Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વ્યારા કોલેજમાં 'વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ' ઉજવાયો:દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ, કેન્ડલ માર્ચ યોજાઈ

    1 day ago

    તાપી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વ્યારા કોલેજના ઓડિટોરિયમ હોલ ખાતે 'વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ'ની ગરિમાપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે દેશના વિભાજન દરમિયાન જીવ ગુમાવનાર નિર્દોષ નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને કેન્ડલ માર્ચ યોજાઈ હતી. કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત તમામ મહાનુભાવો અને વિદ્યાર્થીઓએ બે મિનિટનું મૌન પાળી દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, 14મી ઓગસ્ટનો દિવસ દેશના ભાગલાની વેદના અને વિસ્થાપિતોના સંઘર્ષને યાદ કરવાનો છે. તેમણે યુવાનોને ટેક્નોલોજીનો સકારાત્મક ઉપયોગ કરી દેશની પ્રગતિમાં સહભાગી બનવા આહ્વાન કર્યું હતું. તાપી જિલ્લા પંચાયત પ્રમુખ ચંચળબેન ચૌધરીની ઉપસ્થિતિમાં આયોજિત આ કાર્યક્રમમાં વિષય નિષ્ણાતો દ્વારા આઝાદી અને વિભાજનની સમયની પરિસ્થિતિઓ પર વિશેષ વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત, વિભાજનની ઘટનાઓ પર આધારિત એક શોર્ટ ફિલ્મનું પ્રદર્શન અને પ્રભાવશાળી નાટ્ય રજૂઆત પણ કરવામાં આવી હતી. કાર્યક્રમના સમાપન બાદ વ્યારા કોલેજથી મિશન નાકા સુધી એક વિશાળ કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મૌન રેલીમાં જિલ્લા કલેક્ટર દેવ ચૌધરી, જિલ્લા પોલીસ વડા જે.એન. દેસાઈ, નિવાસી અધિક કલેક્ટર આર.આર. બોરડ સહિતના ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ, મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ અને નગરજનો જોડાયા હતા. સૌએ હાથમાં કેન્ડલ લઈને વિભાજનના પીડિતો અને દિવંગતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં ‘સ્નેહની રાખી-સ્વાવલંબનની ડોર’ રાખી મેળાનો પ્રારંભ:રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ઉદ્ઘાટન કર્યું, ૫૦ સ્ટોલમાં મહિલા ઉત્પાદનોનું વેચાણ
    Next Article
    મહાનગરપાલિકાનો કડક આદેશ:મટન માર્કેટ તથા કતલખાના શ્રાવણ માસના ચાર સોમવાર અને જન્માષ્ટમી નિમિત્તે બંધ રાખવા આદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment