Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પેટ્રોલિંગ વધારવા અને દોષિતોને શોધી કાર્યવાહી કરો:પાટણ સિદ્ધિ સરોવરમાં બિછાવેલી જાળ યુવાનોએ હટાવી માછલીઓ મુક્ત કરી

    22 hours ago

    ઐતિહાસિક નગરી પાટણના સિદ્ધિ સરોવરમાં અસામાજિક તત્ત્વો દ્વારા માછલીઓ પકડવા માટે ગેરકાયદેસર રીતે બિછાવવામાં આવેલી જાળને સ્થાનિક સેવાભાવી યુવાનોએ પોતાની પરવા કર્યા વગર દૂર કરી છે. યુવાનોની સમયસૂચકતા અને સાહસના કારણે જાળમાં ફસાયેલા અનેક તડપતા જળચર જીવોનો આબાદ બચાવ થયો છે. સરોવરમાં અસામાજિક તત્ત્વો દ્વારા ગેરકાયદેસર રીતે માછલીઓનો શિકાર કરવા માટે મોટી જાળ નાખવામાં આવી હોવાની જાણ થતાં જ સ્થાનિક યુવાનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થિતિની ગંભીરતા સમજીને યુવાનોએ પોતાના જીવનું જોખમ ખેડીને સરોવરના ઊંડા પાણીમાં છલાંગ લગાવી હતી. ભારે જહેમત બાદ યુવાનોએ પાણીમાંથી વિશાળ જાળ બહાર કાઢી હતી અને તેમાં ફસાયેલી માછલીઓ સહિતના નિર્દોષ જળચરોને મુક્ત કરી નવું જીવન આપ્યું હતું. યુવાનોની આ જીવદયા વિષયક કામગીરીની સમગ્ર શહેરમાં પ્રશંસા થઈ રહી છે. ત્યારે સિદ્ધિ સરોવરમાં આ પ્રકારે ગેરકાયદે શિકારની પ્રવૃત્તિ સામે આવતાં સ્થાનિક નાગરિકો અને જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ વ્યાપી ગયો છે.
    Click here to Read More
    Previous Article
    ખેડૂતની બાતમીના આધારે તંત્ર દ્વારા મેન્દ્રા ચોકડી વિસ્તારમાં તપાસ:દે. બારિયામાં બંધ ગોડાઉનમાંથી DAP ખાતરનો 400 બેગનો જથ્થો મળતાં સીલ
    Next Article
    કલ્યાણકારી પ્રકલ્પોનું લોકાર્પણ‎:પાટણમાં નવી સરસ્વતી ગૌશાળા, જળસંચય બોર અને પાણીના હવાડાઓનું નિર્માણ કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment