Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચાંદીપુરા વાયરસને લઈને ગુજરાતમાં ચિંતા વધારી:257 શંકાસ્પદ કેસ, 41 પોઝિટિવ અને 27નાં મોત, 30 જૂનથી 14 ઓગસ્ટ સુધીની સ્થિતિ

    10 hours ago

    ગુજરાતમાં ચાંદીપુરા વાયરસની સ્થિતિને લઈને આરોગ્ય વિભાગે 14 ઓગસ્ટ, 2026ના સાંજે 5 વાગ્યા સુધીના તાજા આંકડા જાહેર કર્યા છે. રાજ્યમાં છેલ્લા દોઢ મહિનાથી વધુ સમયગાળામાં ચાંદીપુરા વાયરસના કુલ 257 શંકાસ્પદ કેસ નોંધાયા છે. આ પૈકી લેબોરેટરી તપાસમાં 41 કેસ ચાંદીપુરા વાયરસ પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. પોઝિટિવ દર્દીઓમાંથી અત્યાર સુધીમાં 27 દર્દીઓનાં મૃત્યુ થયાં છે. 257 શંકાસ્પદ કેસોમાંથી 41 પોઝિટિવ આરોગ્ય વિભાગના આંકડા મુજબ, તા. 30/06/2026થી તા. 14/08/2026 દરમિયાન રાજ્યમાં કુલ 257 શંકાસ્પદ કેસો નોંધાયા છે. શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. તપાસના પરિણામો મળતાં અત્યાર સુધીમાં 41 દર્દીઓમાં ચાંદીપુરા વાયરસનો ચેપ હોવાની પુષ્ટિ થઈ છે. 27 પોઝિટિવ દર્દીઓનાં મોત ચાંદીપુરા વાયરસના પોઝિટિવ દર્દીઓમાં મૃત્યુનો આંકડો પણ ચિંતાજનક છે. અત્યાર સુધીમાં 27 પોઝિટિવ દર્દીઓનાં મૃત્યુ થયાં છે. એટલે કે અત્યાર સુધી નોંધાયેલા 41 પોઝિટિવ કેસમાંથી મોટી સંખ્યામાં દર્દીઓના મૃત્યુ થયા છે. 11 સેમ્પલના રિપોર્ટ હજુ બાકી કુલ 257 શંકાસ્પદ કેસોમાંથી લેવામાં આવેલા સેમ્પલ પૈકી 246 સેમ્પલના લેબોરેટરી પરીક્ષણના પરિણામો પ્રાપ્ત થઈ ચૂક્યા છે. જ્યારે હજુ 11 સેમ્પલના પરીક્ષણ પરિણામો આવવાના બાકી છે. આ રિપોર્ટ આવ્યા બાદ શંકાસ્પદ કેસોની સ્થિતિ અંગે વધુ સ્પષ્ટતા થઈ શકશે. આરોગ્ય વિભાગની સતત નજર ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસોની ઓળખ, સેમ્પલની તપાસ અને પોઝિટિવ દર્દીઓની સારવાર સહિતની કામગીરી પર આરોગ્ય વિભાગ દ્વારા નજર રાખવામાં આવી રહી છે. ખાસ કરીને બાળકોમાં જોવા મળતા તાવ અને ગંભીર ન્યુરોલોજિકલ લક્ષણોના કેસોમાં સમયસર તપાસ અને સારવાર મહત્વપૂર્ણ બને છે.
    Click here to Read More
    Previous Article
    ફરિયાદ નોંધાવા પરિવાર યુકેથી અમદાવાદ આવ્યો:13 વર્ષની સગીરા સાથે સંબંધીના જ પુત્રએ બળજબરીનો પ્રયાસ કર્યો, પોલીસે તપાસ હાથ ધરી
    Next Article
    મહાનગર પાલિકાતંત્રને બ્રહ્મજ્ઞાન થયું:ગાંધીનગરમાં ઠેર-ઠેર ખડકાયેલા ભંગારના ગોડાઉનો સામે લાલ આંખ, હવે 500 ચો.મી.થી મોટા એકમોમાં ફાયર સેફ્ટી ફરજિયાત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment