Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભણગોરમાં જાહેર રોડ પર જુગાર ઝડપાયો:વર્લી મટકાના આંકડા લખતા એક શખ્સની ધરપકડ

    10 hours ago

    લાલપુર તાલુકાના ભણગોર ગામમાં જાહેર રોડ પર વર્લી મટકાનો જુગાર રમતા સામતભાઈ કરશનભાઈ પરમાર નામના એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે તેની પાસેથી રોકડા રૂ. 210 સહિતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. લાલપુર પોલીસને ભણગોર ગામના ચોકમાં જાહેર રોડ પર પૈસાની હારજીતનો જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસ દરમિયાન સામતભાઈ કરશનભાઈ પરમાર વર્લી મટકાના આંકડા લખી જુગાર રમતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. પોલીસે તેમની પાસેથી રોકડા રૂ. 210, આંકડા લખેલી કાપલી અને બોલપેન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ બનાવ અંગે પોલીસે આરોપી સામતભાઈ પરમાર વિરુદ્ધ જુગારધારા કલમ 12(અ) હેઠળ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    મેઘપર પોલીસે દારૂની 4 બોટલ સાથે યુવક પકડ્યો:રૂ.72 હજારનો મુદ્દામાલ કબજે, દારૂ સપ્લાયર ફરાર
    Next Article
    વલસાડમાં 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી:ધોબીતળાવ ખાતે ધ્વજવંદન સાથે શહીદોને શ્રદ્ધાંજલિ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment