Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં ‘સ્નેહની રાખી-સ્વાવલંબનની ડોર’ રાખી મેળાનો પ્રારંભ:રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ઉદ્ઘાટન કર્યું, ૫૦ સ્ટોલમાં મહિલા ઉત્પાદનોનું વેચાણ

    1 day ago

    મોરબીમાં મહિલાઓને સ્વરોજગાર સાથે જોડવા અને તેમને આર્થિક રીતે સ્વાવલંબી બનાવવાના હેતુથી ‘સ્નેહની રાખી-સ્વાવલંબનની ડોર’ થીમ પર રાખી મેળાનો પ્રારંભ થયો છે. ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ દ્વારા મોરબીના એલ.ઈ. કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આ પ્રદર્શન-સહ-વેચાણ મેળાનું આયોજન કરાયું છે. ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ મેળાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે રાજ્યમંત્રીએ મેળામાં ઉભા કરાયેલા વિવિધ સ્ટોલની મુલાકાત લઈ મહિલાઓ દ્વારા તૈયાર કરાયેલી ચીજવસ્તુઓની માહિતી મેળવી હતી. તેમણે મહિલા સખી મંડળો અને મહિલા ઉદ્યોગસાહસિકોના પ્રયાસોને બિરદાવી તેમને પ્રોત્સાહિત કર્યા હતા. મેળામાં આશરે ૫૦ જેટલા વિશેષ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. જેમાં મહિલાઓ દ્વારા પોતાના હાથે તૈયાર કરાયેલી વિવિધ પ્રકારની આકર્ષક રાખડીઓ, હસ્તકલાની વસ્તુઓ, બાંધણી, સાડીઓ, ગૃહ શણગારની ચીજવસ્તુઓ તેમજ રોજિંદા ઘરવપરાશમાં ઉપયોગી વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ થઈ રહ્યું છે. આ મેળો મહિલાઓને પોતાના ઉત્પાદનો માટે બજાર અને ગ્રાહકો પૂરા પાડે છે. રાખડીના પર્વને ધ્યાનમાં રાખીને યોજાયેલો આ મેળો પરંપરાગત હસ્તકળા સાથે મહિલાઓની સર્જનાત્મકતા દર્શાવે છે. મહિલાઓ દ્વારા બનાવેલી વિવિધ રાખડીઓ અને અન્ય વસ્તુઓ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. આ મેળા થકી મહિલાઓને પોતાની આવડત અને મહેનતને વ્યવસાયમાં પરિવર્તિત કરવાની તક મળી રહી છે. મેળાના શુભારંભ પ્રસંગે મોરબીના મેયર ઉત્તમ સુરાણી, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, કલેક્ટર સ્વપ્નિલ ખરે, મહિલા અને બાળ અધિકારી જલ્પાબેન ત્રિવેદી સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ, મહિલા ઉદ્યોગસાહસિકો અને મોટી સંખ્યામાં મોરબીવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોરબીવાસીઓને આ રાખી મેળાની મોટી સંખ્યામાં મુલાકાત લેવા અને મહિલાઓ દ્વારા તૈયાર કરાયેલી વિવિધ વસ્તુઓની ખરીદી કરવા અપીલ કરાઈ છે. નાગરિકોને મહિલાઓ પાસેથી ઉત્પાદનો ખરીદીને તેમના સ્વાવલંબન અને મહિલા સશક્તિકરણના પ્રયાસને પ્રોત્સાહન આપવા પણ અનુરોધ કરાયો છે.
    Click here to Read More
    Previous Article
    गर्दन और पीठ के मैल को साफ करने की आसान टिप्स, घर पर बनाएं बेसन-दही का नेचुरल क्लींजर
    Next Article
    વ્યારા કોલેજમાં 'વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ' ઉજવાયો:દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ, કેન્ડલ માર્ચ યોજાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment