Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં ટ્રાન્સમિશન લાઇન, ખેડૂતોને 400% વધુ વળતર:નવી નીતિ હેઠળ MRC કમિટીએ પારદર્શક રીતે ભાવ નક્કી કર્યા

    1 day ago

    મોરબી જિલ્લામાં ટ્રાન્સમિશન લાઇનથી અસરગ્રસ્ત ખેડૂતોને ન્યાયી વળતર આપવા માટે રાજ્ય સરકારના ૦૪/૦૭/૨૦૨૬ના નવા ઠરાવ મુજબ પ્રથમ વખત માર્કેટ રેટ કમિટી (MRC)ની બેઠક યોજાઈ હતી. મોરબી કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં ખેડૂતો, કંપનીના પ્રતિનિધિઓ અને વેલ્યુઅરોની હાજરીમાં જમીનના ભાવ પારદર્શક રીતે નક્કી કરાયા હતા. હળવદ તાલુકાના વેગડવાવ ગામના અસરગ્રસ્ત ખેડૂતો માટે આ બેઠક યોજાઈ હતી. કલેક્ટર, કંપની અને ખેડૂતોના વેલ્યુઅરો દ્વારા રજૂ કરાયેલા બંધ કવરોમાંથી લોટરી પદ્ધતિથી બે ચિઠ્ઠીઓ પસંદ કરીને આશરે ૧૫ સર્વે નંબરોના ભાવ નક્કી કરવામાં આવ્યા. આ પારદર્શક પ્રક્રિયાથી ખેડૂતોમાં વિશ્વાસ વધ્યો હતો. નવી નીતિના કારણે ખેડૂતોને અગાઉની પદ્ધતિ કરતાં ૪૦૦ ટકાથી વધુ વળતર મળવાપાત્ર બન્યું છે. ઉદાહરણ તરીકે, વેગડવાવ ગામના સર્વે નંબર ૧૫૦ પૈકી ૯માં જૂની DLVC પદ્ધતિ હેઠળ પ્રતિ ચોરસ મીટર રૂ. ૯૭૯ના ભાવે ૮૫ ટકા પ્રમાણે ખેડૂતને રૂ. ૧૪.૫૭ લાખ મળતા હતા. હવે નવી MRC કમિટીએ પ્રતિ ચોરસ મીટર રૂ. ૧૯૪૫નો ભાવ નક્કી કર્યો છે, જેના ૨૦૦ ટકા પ્રમાણે ખેડૂતને રૂ. ૫૮.૬૧ લાખ મળશે. આમ, ખેડૂતોને અગાઉના વળતર કરતાં ચાર ગણાથી વધુ રકમ પ્રાપ્ત થશે. આ ઉપરાંત, ટ્રાન્સમિશન લાઇનના કામકાજ દરમિયાન થયેલા પાક નુકસાનનું વળતર પણ સરકારના નિયમો મુજબ અલગથી ચૂકવાશે.નવી MRC પદ્ધતિથી ખેડૂતોને વધુ ન્યાયી વળતર મળવાની સંભાવના વધી છે. કમિટીના આ નિર્ણયથી ખેડૂતોમાં સંતોષ જોવા મળ્યો હતો. મોરબી જિલ્લા વહીવટી તંત્રએ જણાવ્યું કે આગામી સમયમાં પણ અસરગ્રસ્ત વિસ્તારોમાં આ જ પારદર્શક પદ્ધતિથી ભાવ નક્કી કરાશે. જિલ્લાના તમામ અસરગ્રસ્ત ખેડૂતોને MRC કમિટીની પ્રક્રિયામાં જોડાઈને ન્યાયી વળતર મેળવવા અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    મહાનગરપાલિકાનો કડક આદેશ:મટન માર્કેટ તથા કતલખાના શ્રાવણ માસના ચાર સોમવાર અને જન્માષ્ટમી નિમિત્તે બંધ રાખવા આદેશ
    Next Article
    શાળાના 463 બાળકોએ જવાનોને મોકલી 'રક્ષા પોટલી':રક્ષાબંધન પર્વે દેશપ્રેમની અનોખી ઉજવણી, સરહદ સુધી પહોંચ્યો સ્નેહ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment