Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોડાસાની શાળામાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી:ગામના મુખીએ શાળાના આચાર્ય અશ્વિન પટેલને 'પ્રતિભાશાળી શિક્ષક' પ્રમાણપત્ર અર્પણ કર્યું

    19 hours ago

    મોડાસાની ચાંદટેકરી પ્રાથમિક શાળામાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના આચાર્ય અશ્વિનભાઈ રેવાભાઈ પટેલને 'પ્રતિભાશાળી શિક્ષક' તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા.રાષ્ટ્રધ્વજ ફરકાવવાની ગૌરવપૂર્ણ વિધિ વિદ્યાર્થીઓ, આમંત્રિત મહેમાનો, ગ્રામજનો, SMC સભ્યો અને સમગ્ર શાળા પરિવારની ઉપસ્થિતિમાં સંપન્ન થઈ હતી. કાર્યક્રમના પ્રારંભે શાળાના આચાર્ય અશ્વિનભાઈ રેવાભાઈ પટેલે ઉપસ્થિત તમામ મહેમાનો, વાલીજનો, ગ્રામજનો, SMC સભ્યો અને શાળા પરિવારનું સ્વાગત કર્યું હતું.રાષ્ટ્રીય પર્વની ઉજવણીના આ અવસરે દર વર્ષની પરંપરા મુજબ ઉત્તમ કામગીરી કરનાર શિક્ષકને ગુજરાત સરકાર દ્વારા 'પ્રતિભાશાળી શિક્ષક' પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ વર્ષે શૈક્ષણિક ક્ષેત્રે ઉત્તમ કામગીરી, શાળાના વિકાસમાં યોગદાન અને શિક્ષણ પ્રત્યેની નિષ્ઠા બદલ ચાંદટેકરી પ્રાથમિક શાળાના આચાર્ય અશ્વિનભાઈ રેવાભાઈ પટેલને 'પ્રતિભાશાળી શિક્ષક'નું પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું. ગામના મુખી હાજીફકીરમહંમદભાઈ મુલતાનીના હસ્તે આ સન્માન કરવામાં આવ્યું હતું. આચાર્યએ આ બહુમાનનો શ્રેય સમગ્ર શાળા પરિવાર અને વિદ્યાર્થીઓને આપ્યો હતો.આ પ્રસંગે SMC સભ્ય, શિક્ષણવિદ્ અને મદની પ્રાથમિક શાળાના ઉપશિક્ષક અયાઝભાઈ મુલતાની સાહેબ તથા ગામના મુખી હાજીફકીરમહંમદભાઈ મુલતાનીએ પોતાના વક્તવ્ય દ્વારા શિક્ષણના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જીવનમાં શિક્ષણનું સ્થાન, બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણની અનિવાર્યતા અને સમાજના વિકાસમાં શિક્ષિત પેઢીની ભૂમિકા અંગે સમજ આપી હતી. તેમણે વાલીજનો અને ગ્રામજનોને બાળકોના શિક્ષણ પ્રત્યે વધુ જાગૃત બનવા પ્રેરિત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ચાંદટેકરી પ્રાથમિક શાળાના ઉપશિક્ષક મહંમદઆરીફ પટેલ સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું.અંતમાં ઉપસ્થિત તમામ મહેમાનો, ગ્રામજનો, વાલીજનો, SMC સભ્યો, વિદ્યાર્થીઓ અને શાળા પરિવારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    વ્યારા ખાતે જિલ્લા કક્ષાના સ્વતંત્ર પર્વની ઉજવણી:પૂર્ણેશ મોદીના હસ્તે ધ્વજવંદન, બાળકોએ દેશભક્તિના તાલે સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી
    Next Article
    ગોડાઉન ભાડે લીધાના બીજા દિવસે ₹20 લાખનો દારૂ ઉતાર્યો:ત્રાગડમાં LCBએ દરોડો પાડી 11 હજારથી વધુ બોટલો અને બે લોડિંગ ટેમ્પો જપ્ત કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment