Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેઘપર પોલીસે દારૂની 4 બોટલ સાથે યુવક પકડ્યો:રૂ.72 હજારનો મુદ્દામાલ કબજે, દારૂ સપ્લાયર ફરાર

    11 hours ago

    જામનગર જિલ્લાના મેઘપર (પડાણા) પોલીસે સિક્કા પાટિયા પાસે દરોડો પાડી એક યુવકને વિદેશી દારૂની ચાર બોટલ સાથે ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ રૂ. 72,000નો મુદ્દામાલ કબજે કર્યો છે, જ્યારે દારૂ સપ્લાય કરનાર ફરાર છે. પોલીસે નયારા પેટ્રોલ પંપ નજીકથી રાહુલ અશોકભાઈ રાઠોડ (ઉંમર 26) નામના યુવકને પકડ્યો હતો. તેની પાસેથી રૂ. 2,000ની કિંમતની દારૂની બોટલો અને રૂ. 70,000ની સુઝુકી એક્સેસ મોપેડ સહિત કુલ રૂ. 72,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પ્રાથમિક પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, નવાગામ ઘેડના સિદ્ધરાજસિંહે આ દારૂનો જથ્થો સપ્લાય કર્યો હતો. પોલીસે સિદ્ધરાજસિંહને ફરાર જાહેર કરી બંને આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    આ અઠવાડિયે સોના-ચાંદીના ભાવમાં વધારો રહ્યો:સોનું ₹2742 વધીને ₹1.52 લાખ પર પહોંચ્યું, ચાંદી ₹2461 મોંઘી થઈને ₹2.31 લાખ પ્રતિ કિલો થઈ
    Next Article
    ભણગોરમાં જાહેર રોડ પર જુગાર ઝડપાયો:વર્લી મટકાના આંકડા લખતા એક શખ્સની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment