદશાહ (K) આવે તો 'તમામ પુરુષોએ દારૂ પીવો' તેમજ ગુલામ (J) આવે તો 'ગ્રુપ શોટ' લેવા જેવા ટાસ્ક નક્કી હતા. આ ઉપરાંત 'પત્તાનો રંગ ઓળખો અથવા ડ્રિંક લો', 'કોઈને હસાવો અથવા દારૂ પીવો' અને 'આખો પેગ પૂરો કરો' જેવા નિયમો બનાવીને પત્તા ખેંચી-ખેંચીને એકબીજાને દારૂ પીવડાવવાની હાઈટેક રમત રમાડવામાં આવી રહી હતી. ‘8 મહિલાઓ અને 14 પુરુષો ઝડપાયા’ એસીપી શ્વેતા ડેનિયલે જણાવ્યું હતું કે, સુલતાનાબાદમાં 'બાપુજીની વાડી' ફાર્મ હાઉસ પર મોડી રાત્રે 2:30 વાગ્યે દરોડો પાડ્યો હતો.આ દરોડા દરમિયાન ફાર્મ હાઉસમાંથી 22 યુવક-યુવતીઓ દારૂની મહેફિલ માણતા રંગેહાથે ઝડપાયા હતા. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે એક મહિલાના જન્મદિવસની ઉજવણી માટે અલથાણ, વેસુ અને પાલ જેવા વિસ્તારોમાંથી ફ્રેન્ડ્સ ભેગા થયા હતા. ઝડપાયેલામાં 8 મહિલાઓ અને 14 પુરુષો છે. આ તમામ લોકો વિવિધ ક્ષેત્રો સાથે જોડાયેલા છે, જેમાં કેટલાક કોલેજના વિદ્યાર્થીઓ છે, કેટલાક ખાનગી કંપનીઓમાં નોકરી કરે છે, તો કેટલાક નોકરી મેળવવા પ્રયાસ કરી રહ્યા છે. આ ફાર્મ હાઉસ કેટલા રૂપિયામાં અને કયા હેતુથી ભાડે આપવામાં આવ્યું હતું તે જાણવા માલિકને બોલાવી તપાસ હાથ ધરાઈ છે. રૂ. 1.04 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત પોલીસે સ્થળ પરથી 1 પેક્ડ વ્હિસ્કીની બોટલ, 5 અડધી ભરેલી દારૂની બોટલો, બિયરના ટીન અને સોફ્ટ ડ્રિંક્સ કબ્જે કર્યા છે. આ ઉપરાંત અંદાજે રૂ. 98 લાખની કિંમતની 9 લક્ઝુરિયસ ફોર-વ્હીલર ગાડીઓ અને રૂ. 6.67 લાખના 24 નંગ મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. આમ, કુલ રૂ. 1,04,67,000નો મુદ્દામાલ જમા લઈ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી મેડિકલ સહિતની કાયદેસરની તપાસ તેજ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ચમોલી ટનલ દુર્ઘટનામાં છત્તીસગઢના 2 મજૂરોના મોત:2 હજુ પણ ગુમ, 2 ઘાયલોની સારવાર ચાલુ, ભૂસ્ખલનથી કાટમાળ-પાણી ભરાયું, બચાવ કાર્ય ચાલુ
    Next Article
    વ્યારા ખાતે જિલ્લા કક્ષાના સ્વતંત્ર પર્વની ઉજવણી:પૂર્ણેશ મોદીના હસ્તે ધ્વજવંદન, બાળકોએ દેશભક્તિના તાલે સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment