Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કલ્યાણકારી પ્રકલ્પોનું લોકાર્પણ‎:પાટણમાં નવી સરસ્વતી ગૌશાળા, જળસંચય બોર અને પાણીના હવાડાઓનું નિર્માણ કરાયું

    21 hours ago

    પાટણની વૈદિક સરસ્વતી નદીના કિસ્સે ગૌસેવા, જીવદયા તથા પ્રકૃતિ સંવર્ધનને સમર્પિત એક પ્રેરણાદાયી સેવા-યજ્ઞ સંપન્ન થયો છે. આર્યાવ્રત નિર્માણ ટ્રસ્ટના ઉપક્રમે સરસ્વતી પંચતીર્થ અને 45 હજારથી વધુ વૃક્ષોની હરિયાળી ધરાવતા વિશાળ સહસ્ત્ર તરૂવન ખાતે ગૌશાળા સહિતના લોકકલ્યાણકારી પ્રકલ્પોનું ગરિમામય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સરસ્વતી નદીના તટમાં આ ​ત્રણ મહત્ત્વપૂર્ણ પ્રકલ્પો લોકાર્પિત પ્રસંગે ગૌમાતાના આશ્રય માટે સરસ્વતી ગૌશાળા, જળસંચય માટે બોર તેમજ અબોલ પશુ-પક્ષીઓની તરસ છિપાવવા માટે જાહેર પાણીના અવાડાનું વિધિવત્ લોકાર્પણ કરાયું હતું. આ પ્રકલ્પો ભારતીય સંસ્કૃતિના શાશ્વત મૂલ્યોનું જીવંત પ્રતિબિંબ પૂરું પાડે છે. ​સરસ્વતી ગૌશાળા માટે ભણશાળી પરિવાર, પાલનપુર તરફથી 5.51 લાખનો સહયોગ આપવામાં આવ્યો હતો.​ જળસંચય બોર માટે શ્રી સ્થાનકવાસી જૈન સંઘ એન્ટવર્પ, બેલ્જિયમ તરફથી 2 લાખનો સહયોગ તેમજ ​પાણીના અવાડા માટે કિશોરભાઈ શાહ અને શ્રી શાંતિનાથ ચેરિટેબલ ટ્રસ્ટ, સુરત દ્વારા વિશેષ આર્થિક સહયોગ આપવામાં આવ્યો હતો.​ પાટણ એપીએમસી ચેરમેન સ્નેહલભાઈ પટેલ,જગન્નાથ મંદિરના ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્ય, બ્રહ્મસમાજ પ્રમુખ વિનોદભાઈ જોશી,જિલ્લા કાયદા અધિકારી દિલીપસિંહ રાજપૂત, માનસીબેન ત્રિવેદી સહિત અનેક પ્રકૃતિપ્રેમી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આર્યાવ્રત નિર્માણ ટ્રસ્ટના પ્રમુખ નિલેશભાઈ રાજગોરે જણાવ્યું હતું કે પ્રકૃતિનું જતન અને ગૌમાતાની સેવા એ માત્ર ધાર્મિક ભાવનાનો વિષય નથી, પરંતુ સમગ્ર જીવસૃષ્ટિ પ્રત્યે મનુષ્યના કર્તવ્યની અભિવ્યક્તિ છે.પ્રકૃતિની સેવા અંતે પરમાત્માની જ સેવા છે.હજારો વૃક્ષોથી હરિયાળું બનેલું સહસ્ત્ર તરૂવન અને તેની વચ્ચે વિકસતા આ સેવાકીય પ્રકલ્પો તેમના સતત પુરુષાર્થ અને પ્રકૃતિપ્રેમના સાક્ષી બનશે.
    Click here to Read More
    Previous Article
    પેટ્રોલિંગ વધારવા અને દોષિતોને શોધી કાર્યવાહી કરો:પાટણ સિદ્ધિ સરોવરમાં બિછાવેલી જાળ યુવાનોએ હટાવી માછલીઓ મુક્ત કરી
    Next Article
    કાર્યવાહી:પાટણ શહેરમાં એલસીબીએ રહેણાંક મકાનમાં જુગાર રમતાં 6 શખ્સો ઝડપ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment