Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વસંધ્યાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું રાજ્યજોગ સંબોધન:વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણ માટે આહ્વાન

    7 hours ago

    દેશના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વસંધ્યાએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર રાજ્યના નાગરિકોને રાષ્ટ્રીય પર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. મુખ્યમંત્રીએ આઝાદીના અમૃતકાળમાં રાષ્ટ્રહિતને સર્વોપરી ગણી ‘વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત’ના નિર્માણનો સંકલ્પ લેવા આહ્વાન કર્યું હતું. આ તકે તેમણે દેશની સ્વતંત્રતા માટે સર્વોચ્ચ બલિદાન આપનારા તમામ નામી-અનામી શહીદો અને સ્વાતંત્ર્ય સેનાનીઓને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. 2035: ગુજરાતની સ્થાપનાનું અમૃત પર્વ મુખ્યમંત્રીએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે, ભારત વર્ષ ૨૦૪૭માં પોતાની આઝાદીની શતાબ્દી ઉજવશે, પરંતુ તે પૂર્વે ગુજરાત માટે વર્ષ ૨૦૩૫ અત્યંત ઐતિહાસિક અને મહત્વનું બની રહેશે. ૨૦૩૫માં ગુજરાતની સ્થાપનાના ૭૫ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ અમૃત પર્વને વિકસિત ભારતના નિર્માણના સુવર્ણકાળમાં પરિવર્તિત કરવા માટે તેમણે પ્રત્યેક ગુજરાતીને ખભેથી ખભા મિલાવીને યોગદાન આપવા અપીલ કરી હતી. ‘વિરાસત ભી, વિકાસ ભી’નો મંત્ર મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ રાજ્યમાં વિકાસની સાથે સાંસ્કૃતિક ધરોહરના સંરક્ષણને પ્રાથમિકતા અપાઈ રહી છે. સોમનાથ મંદિરના પુનઃનિર્માણના ૭૫ વર્ષની ઉજવણી થકી સનાતન સંસ્કૃતિની ભવ્ય વિરાસતને ગૌરવ અપાયું છે. ‘વિરાસત ભી, વિકાસ ભી’ના મૂળ મંત્ર સાથે ગુજરાત વિકાસની નવી ક્ષિતિજો સર કરી રહ્યું છે. ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિ રાજ્ય સરકાર વિકસિત ભારતના ચાર મુખ્ય સ્તંભોના સશક્તિકરણ માટે કટિબદ્ધ હોવાનું જણાવતાં મુખ્યમંત્રીએ કહ્યું કે, સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી, ડેટા અને AI આધારિત ઇનોવેશન તેમજ ‘ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર પોલિસી’ દ્વારા રાજ્યનો યુવાન જોબ સિકરમાંથી ‘જોબ ગિવર’ બની રહ્યો છે. ટેકાના ભાવે ખરીદી, કિસાન સન્માન નિધિ, દિવસે કૃષિ વીજળી અને સિંચાઈ સુવિધા થકી સરકાર 'બીજથી બજાર સુધી' ખેડૂતોની પડખે અડીખમ ઊભી છે. હાલ રોજગારીમાં મહિલાઓની ભાગીદારી 42% છે, જેને 2047 સુધીમાં 75% સુધી લઈ જવાનો લક્ષ્યાંક છે. પાંચ લાખથી વધુ મહિલાઓ ‘લખપતિ દીદી’ બની આર્થિક આધાર પૂરો પાડી રહી છે. 3 સેમિકન્ડક્ટર પ્લાન્ટ અને ફ્યુચર રેડી પોલિસીઝ ગુજરાત વૈશ્વિક ટેક્નોલોજી અને ઈમર્જિંગ સેક્ટરમાં લીડર બની રહ્યું છે. વડાપ્રધાનના પ્રયાસોથી રાજ્યમાં ત્રણ સેમિકન્ડક્ટર પ્લાન્ટ કાર્યરત થયા છે, જે MSME ક્ષેત્ર માટે વરદાન સાબિત થશે. રાજ્યને ફ્યુચર-રેડી બનાવવા માટે નવી ઉદ્યોગ નીતિ-2026, ડેટા સેન્ટર પોલિસી, શિપ બિલ્ડિંગ એન્ડ રિપેર પોલિસી જેવી મહત્વની નીતિઓ અમલમાં મૂકવામાં આવી છે. ‘વોકલ ફોર લોકલ’થી વૈશ્વિક બજાર ચાર રિજનલ વાયબ્રન્ટ કોન્ફરન્સ થકી ‘લોકલ એસ્પિરેશન, ગ્લોબલ એમ્બિશન’ના ધ્યેયને સાકાર કરવામાં આવ્યું છે. ‘વોકલ ફોર લોકલ’ મિશન દ્વારા ગ્રામ્ય હસ્તકલા અને સ્થાનિક ઉત્પાદનોને વૈશ્વિક સ્તરે મોટું બજાર પૂરું પાડવામાં આવ્યું છે. સામાજિક સુરક્ષા: શિક્ષણ, આરોગ્ય અને આવાસ ગ્રીન ગ્રોથ અને ‘હર ઘર તિરંગા’ પર્યાવરણ સંરક્ષણ માટે ‘મિશન લાઈફ’, ‘એક પેડ મા કે નામ’ અને ‘કેચ ધ રેઇન’ અભિયાનોને જનઆંદોલન બનાવવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ રાષ્ટ્રપ્રેમની ભાવનાને ઉજાગર કરવા ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં જોડાવા અનુરોધ કર્યો હતો. સંબોધનના અંતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘ભારત માતા કી જય’, ‘વંદે માતરમ’ અને ‘જય જય ગરવી ગુજરાત’ના નારા સાથે પ્રત્યેક નાગરિકને વિકસિત ભારતના નિર્માણમાં સક્રિય ભાગીદાર બનવા સંકલ્પબદ્ધ કર્યા હતા.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનું આયોજન:રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની ઉપસ્થિતિમાં વિસ્થાપિતોને શ્રદ્ધાંજલિ અપાઈ
    Next Article
    नहीं रहे इतिहासकार सुमित सरकार, एक बेहतरीन शिक्षक को हमारा अलविदा

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment