Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કુંભારવાડામાં યુવકને રસ્તામાં અટકાવી પાઇપ-ધોકાથી હુમલો:જૂની માથાકૂટ અને મિત્ર સાથે રહેવાની અદાવતે બે શખસ તૂટી પડ્યા

    8 hours ago

    ભાવનગરના કુંભારવાડા ખાર વિસ્તારમાં ગત રાત્રે(13 ઓગસ્ટ) જૂની મનદુખ અને મિત્ર સાથે રહેવાની બાબતે રમેશભાઈ ધરજીયા નામના 22 વર્ષીય હીરા ઘસુ યુવક પર બે શખસોએ હુમલો કર્યો હતો. બાઈક પર ઘરે જઈ રહેલા યુવકને રસ્તામાં આંતરીને માથા તથા શરીરના ભાગે પાઇપ અને ધોકા ફટકારી ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી હતી. આ ઘટના સંદર્ભે ઈજાગ્રસ્ત યુવકની ફરિયાદના આધારે બોરતળાવ પોલીસ સ્ટેશને ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બે શખસ બર્ગમેન પર આવ્યા અને બાઈક રોકાવ્યું કુંભારવાડા બાનુબેનની વાડી વિસ્તારમાં રહેતા અને હીરાની ઓફિસમાં કામ કરતા 22 વર્ષીય વિશાલભાઈ રમેશભાઈ ધરજીયા ગતરાત્રે આશરે સાડા આઠ વાગ્યાના અરસામાં તેના બે મિત્રો સાથે બાઈક પર ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન કુંભારવાડા ખાર વિસ્તારમાં જ તેમની જ જ્ઞાતિના રોહિત ચોગઠ અને બલ્લી નામના બે શખસો બર્ગમેન મોટરસાઇકલ પર આવ્યા હતા અને વિશાલભાઈનું બાઈક રોકાવ્યું હતું. 'અમારા ખાંચામાંથી નીકળવું નહીં', માથા પર પાઇપનો ઘા માર્યો અગાઉથી ચાલતી જૂની માથાકૂટ અને વિશાલભાઈ તેમના મિત્ર સાથે રહેતા હોવાની બાબત ગમતી ન હોવાથી, આરોપી રોહિતે 'અમારા ખાંચામાંથી નીકળવું નહીં' કહીને પાઇપ વડે વિશાલભાઈના માથા પર ઘા માર્યો હતો. ત્યારબાદ રોહિત અને બલ્લી—બંને શખસોએ ભેગા મળીને લોખંડના પાઇપ અને ધોકા વડે હુમલો કરી યુવકને લોહીલુહાણ કરી મૂક્યો હતો. ઈજાગ્રસ્તસને સારવારમાં ખસેડાયો હુમલા દરમિયાન આસપાસના લોકોના ટોળાં એકઠા થઈ જતાં યુવકને વધુ મારથી બચાવવામાં આવ્યો હતો અને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ મામલે બોરતળાવ પોલીસે ઈજાગ્રસ્ત વિશાલભાઈની ફરિયાદના આધારે આરોપી રોહિત ચોગઠ અને બલ્લી (બંને રહે. કુંભારવાડા, ભાવનગર) સામે BNSની કલમ 117(2), 115(2), 54 તથા જીપી એક્ટ 135 હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    નરેડીમાં ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડી જુગારધામ ઝડપ્યું:જૂનાગઢના નરેડી ગામની વાડીમાં ચાલતા જુગારધામ પર ક્રાઇમ બ્રાન્ચનો દરોડો, 8 જુગારીઓ રૂ. 2.48 લાખના મુદ્દામાલ સાથે પકડાયા
    Next Article
    રાણપુરમાં શ્રાવણ માસ દરમિયાન માંસ વેચાણ પર પ્રતિબંધની માંગ:VHP અને બજરંગ દળે મામલતદારને આવેદનપત્ર સોંપ્યું; પગલાં નહીં લેવાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment