Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પામોલ શાળામાં શી ટીમ અને સાયબર ક્રાઇમનો જાગૃતિ કાર્યક્રમ:બાળકોને ગુડ ટચ, સાયબર સુરક્ષા અને સ્વ-રક્ષણના પાઠ શીખવવામાં આવ્યા

    2 weeks ago

    પામોલ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓની સુરક્ષા અને જાગૃતિ માટે એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. મહિલા પોલીસ સ્ટેશનની 'શી ટીમ' અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોને મહત્વપૂર્ણ વિષયો પર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન, નાના બાળકોને 'ગુડ ટચ' અને 'બેડ ટચ' વચ્ચેનો તફાવત સરળ ભાષામાં સમજાવવામાં આવ્યો હતો. તેમને પોતાની સુરક્ષા પ્રત્યે જાગૃત કરવા અને અણછાજતા બનાવોથી બચાવવા માટે પાયાના સ્વ-રક્ષણના પાઠ પણ શીખવવામાં આવ્યા હતા. ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયાનો સુરક્ષિત ઉપયોગ કેવી રીતે કરવો, ઓનલાઈન ફ્રોડ અને હેરાનગતિથી કેવી રીતે બચવું તે અંગે સાયબર ક્રાઇમ ટીમે વિસ્તૃત માહિતી આપી હતી. આ ઉપરાંત, માર્ગ અકસ્માતો નિવારવા માટે ટ્રાફિકના નિયમો અને રસ્તા પરની સુરક્ષા વિશે પણ બાળકોને માહિતગાર કરાયા હતા. પોલીસ ટીમે બાળકોને કોઈપણ પ્રકારની શારીરિક, માનસિક કે ઓનલાઈન હેરાનગતિના કિસ્સામાં ડર્યા વગર તાત્કાલિક પોલીસની મદદ લેવા અનુરોધ કર્યો હતો. ઇમરજન્સી હેલ્પલાઇન નંબરોનો ઉપયોગ કેવી રીતે કરવો તેની પણ વિગતવાર જાણકારી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, અને શાળાના આચાર્ય તેમજ શિક્ષકગણે પોલીસ વિભાગની આ પહેલને બિરદાવી હતી.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતમાં 45 દિવસમાં વાંધો નહીં લો તો ચલણ સ્વીકાર્યું ગણાશે:ટ્રાફિકનું E-ચલણ 3 દિવસમાં અને હાર્ડ કોપી 15 દિવસમાં પહોંચાડવું ફરજિયાત; ચુકવણી માટે વધારાના 30 દિવસ મળશે
    Next Article
    ઉધના કોલેજમાં જૂથ અથડામણ:ફ્રેશર્સ પાર્ટીમાં ડાન્સ વખતે ધક્કો લાગવા બાબતે થયેલા ઝઘડામાં બહારથી માથાભારે તત્વો બોલાવી હુમલો, બેની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment