Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખેડૂતની બાતમીના આધારે તંત્ર દ્વારા મેન્દ્રા ચોકડી વિસ્તારમાં તપાસ:દે. બારિયામાં બંધ ગોડાઉનમાંથી DAP ખાતરનો 400 બેગનો જથ્થો મળતાં સીલ

    23 hours ago

    દેવગઢ બારિયામાં તા. 14 ઓગસ્ટના રોજ ખેડૂતની બાતમીના આધારે મેન્દ્રા ચોકડી વિસ્તારમાં તંત્ર દ્વારા બંધ ગોડાઉનમાં તપાસ કરતાં DAP ખાતરના 400 બેગનો જથ્થો મળી આવ્યો હતો. બે ખાતર વિતરક પેઢી દ્વારા શંકાસ્પદ રીતે જથ્થો સંગ્રહ કરાયો હોવાનું સામે આવતા ગોડાઉનને ખાતર જથ્થા સાથે સીલ કરી દેવામાં આવ્યું છે. દેવગઢ બારિયામાં ખેડૂત પાસેથી મળેલી બાતમીના આધારે મેન્દ્રા ચોકડી વિસ્તારમાં આવેલા બંધ ગોડાઉનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસ ટીમ સાથે ગોડાઉન ખોલાવી તપાસ કરતાં અંદર DAP ખાતરના 400 બેગનો જથ્થો સંગ્રહ કરાયેલો મળી આવ્યો હતો. ગોડાઉનમાં મળી આવેલા ખાતરના જથ્થા અંગે તપાસ કરતાં આ જથ્થો બારિયા અનાજ ઉત્પા. સ.મંડળી લી. તથા બારિયા વિભાગ ખેડૂત ગ્રાહક સ. ભંડાર નામની બે ખાતર વિતરક પેઢી દ્વારા શંકાસ્પદ રીતે સંગ્રહ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. આ બાબતને પગલે તંત્ર દ્વારા ગોડાઉનને અંદર રહેલા સમગ્ર ખાતરના જથ્થા સાથે સીલ કરી દેવામાં આવ્યું છે. સમગ્ર મામલે હવે વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ બંને પેઢીઓની ભૂમિકા અને નિયમોના ભંગ અંગે જવાબદારી નક્કી કરવામાં આવશે. ત્યારબાદ બંને પેઢીના લાયસન્સ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવાયું છે. ખાતરના જથ્થાના શંકાસ્પદ સંગ્રહ સામે થયેલી આ કાર્યવાહીથી ખાતર વિતરણ વ્યવસ્થામાં ચકચાર મચી છે.
    Click here to Read More
    Previous Article
    80મો સ્વતંત્રતા દિવસ આજે, મોદી 13મી વખત ત્રિરંગો ફરકાવશે:પ્રથમ વખત લાલ કિલ્લા પર વંદે માતરમ ગવાશે; જેન-ઝેડ ઇવેન્ટનો ભાગ બનશે
    Next Article
    પેટ્રોલિંગ વધારવા અને દોષિતોને શોધી કાર્યવાહી કરો:પાટણ સિદ્ધિ સરોવરમાં બિછાવેલી જાળ યુવાનોએ હટાવી માછલીઓ મુક્ત કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment