Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાણપુરમાં શ્રાવણ માસ દરમિયાન માંસ વેચાણ પર પ્રતિબંધની માંગ:VHP અને બજરંગ દળે મામલતદારને આવેદનપત્ર સોંપ્યું; પગલાં નહીં લેવાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી

    9 घंटे पहले

    રાણપુર શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP), બજરંગ દળ અને હિન્દુ સમાજના આગેવાનો દ્વારા મામલતદાર તેમજ પોલીસ નિરીક્ષકને એક સંયુક્ત આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શહેરમાં મટન અને અન્ય માંસાહારી ચીજવસ્તુઓના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની માગ સાથે આ રજૂઆત કરવામાં આવી હતી. ધાર્મિક લાગણીઓ દુભાતી હોવાનો આક્ષેપ આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, શ્રાવણ માસ હિન્દુ સમાજ માટે અત્યંત પવિત્ર અને ધાર્મિક આસ્થાનું પ્રતીક છે. આ સમયગાળા દરમિયાન જાહેર માર્ગો પર મટનની દુકાનો અને હાટડીઓ ખુલ્લી રહેવાથી શ્રદ્ધાળુઓની ધાર્મિક લાગણીઓ દુભાય છે. જેથી જનભાવનાનો આદર કરીને તંત્ર દ્વારા કડક અમલવારી સાથે માંસના વેચાણ પર તાત્કાલિક રોક લગાવવામાં આવે તેવી માંગ કરાઈ છે. ઉગ્ર આંદોલનની ઉચ્ચારી ચીમકી VHP અને બજરંગ દળના હોદ્દેદારોએ ચેતવણી આપતાં જણાવ્યું હતું કે જો સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આ બાબતે ત્વરિત અને યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો સમગ્ર હિન્દુ સમાજ સાથે મળીને ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન આદરશે. આવેદનપત્ર આપતી વખતે મોટી સંખ્યામાં સંગઠનના કાર્યકરો અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    કુંભારવાડામાં યુવકને રસ્તામાં અટકાવી પાઇપ-ધોકાથી હુમલો:જૂની માથાકૂટ અને મિત્ર સાથે રહેવાની અદાવતે બે શખસ તૂટી પડ્યા
    Next Article
    Gujarat Breaking News | 6 વાગ્યા સુધીના તમામ મહત્વના સમાચાર |Top News Of The Day | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment