Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહાનગરપાલિકાનો કડક આદેશ:મટન માર્કેટ તથા કતલખાના શ્રાવણ માસના ચાર સોમવાર અને જન્માષ્ટમી નિમિત્તે બંધ રાખવા આદેશ

    1 day ago

    આ હુકમનો અનાદર કરનાર ઉપર ધારાસરની કાર્યવાહી કરવામાં આવશે હિંદુઓના પવિત્ર તહેવાર એવા શ્રાવણ માસ અને જન્માષ્ટમીના પાવન અવસરને ધ્યાનમાં રાખીને ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે,આ તહેવારો દરમિયાન ધાર્મિક ભાવનાઓનું જતન થાય તે માટે ભાવનગર સંચાલિત તમામ મટન માર્કેટ અને કતલખાનાઓ શ્રાવણ માસના ચાર સોમવાર તથા જન્માષ્ટમીનું પાવન પર્વ નિમિત્તે સંપૂર્ણપણે બંધ રાખવા માટેનો હુકમ જારી કરવામાં આવ્યો છે. ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શ્રાવણ માસ દરમિયાન આવનાર આગામી તા. 17/8, 24/8, 31/8 તથા 7/9 ના રોજ શ્રાવણ માસના ચારેય સોમવાર તેમજ તા. 4/9 ને શુક્રવાર જન્માષ્ટમીના રોજ મટન માર્કેટ તથા કતલખાના બંધ રાખવામાં સૂચના આપવામાં આવી છે, ઉપર જણાવેલી તારીખો દરમિયાન કોઈપણ પ્રકારના માંસનું વેચાણ કે તેનો સંગ્રહ કરવા પર સખત પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. તમામ વેપારીઓ અને સંલગ્ન વ્યક્તિઓએ આ નિયમનું પાલન કરવાનું રહેશે. તમામ વેપારીઓએ અને લાગતા વળગતાઓએ નોંધ લેવી તથા માસનો સંગ્રહ કે વેચાણ કરવાનો બંધ રાખવા આથી હુકમ કરવામાં આવે છે, મનપાના આરોગ્ય વિભાગ દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જો કોઈ વેપારી આ હુકમનું ઉલ્લંઘન કરશે અથવા અનાદર કરશે, તો તેવા ઈસમો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. તમામ વેપારીઓને આ બાબતની ગંભીર નોંધ લેવા અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    વ્યારા કોલેજમાં 'વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ' ઉજવાયો:દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ, કેન્ડલ માર્ચ યોજાઈ
    Next Article
    મોરબીમાં ટ્રાન્સમિશન લાઇન, ખેડૂતોને 400% વધુ વળતર:નવી નીતિ હેઠળ MRC કમિટીએ પારદર્શક રીતે ભાવ નક્કી કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment