Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનું આયોજન:રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની ઉપસ્થિતિમાં વિસ્થાપિતોને શ્રદ્ધાંજલિ અપાઈ

    8 hours ago

    મોરબીમાં ૧૪ ઓગસ્ટના રોજ વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની અધ્યક્ષતામાં યોજાયો હતો, જેમાં ભારતના વિભાજન દરમિયાન વિસ્થાપિત થયેલા લોકોના ત્યાગ, બલિદાન અને વેદનાને યાદ કરીને દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, દેશની આઝાદી લાખો ક્રાંતિવીરો અને વિસ્થાપિતોના મહાન ત્યાગ અને બલિદાનનું પરિણામ છે. તેમણે ઉમેર્યું કે, વિભાજન સમયે અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા અને અસંખ્ય પરિવારોને વતન છોડીને વિસ્થાપિત થવાની વેદના સહન કરવી પડી હતી. યુવા પેઢી આ ગૌરવશાળી ઇતિહાસ જાણે અને તેમાંથી પ્રેરણા મેળવે તે અત્યંત જરૂરી છે. મંત્રીએ યુવાનોને દેશના ભવ્ય ઇતિહાસમાંથી પ્રેરણા લઈને રાષ્ટ્રના વિકાસમાં સહભાગી બનવા અને 'વિકસિત ભારત'ના નિર્માણમાં યોગદાન આપવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન, મુખ્ય વક્તાએ ભારતના વિભાજનના ઐતિહાસિક પાસાઓ પર પ્રકાશ પાડ્યો હતો. વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતો રજૂ કર્યા હતા અને વિભાજનની કરુણ ઘટનાઓ તથા તેની અસર દર્શાવતી ટૂંકી ડોક્યુમેન્ટ્રી ફિલ્મનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોરબીના મેયર ઉત્તમ સુરાણી, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે, મનપા કમિશનર સંગીતા રૈયાણી, જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ, નાયબ વન સંરક્ષક ડૉ. સુનિલકુમાર બેરવાલ, પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત, જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલ વ્યાસ સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિભાજનની વિભીષિકાને યાદ કરતો આ કાર્યક્રમ નવી પેઢીને દેશના ઇતિહાસ, સ્વાતંત્ર્ય સંગ્રામ અને વિસ્થાપિતોના બલિદાનથી પરિચિત કરાવવામાં મહત્વપૂર્ણ સાબિત થયો.
    Click here to Read More
    Previous Article
    મહાનગર પાલિકાતંત્રને બ્રહ્મજ્ઞાન થયું:ગાંધીનગરમાં ઠેર-ઠેર ખડકાયેલા ભંગારના ગોડાઉનો સામે લાલ આંખ, હવે 500 ચો.મી.થી મોટા એકમોમાં ફાયર સેફ્ટી ફરજિયાત
    Next Article
    80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વસંધ્યાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું રાજ્યજોગ સંબોધન:વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણ માટે આહ્વાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment