Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોડાઉન ભાડે લીધાના બીજા દિવસે ₹20 લાખનો દારૂ ઉતાર્યો:ત્રાગડમાં LCBએ દરોડો પાડી 11 હજારથી વધુ બોટલો અને બે લોડિંગ ટેમ્પો જપ્ત કર્યા

    20 hours ago

    અમદાવાદના ત્રાગડ વિસ્તારમાં ભાડે આપેલા એક જૂના ગોડાઉનમાંથી પોલીસે રૂ.20.50 લાખની મત્તાનો વિદેશી દારૂનો મોટો જથ્થો કબજે કર્યો છે. ગોડાઉન ભાડે રાખવાની વાતચીત ચાલી રહી હતી તે જ દરમિયાન અજાણ્યા શખ્સે ગોડાઉન ખુલ્લું હોવાનો લાભ લઈ રાતોરાત દારૂનો જથ્થો ઉતારી દીધો હતો. ઝોન 2 એલસીબીએ 14 ઓગસ્ટની મોડીરાત્રે દરોડો પાડીને 11 હજારથી વધુ બોટલો અને બે લોડિંગ ટેમ્પો જપ્ત કરી સાબરમતી પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે. આરોપી ફરાર, માલિકની પૂછપરછ ઝોન 2 એલસીબીના પીએસઆઈને મળેલી બાતમીના આધારે પોલીસે ત્રાગડ ગામમાં આવેલા જૂના ગોડાઉનમાં દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન ગોડાઉનમાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 11,000થી વધુ બોટલો (કિંમત રૂ.20.50 લાખ) તેમજ બે લોડિંગ ટેમ્પો મળી આવ્યા હતા. દરોડા સમયે સ્થળ પર કોઈ શખસ હાજર ન મળતાં પોલીસે ગોડાઉન માલિક કલ્પેશભાઈ અને તેમના મેનેજર ભરત દેસાઈનો સંપર્ક કરી પૂછપરછ હાથ ધરી હતી. ભાડે રાખવાના નામે દારૂ ઉતારવાનો ખેલ મેનેજર ભરત દેસાઈની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, એક અજાણ્યા શખસે ગોડાઉન ભાડે લેવા અંગે વાતચીત કરી હતી. ગોડાઉન ભાડે આપવાનો આખરી નિર્ણય લેવાય તે પહેલાં જ, ગોડાઉનનું તાળું ખુલ્લું હોવાનો ગેરલાભ ઉઠાવીને અજાણ્યા શખસે બે લોડિંગ ટેમ્પો મારફતે વિદેશી દારૂનો આ જથ્થો ત્યાં ખાલી કરી દીધો હતો. પોલીસ દ્વારા તપાસ તેજ ગોડાઉનમાં દારૂનો જથ્થો ઉતારનાર અજાણ્યો શખસ કોણ છે અને આ માલ ક્યાંથી લાવવામાં આવ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. આ અંગે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.
    Click here to Read More
    Previous Article
    મોડાસાની શાળામાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી:ગામના મુખીએ શાળાના આચાર્ય અશ્વિન પટેલને 'પ્રતિભાશાળી શિક્ષક' પ્રમાણપત્ર અર્પણ કર્યું
    Next Article
    કલેક્ટર મનીષ ગુરવાનીએ વાંસદામાં તિરંગો લહેરાવ્યો:80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી, પૂર રાહત કામગીરીને બિરદાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment