Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહાનગર પાલિકાતંત્રને બ્રહ્મજ્ઞાન થયું:ગાંધીનગરમાં ઠેર-ઠેર ખડકાયેલા ભંગારના ગોડાઉનો સામે લાલ આંખ, હવે 500 ચો.મી.થી મોટા એકમોમાં ફાયર સેફ્ટી ફરજિયાત

    9 hours ago

    ગાંધીનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં રહેણાંક તેમજ વાણિજ્યિક ઝોનની નજીક કોઈપણ જાતની કાયદેસર મંજૂરી કે સલામતીના સાધનો વિના ધમધમતા પસ્તી અને ભંગારના ગોડાઉનો સામે આખરે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. ગાંધીનગર મહાનગરપાલિકા (GMC) અને ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (GUDA) વિસ્તારમાં આવેલા ૫૦૦ ચોરસ મીટરથી વધુ ક્ષેત્રફળ ધરાવતા તમામ પસ્તી-ભંગારના ગોડાઉનોમાં ફાયર સેફ્ટી સિસ્ટમ લગાવવી ફરજિયાત કરી દેવામાં આવી છે. ફાયર વિભાગ દ્વારા આવા એકમો સામે સઘન તપાસ ઝુંબેશ શરૂ કરીને કડક કાર્યવાહીના આદેશ જારી કરાયા છે. 150થી વધુ ગોડાઉનોમાં જ્વલનશીલ સામગ્રીનો ખડકલો પ્રાપ્ત વિગતો અનુસાર, પાટનગર અને ગુડા વિસ્તારમાં હાલ અંદાજે 150થી પણ વધુ નાના-મોટા ભંગારના ગોડાઉનો ભાડાની જગ્યાઓ પર બિનઅધિકૃત રીતે ચાલી રહ્યા છે. આ ગોડાઉનોમાં કાગળ, પ્લાસ્ટિકના સ્ક્રેપ, પૂંઠા અને અન્ય ઝડપથી આગ પકડી લે તેવા જ્વલનશીલ પદાર્થોનો બેફામ ગેરકાયદે સંગ્રહ કરવામાં આવે છે. ભૂતકાળમાં પણ આવા એકમોમાં વિકરાળ આગ લાગવાની અનેક ઘટનાઓ બની ચૂકી છે, જેનાથી આસપાસના રહેણાંક વિસ્તારો અને નાગરિકોના જીવ સતત જોખમમાં મુકાતા રહ્યા હતા. સ્થળ તપાસ અને તાત્કાલિક નોટિસ ફટકારવાની કામગીરી શરૂ જાહેર સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી ગાંધીનગર મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ વિભાગ દ્વારા તમામ ગોડાઉનોનું ગ્રાઉન્ડ લેવલ પર ઇન્સ્પેક્શન શરૂ કરી દેવામાં આવ્યું છે. ફાયર વિભાગની ટીમો ગોડાઉનોમાં પહોંચી ઉપલબ્ધ ફાયર ફાઇટિંગ સાધનો અને ઈમરજન્સી વ્યવસ્થાઓની ચકાસણી કરી રહી છે. પ્રાથમિક તપાસમાં જ્યાં પણ ફાયર સેફ્ટીના સાધનો કે સિસ્ટમનો અભાવ જોવા મળે છે, તેવા તમામ ગોડાઉન સંચાલકોને તાત્કાલિક અસરથી કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી રહી છે. 2021ના સરકારી જાહેરનામા હેઠળ કાર્યવાહી રાજ્ય સરકારના 8 જુલાઈ, 2021ના નોટિફિકેશન હેઠળ નિર્ધારિત કરવામાં આવેલી તમામ ફાયર સેફ્ટી જોગવાઈઓનું પાલન કરવું હવે દરેક ગોડાઉન માલિક માટે કાયદેસર રીતે અનિવાર્ય બન્યું છે. મહાનગરપાલિકા તંત્ર દ્વારા તમામ ભંગાર-પસ્તીના ગોડાઉન સંચાલકોને અંતિમ તાકીદ કરવામાં આવી છે કે તેઓ નિયમોનુસારની માન્ય ફાયર સેફ્ટી સિસ્ટમ કાર્યરત કરી સંબંધિત સત્તામંડળ પાસેથી જરૂરી એન.ઓ.સી. (NOC) મેળવી લે. જો નિયત સમયમર્યાદામાં આ નિયમોનું પાલન નહીં થાય, તો આવા તમામ બિનઅધિકૃત ગોડાઉનોને તાત્કાલિક સીલ કરવા સહિતની કડક ફોજદારી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ચાંદીપુરા વાયરસને લઈને ગુજરાતમાં ચિંતા વધારી:257 શંકાસ્પદ કેસ, 41 પોઝિટિવ અને 27નાં મોત, 30 જૂનથી 14 ઓગસ્ટ સુધીની સ્થિતિ
    Next Article
    મોરબીમાં વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનું આયોજન:રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની ઉપસ્થિતિમાં વિસ્થાપિતોને શ્રદ્ધાંજલિ અપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment